વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક ટકોર - Ep. 17
21 Oct, 2017
03:20 PM
ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આપે જે લોકોનો વિશ્વાસ સાધ્યો હતો તે હવે તૂટતો જણાય છે. ગુજરાતીઓ માટે આપ એક શ્રદ્ધાનું કેન્દ્ર હતા, ખૂબ લાગણીઓ જોડાઇ હતી, તેથી લોકોએ તમને ખોબલે ખોબલે મત આપીને જીતાડ્યા પણ ખરા, તમે તો દિલ્હી જતા રહ્યા અને ગુજરાત ખાડામાં જતુ રહ્યુ. વિધાનસભાની ચુંટણીમાં એવું લાગે છે કે ભાજપની નૈયા તરસે તો તે મોદી સાથે જ તરશે નહીંતર વિકાસને ડુબાડી દેશે. તેથી મોદી સાહેબ આપ 29 ઓક્ટોબરે જે મનકી બાત કરશો તેમાં ગુજરાતના વિકાસના મુદ્દાની જગ્યાએ કંઇક નવી વાત આવે તેવી દરેક ગુજરાતીઓની આશા છે.