ચૂંટણીનો ખર્ચ 1200 કરોડ રૂપિયા - Ep. 50
ચૂંટણીમાં ઇલેકશન કમીશન અને જે તે પક્ષ કાર્ય કરે છે, શું આપને અંદાજ છે આ બધામાં કેટલો ખર્ચો થાય છે. આચારસંહિતા લાગુ થયા બાદ કોઇપણ નેતા સરકારી વાહનનો ઉપયોગ ન કરી શકે, નેતાઓ સરકારી વસાહતોમાં રોકાણ ન કરી શકે. ઉપરાંત ઇલેકશન કમિશને ચૂંટણી લક્ષી કામો માટે જેટલા કર્મચારીઓને રોક્યા છે તેનો ખર્ચો, ચૂંટણી ટાણે ઘણા બધા કર્મચારીઓ બીજા શહેરમાં રોકાણ કરતા હોય છે, ત્યારે તેમનો ખાવાપીવાનો અને રહેવાનો તમામ ખર્ચ ઇલેકશન કમિશન વિભાગ દ્વારા પૂરો પાડવામાં આવતો હોય છે. ૧૨૦૦ કરોડ રૂપિયા ઇલેકશન કમિશન ગુજરાતની ચૂંટણી માટે વાપરતુ હોય તો, ગુજરાતની જનતાને માથાદિઠ અંદાજે 1800 રૂપિયાનો ખર્ચો આવી શકે છે. આ ઇલેકશનનો ખર્ચ જો આપણા જ ખીસ્સામાંથી જવાનો હોય ત્યારે તેની અવગણના ન કરવી જોઇએ અને મતદાન કરીને તેનું વળતર લેવું જોઇએ. તો આવો લોકશાહીના આ પર્વમાં સાથે મળીને સંકલ્પ કરીએ મતદાન કરીએ અને કરાવી. Khabarchhe.com પર અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હીતની ગુણિયલ ગુજરાતની જય હો.