સંચાલકો સામે શિક્ષાત્મક થવું જ પડશે - Ep. 115
આજે ઘણી બધી સ્કુલો પોતાની મનમાની ચલાવતા વાલીઓ છેલ્લે હારી જતા હોય છે. સુપ્રિમ કોર્ટની ફી ઓછી કરવાનો ચુકાદો પણ આવી ગયો છેપરંતુ ઘણી બધી શાળાઓ આ નીયમને માનતી જ નથી ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ ફરીથી ખાનગી સ્કુલના સંચાલકોના કાન આમળ્યા છે. તેમણે પત્રકાર પરિષદ સંબોધીને કહ્યુ કે જે તે સ્કુલ જે ફીના મુદ્દે વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં નાખે છે તેને નજરઅંદાજ કરવામાં નહીં આવે. રાજ્ય સરકારે સમિતિની રચના પણ કરી છે જેનો અમલ કરવો જ પડશે. જો શાળાઓ કાયદાનો અમલ નહીં કરે તો સરકાર કડક કાર્યવાહી હાથ ધરી શકે છે. આપણા શાસ્ત્રોમાં તો કહેવાયુ છે કે વિદ્યા દાન તે મહાદાન..પરંતુ આજકાલના લોભીયા સંચાલકો વિદ્યાને વેંચી રહ્યા છે અને પેટે પાટા બાંધીને પોતાના સંતાનોને ભણાવતા વાલીઓની ભાવનાને તેઓ બેશરમની રીતે દુભાવી રહ્યા છે. જે ન જ થવું જોઇએ. આ પ્રશ્નના મુદ્દે પક્ષ હોય કે વિપક્ષ બંને એ સાથે મળીને આવનારી પેઢીને શિક્ષિત કરવાનું કાર્ય કરવું જોઇએ. આપ જોતા રહો ખબર છે ડોટ કોમ કે જ્યાં અમે હંમેશાં વાત કરીએ છીએ ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો.