ડાયમંડ માલિકો ધારે તો રત્નકલાકારોના સંતાનોની ફીનો ઇશ્યુ ઉકેલી શકાય તેમ છે

PC: twitter.com

ડાયમંડ કટીંગ એન્ડ પોલીશંગમાં દુનિયાભરમાં મોખરે ગુજરાતના રત્નકલાકારો અત્યારં ગંભીર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, કારણકે હીરાઉદ્યોગમાં લાંબા સમયથી મંદી ચાલી રહી છે અને તેને કારણે કેટલાંકની નોકરી છુટી ગઇ છે અથવા પગારમાં ઘટાડો થયો છે. આ વખતે બોનસ મળવાની આશા પણ નહીવત છે.

આવકની સમસ્યા ઉભી થવાને કારણે રત્નકલાકારો અનેક બાબતે મુશ્કેલીનો અનુભવ કરે છે, પરંતુ તેમના સંતાનોની સ્કુલ ફીનો ઇશ્યું ડાયમંડ માલિકો ધારે તો ઉકેલી શકે તેમ છે.કેટલાંક રત્નકલાકારોના 2 અથવા 3 બાળકો શાળામાં ભણે છે અને તેઓ ફી ચૂકવી શકે તેવી સ્થિતિમાં નથી.

વરાછા રોડ વિસ્તારમાં મોટાભાગની ખાનગી શાળાઓ ડાયમંડ માલિકો જ ચલાવે છે, જો તેઓ નક્કી કરે કે જે રત્નકલાકારોને ફી ભરવાની મુશ્કેલી છે તેમના બાળકોની 6 મહિનાની ફી માફ કરવામાં આવે તો રત્નકલાકારોને મોટી રાહત મળી શકે તેમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp