અભ્યાસમાં એકાગ્રતા વધારવા માટે કેટલીક મહત્ત્વની ટીપ્સ

PC: ohmyindia.com

વિઘાર્થીઓ અને પેરેન્ટસ બધા જ પોતપોતાની રીતે સંતાનના ભવિષ્ય, અભ્યાસ, પર્સન્ટેજ બાબતે ખૂબ જ ચિંતીત રહે છે. ત્યારે જયોતિષાચાર્ય, યોગ વિશેષજ્ઞ ડૉ. મહેશ દશોરાએ જણાવ્યું કે સબકોન્સીયસ માઇન્ડ જાગ્રત કરવાની વિશેષ પધ્ધતિ દ્વારા અભ્યાસમાં અસાધારણ સફળતા મેળવી શકાય છે. સ્મરણશકિત વધતાં સબજેકટના નિષ્ણાંત બની શકાય.

ટેક્નીક નંબર -(1): આલ્ફા ટેક્નીક

ટેક્નીક નંબર -(2): ઊંડા ઊંડા શ્વાસ લેવા, ધીમે ધીમે શ્વાસ કાઢવા.

ટેક્નીક નંબર -(3): કલેપીંગ ( તાળી પાડવી - તેમાં પણ ખાસ કરીને ૐ ઐમ્‍ ૐ અથવા ખાલી  ૐ ની ધ્વનિ કરતાં જવું અને તાળીઓ પાડતાં જવું.)

ટેક્નીક નંબર -(4): પંચતત્વને બેલેન્સ કરવા માટે, સ્ફુર્તિ, ઉત્સાહ વધારવા માટે બંને હાથથી તાળીઓ પાડવાની વિવિધ સીસ્ટમ (સીધી તાળી પાડવી, ડાબો હાથ જમણા હાથમાં લઇને તાળી પાડવી, જમણો હાથ ડાબા હાથમાં લઇને તાળી પાડવી. સપાટ તાળી પાડવી. ફકત આંગળીઓ અને અંગૂઠો અથડાય એ રીતે તાળી પાડવી.)

ટેક્નીક નંબર -(5): પ્રાણમુદ્રા ચાલુ કરી શ્વાસ લેવા. ધીમે ધીમે શ્વાસ કાઢવા.

ટેક્નીક નંબર -(6): જ્ઞાનમુદ્રા ચાલુ કરી ઊંડા ઊંડા શ્વાસ લેવા. શ્વાસ કાઢતી વખતે શ્વાસ નીકળી રહ્યો છે. તેને જોવો.

ટેક્નીક નંબર -(7): આજ્ઞાચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરો ત્યાં પણ  ૐ ગોલ્ડન કલરમાં જોઇ શકાય.

ટેક્નીક નંબર -(8): આંખો બંધ કરી નાક પર ધ્યાન કેન્દ્રિત કરવુ. નાકના ટેરવા પર ધ્યાન કેન્દ્રિત કરવું.

ટેક્નીક નંબર -(9): જીભ બહાર કાઢી જીભના અગ્રભાગ પર ધ્યાન કેન્દ્રિત કરવું. આ બધી સ્થિતિમાં પણ ઊંડા શ્વાસ લેતાં રહેવું. ધીમે ધીમે શ્વાસ કાઢતા રહેવું.

સંકલ્પશકિતનું મહત્વ

નંબર -(1): જીવનમાં કયા ક્ષેત્રમાં કરિયર બનાવવું છે. તે વિચારોથી સ્પષ્ટ થવું.

નંબર -(2): પૂર્ણ સમર્પિત ભાવ સાથે અભ્યાસ કરવો.

નંબર -(3): ગોખવા કરતાં વિષય ચેપ્ટર, પોઇન્ટને સમજવા પ્રયત્ન કરવો.

નંબર -(4): આત્મવિશ્વાસ જાળવી રાખવો. કોઇ ગમે તે કહે તો પણ આત્મવિશ્વાસ ગુમાવવો નહીં.

નંબર -(5): જે-જે બાબતમાં ખુદને નોલેજ ઓછુ હોય તો તે બાબતને સમજીને નોલેજ વધારવું.

નંબર -(6): ટાઇમ મેનેજમેન્ટ ગોઠવી રેગ્યુલર સ્ટડી કરવી.

નંબર -(7): સ્ટડી કરતી વખતે ભાર અનુભવવો નહીં.

નંબર -(8): વિષયને સમજવા માટે રિવિઝન કરતા રહેવું.

નંબર -(9): સ્ટડી કરતી વખતે કોઇ પણ પ્રકારના વ્યર્થના વિચારો આવે તે બાબતે માતા-પિતા સાથે અથવા તમારાથી હોશિયાર મિત્ર સાથે ડિસ્કસ કરી વિચારોનો ઉકેલ લાવવો.

ટેક્નીક નંબર -(10): સ્ટડીમાં ટાઇમ મેનેજમેન્ટનું મહત્વ - કોઇ પણ બાબતમાં સફળ થવા માટે ટાઇમ મેનેજમેન્ટનું ખૂબ જ મહત્વ હોય છે. જયોતિષાચાર્ય, યોગ વિશેષજ્ઞ ડૉ. મહેશ દશોરાએ વધુમા જણાવ્યું કે સમય કયારેય કોઇની રાહ જોતો નથી.

  • સમયને એડજસ્ટ કરીને આપણે સફળ થવાનુ હોય છે. એ બાબત ભૂલવી નહીં.
  • કોમ્પીટીશનના આ યુગમાં સમય ગોઠવીને ચાલવું ખૂબ જ જરુરી છે.
  • કલાક પછી ભણીશ, આ વિષય પછી ભણીશ , આ વિષય તો મને આવડે જ છે. એમ વિચારીને કોઇ પણ વિષયને ઓછુ મહત્વ આપવુ નહીં.
  • ટાઇમ મેનેજમેન્ટ પ્રમાણે વ્યવસ્થિત રીતે દરેક સબ્જેક્ટને મહત્વ આપશો તો નિશ્ચિતપણે ધારેલી સફળતા મેળવી શકશો. ગમે તે રીતે પણ સમય પાછો આવતો નથી.
  • એ વસ્તુને સમજીને, સમય કયાં વેસ્ટ થઇ રહ્યો છે તે જોવું જરૂરી છે. નોલેજ વધારવા માટે ચેટીંગ, ફેસબુક, ઇમેઇલ, ટી વી પર વધુ ધ્યાન આપી શકાય પણ તેનો સમય નકકી કર્યા પછી કાયમ તેને કેટલો સમય આપવો એ આપણે જ નકકી કરવાનું હોય છે.
  • મિત્રો સાથે માનસિક પ્રસન્નતા માટે થોડી ગપસપ કરી શકાય, પણ આ પ્રોબ્લેમ છે તે પ્રોબ્લેમ છે. એવો વિચાર કરશો તો સમય જતો રહેશે અને વર્ક લોડ વધી જશે.
  • સમયનો સદ્‍ઉપયોગ કરવો, કોઇ પણ બાબતમાં વ્યર્થનો સમય બગાડવો નહી. વચ્ચે વચ્ચે સમય એડજસ્ટ થાય ત્યારે નાના નાના કામ પતાવી શકાય.

ટેક્નીક નંબર -(11): કોમ્યુનિકેશનમાં સ્પષ્ટ રહેવું. પોતાની વિશેષતાઓ, આવડત અને પ્રતિભા બાબતે હંમેશા જાગૃત રહેવું. સ્વચ્છ કંફર્ટેબલ અને વ્યવસાય, કાર્યક્ષેત્ર, સ્ટુડન્ટને શોભે એવા વસ્ત્રો પહેરવા.

ટેક્નીક નંબર -(12): હંમેશા આત્મવિશ્વાસ જાળવી રાખવો. આત્મવિશ્વાસ જાળવવા માટે સકારાત્મક રહેવું. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp