
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો થોડા દિવસોમાં બહાર આવી જશે. ત્યારે એક્ઝિટ પોલથી લોકોની ધડકન તેજ થઇ ગઇ છે. આકડાંઓ લોકોના અનુમાનથી અલગ આવ્યા છે પરંતુ આપને જણાવી દઇએ કે એકઝીટ પોલ પણ એક અનુમાન જ છે. પણ વાત અહીં સરકારની કરવી રહી. આ જે બધા આંકડાઓ છે તે આંક સારા આવી શક્યા હોત જો સત્તા પક્ષે પોતાની જવાબદારી સારી પેઠે નીભાવી હોત તો. , પ્રજાલક્ષી પ્રોજેક્ટસ થવા જોઇએ. એવું તો ન જ થવું જોઇએ કે નેતાઓને આપણે પસંદ કર્યા અને તેનેતાઓ જ આપણને આંદોલન કરવા મજબૂર કરે. અમે હંમેશાં આપની સાથે વાત કરતા હતા અને કરતા રહીશું આપણા ગુજરાતની અને ગુજરાતના હિતની ગુણિયલ ગુજરાતની જય હો.