આજ રાતથી બીજા તબક્કાના પ્રચારપ્રસાર થઇ જશે બંધ- Ep. 61
બીજા તબક્કાની ચૂંટણીનો પ્રચારપ્રસાર આજ રાતથી થંભી જશે ત્યારે આ બધાની વચ્ચે સૌથી મહત્વની વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડશોની આજે પરવાનગી ન મળી. તેથી તેઓએ સી પ્લેનમાં બેસીને પ્રવાસ ખેડ્યો. પણ વાત એ નથી કે કોણ કેવી રીતે પ્રચાર કરે છે વાત એ છે કે તમારી વિધાનસભાના ઉમેદવારો કેવા છે. જાતિવાદ, જ્ઞાતિવાદનું સમીકરણ એક તરફ મુકીને ગામ, શહેર , રાજય અનેદેશનો કેવી રીતે ઉદ્ધાર થશે તે વિચારજો અને પછી મતદાન કરવા જજો અને તમારી આસપાસના અસક્શમ ઉમેદવારને પણ મતદાન કરવા લઇ જજો. Khabarchhe.com કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.