ઇઝરાયલના પીએમની મુલાકાતથી ખેડુભાઇઓને શું ફાયદો? - Ep. 88
ગુજરાતમાં મહેમાન આવી રહ્યાછે. અને ગુજરાતીઓ તેનું મોભા ભેર સ્વાગત કરવાની પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. વાત છે, ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની. તેઓ 17મી જાન્યુઆરી એ ગુજરાત આવશે અને તેમની સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ માદરે વતનની મુલાકાત લેશે. પણ સવાલ તો અહીં આપણા ખેડૂભાઇઓ માટે. મોટી મોટી સમજૂતીઓ તો દરવખતે થાય છે, ગ્રાઉન્ડ લેવલ સુધી તો મળતું જ નથી. અહીં આપણે ઇઝરાયલ પાસેથી જો કંઇ લેવાનું હોય તો આપણાં ધરતીપૂત્રો માટેનું વચન, તેમની માટેના કરારબંધ અને તેમના માટે ઉપયોગી રહે તેવી ટેક્નોલોજી. હું આ વિચાર આપની સાથે એટલા માટે શેર કરું છું. કારણે કે Khabarchhe.com પરથી અમે હંમેશાં વાત કરીએ છીએ, ગુજરાતની અને ગુજરાતના હીતની. ગુણિયલ ગુજરાતની જય હો.