કોમી રમખાણો

19 Oct, 2016
12:00 AM

મોહનદાસ કરમચંદ ગાંધી

PC: inwordy.com

જે નિરંકુશ ગુંડાશાહી ત્યાં ચાલી રહી છે તે એક અનેકમુખી રાક્ષસ છે. અંતે તે સૌને - તે કરનારાઓને પણ - હાનિ પહોંચાડે છે.

બેમાંથી એક જ પક્ષ જો સામો એવો જ પ્રતિકાર કરવાનું માંડી વાળે, તો તોફાનો ચાલે નહીં ને આગળ વધતાં તરત અટકી જાય.

ખોટાં કામ કરનારની સામે બદલો લેવાને ખાતર તેના ધર્મવાળાની હિંસા કરવી, એ નામરદાઈનું કામ છે.

મુસલમાનોમાં કે હિંદુઓમાં શું, એવા માણસો પડેલા જ હોય જેઓ પંડે સદાચારી હોઈ આવા (ગુંડા) લોકોમાં કામ કરવાનું માથે લે.

ગુંડાઓનો પણ આપણે હૃદયપલટો કરીશું તથા તેમને આપણા કાબૂમાં લઈશું.

ઈસ્લામ શું, હિંદુ શું કે બીજો કોઈ ધર્મ શું, કોઈ પણ સાચા ધર્મમાં ગુંડાગીરીને કોઈ જાતનું સ્થાન નથી.

માનવકુટુંબ

જીવનમાં સુલેહથી જીવવાનો સોનેરી નિયમ આખાયે માનવકુટુંબ સાથે ભાઈચારાથી એક કુટુંબના અંગ બનીને રહેવાનો છે. જે પોતાના અને બીજાના કુટુંબની વચ્ચે અંતર રાખે છે, તે પોતાના કુટુંબને ખોટી કેળવણી આપે છે અને કુસંપ, કડવાશ, અશાંતિ અને અધર્મનો રસ્તો મોકળો કરી આપે છે.

સાંપ્રદાયિકતા

રાષ્ટ્રવાદ સંપ્રદાયવાદ કરતાં મોટો છે અને એ દૃષ્ટિએ આપણે સૌપ્રથમ હિંદી છીએ, અને ત્યાર પછી જ હિંદુ, મુસલમાન, પારસી અને ખ્રિસ્તી છીએ.

રાજ્ય બેશક 'સેક્યુલર' હોવું જોઈએ... રાજ્યમાં વસતો કોઈ પણ નાગરિક રાજ્યના અથવા મુલકના સામાન્ય

કાનૂનને વફાદાર રહે ત્યાં સુધી તેને કોઈ પણ પ્રકારની અડચણ અથવા અંતરાય વિના પોતાનો ધર્મ પાળવાનો હક હોવો જોઈએ.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.