
ખૂબ ચર્ચામાં રહેલી ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી. આ ચૂંટણીમાં બન્ને તબક્કામાં મળીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 34 અને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ 30 રેલીને સંબોધી છે. એટલું જ નહીં બંને પક્સોના બ્રાન્ડ એમ્બેસેડર્સે મંદિરોની મુલાકાત પણ લીધી છે. રાહુલ ગાંધીએ રાજ્યની ચૂંટણી પ્રચારમાં 12 મંદિરોના દર્શને ગયા હતા. જો કે આ એક ઐતિહાસિક ઘટના પણ માનવામાં આવે છે. એક સારી વાત આ બધાની વચ્ચે એ છે કે ગુજરાત પર્યટન વિભાગને આ ચૂંટણીનો સારો એવો લાભ મળી શકશે. પરંતુ આપણને કેટલો સારો લાભ આવનારી સરકાર આપશે તે આપણે નક્કી કરવાનું છે. કાલે લોકશાહીની મદારને મજબૂત કરવા, ગુજરાતની ધરોહર સંભાળનારા પ્રખંડ મુખ્યમંત્રી બનાવવા માટે હજુ આપણી પાસે કાલનો દિવસ છે. વિક્રમી મતદાન કરજો અને કરાવજો, Khabarchhe.com તમારી સાથે હંમેશાં વાત કરશે ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.