નેતાઓએ તહેવારોને લઇને રાજરમત તો ન જ કરવી જોઇએ - Ep. 87
હવે, તો આ રાજકારણીઓ પણ હદ્દ કરે છે..તહેવારોમાં પણ રાજકારણ નાખી દે છે. અગાઉ પણ આવું ઘણી વાર થયુ છે. શુભેચ્છા પાઠવવાની હોય કે પછી પત્રિકામાં નામ લખાવવાનું હોય આ રાજકારણીઓને બધામાં મોટા થવું છે. હાલ તાજેતરમાં જ મોડાસાના આંતરરાષ્ટ્રિય કાઇટ ફેસ્ટીવલમાં ભરપૂર રાજકારણ જોવા મળ્યુ. બીજીતરફ સુરતમાં પણ ઉજવાયેલા કાઇટ ફેસ્ટીવલમાં ભાજપના કોર્પોરેટરોએ કોંગ્રેસના કોર્પોરેટરનું પત્તુ કાપી નાખ્યુ હતુ.અમદાવાદનો ફેસ્ટ તો જગજાહેર છે. ત્યારે આ નેતાઓએ આ તહેવારના રંગમાં ભંગ ન પાડવો જોઇએ. આપણે પણ આપણી મજામાં પક્ષીઓના વિહારમાં ભંગ ન પાડવો જોઇએ. તેથી સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી પતંગો ઉડાડવા નહીં અને ચાઇનીઝ માંજાનો અને તુક્કલનો બહિષ્કાર કરવો. સાથે જ જોતા રહેજો વાંચતા રહેજો Khabarchhe.com કે જ્યાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.