સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસ લગાવી રહી છે એડીચૌટીનું જોર – Ep. 84
વિધાનસભાની ચૂંટણી બાદ હવે ચકરાવે ચડી છે તાલુકા પચાંયત અને નગર પાલિકાની ચૂંટણીઓ. જ્યારે આગામી દિવસોમાં રાજ્ય સભાની ચૂંટણી પણ ગુજરાતમાં યોજાવાની છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલ બંને પક્ષોને દોડતા કરી દીધા છે. આવનારા થોડા દિવસોમાં આચારસંહિતા પણ લાગુ પડી જશે ત્યારે કોંગ્રેસ હાલ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે અને કેમ ના લગાવે. પરેશ ધાનાણીને વિપક્ષના નેતા બનાવતા કોળી સમાજના ધારાસભ્ય એવા કુંવરજીભાઇ બાવળીયા રીસાઇ ગયા છે અને અમાદવાદમાં કોળી સમાજની મિટીંગો પણ કરવાના છે. મને તો એવું લાગે છે કે આ રીતે નેતાઓના રીસામણા મનામણામાં કામના દિવસો પસાર થઇ રહ્યા છે અને કોઇ ગુજરાતનું જોતું નથી.કારણ કે બધાને સત્તા જોઇએ છે સેવા નહીં. પણ Khabarchhe.com હંમેશાં વાંચકોની પડખે ઊભો રહીને વાત કરે છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.