ચૂંટણીમાં દેખાઇ ઓખી અસર - Ep. 55
અચાનક ઓખી વાવાઝોડુ ગુજરાત તરફ આવતા હવામાનનો રુખ બદલાઇ ગયો અને તેના કારણે સ્થાનિક જનતા, પ્રશાસનની સાથોસાથ નેતાઓની મુશ્કેલીઓ વધી છે. નેતાઓ કે જેઓએ આ બે દિવસોમાં મોટી મોટી યોજના ઓ ઘડી હતી તે મોકુફ કરી દેવાતા પ્રચારના પૈંડાઓ થંભી ગયા છે. સૌરાષ્ટ્ર અને દક્શિણ ગુજરાત કે જ્યાં પ્રચાર જોરશોરથી થઇ રહ્યો હતો ત્યાં જ ઓખી વાવાઝોડાએ નેતાઓ થંભવી દીધા. કુદરતની સામે સૌ કોઇ લાચાર છે ત્યારે આ વાવાઝોડાએ નેતાઓના વાવાઝોડાને શાંત કરી દીધા છે. ચૂંટણીની સફળતા ત્યારે જ કહેવાય જ્યારે વિક્રમી મતદાન થાય. તો આવો સાથે મળીને સંકલ્પ કરીએ. મતદાન કરીએ અને કરાવીએ. ખબર છે ડોટ કોમ કે જ્યાં હંમેશાં વાત થાય છે ગુજરાતની અને ગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો.