નવા રસ્તા પર સ્વાગત છે વડાપ્રધાનનું, પણ ખાડાઓનું શું? - Ep. 05
વડાપ્રધાનના આવવાથી ગુજરાતના રસ્તાઓનું સમારકામ તો થયું, નહીંતર આ રાજ્ય સરકાર તો હાઈકોર્ટના આદેશ હોવા છતાં પણ રસ્તા નવા કરવાની જગ્યાએ થીંગડા મારીને કામ ચલાવી રહી છે. રૂ.5825 કરોડાના ખર્ચે છ લેનના ચાર ધોરીમાર્ગનું લોકાર્પણ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરે છે, પણ આ ગુજરાતીઓ સવાર પડેને ઓફીસે જવા જે રાહ પકડે છે તે માર્ગનું શું? એક-એક ફૂટ જેટલાં ઊંડા ખાડા પડેલા આ માર્ગ પર બમ્પર મુકવાની પણ જરૂર નથી? શું તમે ગુજરાતની આવી પ્રગતિ ઈચ્છતા હતા? શું આ જ છે તમારું ગરવી ગુજરાત? શું આ જ છે ગુજરાતનું ગૌરવ? કેવી રીતે આવશે પ્રગતિ? કેમ કરીને બચાવશે ગુજરાતને? વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટકોરની રાહ જોઈ રહ્યા છે આપના જ ગુજરાતી ભાઇઓ અને બહેનો.