આ છે તરસ્યુ ગુજરાત, રાજકોટના થશે બેહાલ - Ep. 109
પાણીની વધતી માંગ અને ઘટતી સપાટીએ ગુજરાતને ચિંતિત કરી દીધા છે. રાજકોટ, આ શહેરમાં હવે 31 માર્ચથી પાણી નહીં મળે. કારણ કે હાલ આજીડેમના તળીયા દેખાઇ રહ્યા છે અને ભાદર નદીમાં પણ પાણી રહ્યુ નથી. બીજી તરફ નર્મદામાંથી મળતા પાણીની રજૂઆત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને કરી છે પરંતુ હાલ સરકાર જ પાણી માટે તરફડીયા મારે અત્યારે રાજકોટને કેવી રીતે પાણી આપશે? જો કે, આ પરિસ્થિતી માત્ર રાજકોટની જ નહીં પરંતુ જેના પર હંમેશાં મા તાપીનું વરદાન છે તેવા સૂર્યપૂર નગર એટલે સુરતમાં પણ અઠવાડીયા પહેલા પાણી માટેનો કકળાટ ચાલુ થઇ ગયો છે. તાપીમા પણ પાણીનો અભાવ શરૂ થઇ ગયો છે. વેલ, સાઉથ ગુજરાત તો આ બાબતે સમુદ્ધ છે કોઇના કોઇ રીતે રસ્તો મળી આવશે પરંતુ સૌરાષ્ટ્રનું શું થશે? સૌરાષ્ટ્રની સૂકાયેલી ધરતી જાણે કે પાણી માટે રીતસર બૂમો પાડતી હોય તેવું લાગી રહ્યુ છે. ત્યારે સરકારની સૌની યોજના પણ આ બધામાં સૂકાતી નજરે પડી રહે છે. Khabarchhe.com દ્વારા હું આપને વિનતી કરું છું કે આપ પાણીનો બગાડ ન કરતા અને યોગ્ય પ્રમાણમાં ઉપયોગ કરજો જે સૌ કોઇના માટે હિતાવહ છે. આપ જોતા રહો Khabarchhe.com કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.