
ભાજપે આ ચુંટણીમાં પોતાનું બ્રહ્માસ્ત્ર એટલે કે નરેન્દ્ર મોદીને ગુજરાતમાં ઉતારવાનો માસ્ટરપ્લાન જાણે ઘડી નાખ્યો છે. ત્યારે આ તરફ કોંગ્રેસના રાહુલ ગાંધી વાસ્તવિક રીતે પપ્પુ છે કે પછી તેમાં રાજીવગાંધીની ઝલક જોવા મળશે તે પણ તેમનાં આ પ્રવાસ દરમ્યાન સામે આવશે.ભાજપમાં કોંગ્રેસીકરણ થઇ રહ્યુ છે તો ગુજરાતની ધૂરા સંભાળવા માટે કોંગ્રેસ, આપ કે પછી જનવિકલ્પ કેમ નહીં. એવી સરકાર ન બનવી જોઇએ કે જે આપણા પૈસૈ લીલાં લહેર કરે અને ચૂંટણી પછી આપણે માત્ર આંદોલન અને આપણી માંગો માટે લડવા માં સમય વેડફીએ. અમારું કામ છે આપને સચેત કરવાનું અને ચોક્કસ માહિતી આપવાનું.