શું હાર્દિક પટેલનો અવાજ દબાવવામાં આવે છે? - Ep. 60
પ્રથમ તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલાં પાટીદાર પૂત્ર હાર્દિકની સભામાં લાખો લોકો ભેગા થાય છે અને તેને એટલો સારો પ્રતિસાદ મળે છે કે ફેસબુકના ઓનર માર્ક ઝુકર્બગ તેને પર્સનલી અમેરીકા બોલાવે છે. પણ અહીં અલ્પવિરામ લાગી જાય છે. બીજા તબક્કાનું મતદાન 14મી તારીખે થશે. તે પહેલા ફરીથી હાર્દિક બીજી મોટી સભાઓ કરવાની તૈયારી કરે છે, પણ તે સભા ના થાય તે માટે અર્ધલશ્કરી દળને ઊભુ કરી દેવામાં આવે છે. સૌથી મોટી વાત એ છે કે જો ભારતીય જનતા પાર્ટીનો 150નો ટાર્ગેટ પૂરો નહીં થાય અને કદાચ ભાજપા જીતે તો પણ તે તેની હાર કહેવાશે. અને જો કોંગ્રેસ જીતશે તો નેતાઓની રણનીતી કરતા તો પાટીદાર અનામત આંદોલન ફેક્ટર વધુ જવાબદાર રહેશે. રાજરમત છે, જીત તો કોઇ એકની જ થાય અને સારા અને ચોક્કસ ઉમેદવારને જીતાડવા માટે તમે મતદાન કરજો અને કરાવજો. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.