
કોણે કહ્યુ આપણું ગુજરાત સુરક્ષિત ગુજરાત છે!! બિલકુલ નહીં અહીં માત્રા ક્રાઇમની વાત નથી કરતી પરંતુ છેલ્લા બે વર્ષમાં જે જાતિવાદને લઇને પબ્લીક પ્રોપર્ટીને જે નુકશાન થયુ છે તેના કારણે લોકો હવે કોઇ પણ જાતનું રિસ્ક લેવા નથી માંગતા. વાત છે પદ્માવત ફિલ્મની. કરણી સેનાના આક્રમક વલણથી બધા ડરી ગયા છે. અત્યારે આ વાત એટલા માટે કરવી રહી કે હાલ વાત ગુજરાત રાજ્યના સુમેળ સુરક્ષા વ્યવસ્થાની છે અને Khabarchhe.com હંમેશા વાત કરે છે માત્ર ગુજરાતની અને ગુજરાતના હિતની. ગુણિયલ ગુજરાતની જય હો