મહારાષ્ટ્રઃ કોંગ્રેસને મળી 2000થી વધુ અરજી, 100 સીટોમાં કેવી રીતે થશે સીટ શેરિંગ
આગામી મહિને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે, પરંતુ એ અગાઉ પ્રદેશ કોંગ્રેસના માથાનો દુઃખાવો વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધી ચૂંટણીની તારીખોની જાહેરાત થઇ નથી. આ અગાઉ વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે ઇચ્છુક લોકોની ભીડ ઉમટી પડી છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ એકાઇ પાસે અત્યાર સુધી 2000 કરતા વધુ લોકોની અરજી આવી ચૂકી