
આ જ કોંગ્રેસે ગુજરાતના સપૂત લોખંડી પુરુષ સરદારને દેશની નેતાગીરીથી વંચિત રાખ્યા અને પાકિસ્તાન પેદા કર્યુ, એ કેમ ભૂલાય? આ દેશને એક તાંતણે બાંધનાર સરદાર પટેલને પોતાની બ્રાન્ડ બનાવીને ગુજરાતની એકતાને વિખુટુ ન પડાય.. અને જ્ઞાતિવાદ ઊભો ન કરાય. તે ગુજરાતના મતદારો સમજે. બંધારણે આપેલો મતાધિકાર દરેકની પોતાની જાગીર છે અને તેનો સદ્દઉપયોગ થાય દૂરઉપયોગ નહી. આ દેશના સંસ્કારમાં વસુદેવ કુટુંબક્મ ની ભાવનાને ગુજરાતના પાટીદારો સમજે અને ચૂંટણીના સમયે એકતાના દર્શન કરાવે નહીં કે સરદાર બ્રાન્ડને લાંછન લગાવે. સમજદારીથી મતદાન કરજો અને કરાવજો. આપણી લોકશાહીને લાંછન ન લાગે તે પણ જોજો.. ખબર છે ડોટ કોમ પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.