ઇલેક્ટ્રિક ગાડીમાં ફરિયાદો બાદ કેન્દ્રએ Olaને મોકલી નોટિસ,15 દિવસમાં માગ્યો જવાબ
કેન્દ્ર સરકારે Ola ઇલેક્ટ્રિક વિરુદ્ધ ફરિયાદ પર શૉ-કોઝ નોટિસ ફટકારી છે. સેન્ટ્રલ કન્ઝ્યૂમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)એ હજારો ફરિયાદ મળ્યા બાદ કાર્યવાહી કરી છે. આ નોટિસ 3 ઓક્ટોબરે આપવામાં આવી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે Olaએ સેવાની કમીઓ, ભ્રામક જાહેરાતો, અનુસૂચિત ટ્રેડ પ્રેક્ટિસ અને કન્ઝ્યૂમર રાઇટ્સનું ઉલ્લંઘન કર્યું છે.