
કહેવાય છે કે, નશો કરે તેનો નાશ થાય. હાલ જેને આપણે હાર્ટએટેક ગણતા હતા તે એક એક્સિડેન્ટ ડેથ જાહેર થઇ. જીહાં, હું ખૂબ જ દુખની લાગણી સાથે વાત કરું છું, હિન્દી ફિલ્મ જગતની જાજરમાન અભિનેત્રી શ્રી દેવીની. દુબઇ ખાતે તેનું મૃત્યુ થયું હતુ ત્યારે સમગ્ર ભારત અને શ્રી દેવીના ચાહકોમાં શોકની લાગણી ફરી વળી છે. એટલું જ નહીં નાની ઉંમરે હ્દય હુમલાથી મોત સૌ કોઇને ચોંકાવી દીધા હતા. પરંતુ હકીકત અલગ આવી, બોલીવુડની લાઇફ જેટલી દૂરથી ખૂબસુરત છે તેની વરવી વાસ્તવિક્તા તદ્દન અલગ છે. શ્રી દેવી જેવા જાજરમાન અભિનેત્રી એ હદ્દે નશો કરે કે આકસ્મિક મૃત્યુ થાય તે તેના પુરાવા છે. ત્યારે અહીં એકવાત સાબિત થાય છે કે નશો હંમેશાં નાશ કરે છે. Khabarchhe.com ની સમગ્ર ટીમ તરફથી પીઢ અભિનેત્રી શ્રીદેવીને ભાવભીની શ્રદ્ધાજંલિ. નમસ્કાર.