
વિગ્રહ જાતિવાદનો થઇ રહ્યો છે, શું કામ ને અંદરોઅંદર લડાઇ થવી જોઇએ? આપણી એકતા ગરીમા શું કામ ગુમાવી જોઇએ? ભોળી જે પ્રજા છેતેનો ફાયદો આ નેતાઓ ઉઠાવી રહ્યા છે. એકબીજાના ખભા પર બંદૂકો રાખીને તેઓ સત્તા પર આવી જશે અને પછી ભૂલી જશે કે તેઓનું કામ શું છે. એવું જ થઇ રહ્યુ છે હાલ આપણા ગરવી ગુજરાતમાં. ગુજરાતની ગરીમાં ઘવાઇ રહી છે. પણ આપણે એવું નહીં થવા દઇએ. Khabarchhe.com હંમેશાં તટસ્થ અને પ્રજાની પડખે રહીને ગુજરાત અને ગુજરાતના હિતની વાત કરતુ રહ્યુ છે અને કરતું રહેશે. ગુણિયલ ગુજરાતની જય હો.