1600 કિ.મી. લાંબા દરીયાકિનારાનું પાણી પીવાશે તો નહીં ને - Ep. 107
નમામી દેવી નર્મદે.. આ મંત્ર નર્મદા નદીના દર્શન કરતી વેળાએ બોલવાથી મા નર્મદાના આર્શિવાદ આપણી પર સદા રહે છે. અહિં આર્શિવાદ અલગ રીતે છે કે જેમ કે ગુજરાત કે જેને 1600 કિલોમીટરનો લાંબો દરીયાકિનારો મળ્યો છે પણ તે શું કામનો !! તરસ લાગે ત્યારે દરીયાનું પાણી થોડું પીવાય!! પરંતુ ઇઝરાયેલ તો દરિયાનું પાણી તો પીવે છે. પ્યોરીફાય કરીને પ્રોસેસ કરીને જો ઇઝરાયેલ દરીયાનું પાણી ઉપયોગમાં લઇ શકતું હોય તો ભારત, આપણું ગુજરાત કેમ ના લઇ શકે. હાલ તો નર્મદાના પાણીના મુદ્દે ભલે ગમે તેટલી બેઠકો થાય પરંતુ દિવા તળે અંધારા જેવી પરિસ્થીતી ગુજરાતમાં નિર્માણ પામી ગઇ છે. એકવાત બીજી અહીં એ કરવાની રહી કે હવે સરકારે દરેક જગ્યાએ બોર કરાવશે અને બોરનું પાણી વાપરવાની સુચના આપશે.પરંતુ પરિસ્થીતીનો ચિતાર લોકો સમક્ષ નહીં હોય જો ડેમમાં પાણી નથી તો વીજળી પર નહીં જ મળે તે સરકારે સ્વીકારવું પડશે એટલે બોર માટે હવે હેન્ડપમ્પનો ઉપયોગ કરો તેવી પરિસ્થીતી નિર્માણ પામી ગઇ છે. 21મી સદીમાં પણ ગુજરાતની આ સ્થિતી ખૂબ જ દયનીય છે. Khabarchhe.com આ બાબત પર લોકોને પાણીનો સાચવીને ઉપયોગ કરવાની સલાહ આપે છે. અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.