હાર્દિકની કામલીલાની રાજનિતી - Ep. 38
હાર્દિકના રંગીન મિજાજના વિડીયો વાયરલ થતા રાજકારણ ગરમાય ગયું છે. સીડીના વિષયને લઇને આરોપ પ્રતિ આરોપ થઇ રહ્યા છે. હાર્દિક પટેલ પોતાના બચાવમાં એવું કહે છે કે આ સીડી કાંડ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રતિઉત્તરમાં એવું કહે છે આ પ્રકારનો વિડીયો ભાજપા દ્વારા વાયરલ નથી કરવામાં આવ્યો. અહીં વાત રૂઢીચુસ્તતાની નથી વાત સંયમ અને શિસ્તની છે જે દરેક રાજકીય પક્ષો હાલ ગુમાવી રહ્યા છે. રાજકીય પક્ષ તો સમાજની વચ્ચે રહીને સમાડને છાજે તેવો હોવો જોઇએ નહીં કે લજવે તેઓ. તેથી આપને ફરી એકવાર વિનંતી છે કે કોઇ પક્ષને મત આપવા કરતા તમારા સ્થાનિક ઉમેદવારને જોઇને મતદાન કરજો અને કરાવજો. ખબર છે ડોટ કોમ પર હું હંમેશાં વાત કરું છું ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.