Top 25 ટેસ્ટ બેટ્સમેનની યાદીના આ અંકના પાંચ હીરલા

26 Sep, 2015
12:00 AM

મસ્‍ઉદ વોરાજી

PC:

જે વાચકો પહેલા દિવસથી આ લિસ્ટને ફૉલો કરે છે તેઓ તો આ લેખમાળા વિશે માહિતગાર હશે જ પરંતુ જે લોકો પહેલી વાર આ લેખ વાંચી રહ્યા છે એ લોકો માટે સૌથી પહેલા એ જાણવું જરૂરી છે કે, અમે આ યાદી કઈ પદ્ધતિથી તૈયાર કરી છે અને અત્યાર સુધી કોણ કોણ આ યાદીમાં સ્થાન પામ્યું છે. એમની સરળતા માટે અમે અહીં ગયા ત્રણ અંકોની લિંક પણ શેર કરી રહ્યા છીએ, જેના પરથી તમને આ યાદીની ફોર્મ્યુલા તેમજ યાદીમાં સ્થાન પામેલા ક્રિકેટર્સ વિશેની જાણકારી મળશે.

 

રેટિંગ સિસ્ટમ વિશે માહિતીઃ  http://www.khabarchhe.com/magazine/top-25-test-batsman/

Top 25 બેટ્સમેન- 21થી 25: http://www.khabarchhe.com/magazine/best-of-25-bastmen-part-1/

Top 25 બેટ્સમેન- 16 થી 20:  http://www.khabarchhe.com/magazine/list-of-great-batsman-from-dravid-to-ken-barrington/

 

તો હવે નજર કરીએ આજના અંકના બેટ્સમેન પર

 15. સ્ટીવ વૉગઃ (ઓસ્ટ્રેલિયા) (1985-2004)

  • Career Length (Days): 6581
  • Percentage of team's matches played: 89%
  • Career Average: 51.06
  • Adjusted career average: 49.80
  • Adjusted away average: 55.24
  • Adjusted top-opposition average: 46.51
  • Top Tier centuries: 5
  • Second tier centuries: 3
  • Third tier centuries: 18
  • Significant innings: 62 (rank 3)
  • Significant innings per match: 0.37
  • Great innings: 3

ત્રીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, માન્ચેસ્ટર, જુલાઈ 3-7, 1997, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.61 (પહેલી ઈનિંગ)

ત્રીજી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ઓસ્ટ્રેલિયા, પોર્ટ ઑફ સ્પેન, એપ્રિલ 21-23, 1995, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.70

ચોથી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ ઓસ્ટ્રેલિયા, કિંગ્સ્ટન, એપ્રિલ, 29- મે 3, 1995, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.22

  • Innings worth average: 3.17
  • 25 Test peak adjusted average: 84.14 (1993-1996) (rank 2)
  • 50 Test peak adjusted average: 65.38 (1993-1998) (rank 4)
  • Quality Points: 580
  • Career Points: 125
  • Peak Points: 150 (rank 6)
  • TOTAL POINTS: 855

ઓસ્ટ્રેલિયાના શ્રેષ્ઠત્તમ સુકાનીઓમાંનો એક સ્ટીવ વૉગ આ યાદીમાં પંદરમાં ક્રમે સ્થાન પામે છે, જેની પાછળ નેવુંના દાયકાની તેની નોંધપાત્ર રમત જવાબદાર છે. જે દરમિયાન તે ડૉન બ્રેડમેન બાદની શ્રેષ્ઠ એવરેજ કહી શકાય એવી 80ની એવરેજથી રમ્યો હતો.આ ઉપરાંત ઘણી મેચોમાં નોટ આઉટ રહેવાને કારણે તેને કરિયર એવરેજમાં પણ ફાયદો મળ્યો છે. અને હકીકતમાં 25 ટેસ્ટમેચના શ્રેષ્ઠકાળ દરમિયાન તેણે માત્ર ઈનિંગ દીઠ માત્ર 58 રન ફટકાર્યા હતા. વિદેશની ધરતી પર પણ એની રમત સરાહનીય રહી છે. ક્રિકેટના ઈતિહાસકારો તેની શ્રેષ્ઠ ઈનિંગોમાંની બે શ્રેષ્ઠ ઈનિંગ વર્ષ 1995ના વેસ્ટઈન્ડિઝના પ્રવાસ દરમિયાન રમાયેલી બે ટેસ્ટને ગણે છે, જે સિરીઝમાં ઓસ્ટ્રેલિયા ટેસ્ટ ચેમ્પિયનનું ટાઈટલ જીત્યું હતું. પોતાની શાનદાર શરૂઆતને પગલે સ્ટીવ વૉગ શરૂઆતથી જ વિશ્વના ઉત્તમ ખેલાડી તરીકેની ખ્યાતિ પામ્યો હતો. તેની 62 સિગ્નિફિકન્ટ ઈનિંગ્સનો આંકડો વિશ્વના ત્રીજા ક્રમનો છે, જેમાંની 49 ઈનિંગ્સમાં તેની ટીમ ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી હતી. આ કારણે પણ સ્ટીવ ઉત્તમ ખેલાડીઓમાં સ્થાન પામે છે.

વાચકોએ એ નોંધ પણ લેવી જોઈએ કે, પિક રેટિંગના આંકડા માત્ર એવરેજ જ નહીં પરંતુ એ ખેલાડી કેટલા વર્ષો સુધી સારું રમ્યો છે, તેણે કેટલી સદીઓ ફટકારી છે અને એ સિગ્નિફિકન્ટ કહી શકાય એવી કેટલી ઈનિંગ રમ્યો છે એના પર આધાર રાખે છે.

14. હર્બટ સ્ટ્ક્લિફ (ઈંગ્લેન્ડ ) (1924-1935)

  • Career Length (Days): 4032
  • Percentage of team's matches played: 68%
  • Career Average: 60.73
  • Adjusted career average: 56.46 (rank 6)
  • Adjusted away average: 56.19 (rank 8)
  • Adjusted top-opposition average: 61.94 (rank 5)
  • Top Tier centuries: 5
  • Second tier centuries: 3
  • Third tier centuries: 5
  • Significant innings: 22
  • Significant innings per match: 0.41
  • Great innings: 0
  • Innings worth average: 3.74
  • 25 Test peak adjusted average: 59.00 (1926-1932)
  • 50 Test peak adjusted average: 58.31 (1924-1934)
  • Quality Points: 665
  • Career Points: 53
  • Peak Points: 141
  • TOTAL POINTS: 859

હર્બટ સ્ટ્ક્લિફનો રેકોર્ડ કેન બેરિંગટના રેકોર્ડની લગોલગ છે, જેમાં તેની એવરેજ ખૂબ જ વધુ છે. આ એવરેજમાં અપ્રતિમ T/O એવરેજને પણ ગણતરીમાં લેવાય છે. જોકે આ ખેલાડીની ગ્રેટ ઈનિંગ કહી શકાય એવી ઈનિંગ ન હતી. છતાં હર્બટની ત્રણ નોંધપાત્ર ઈનિંગ એવી હતી, જેમાં તેને દસથી વધુનું રેટિંગ મળ્યું છે. જેમાં 11.80નું રેટિંગ પહેલી બોડીલાઈન કહેવાતી ટેસ્ટ મેચમાં એણે ફટકારેલા 194 માટે આપવામાં આવ્યું છે. એના 50+ના સ્કોર ચાળીસ રન હિસાબે top 25માં સૌથી નીચલા ક્રમે આવે છે. જોકે આ ફોર્મ્યુલા મને એટલા માટે વધારે ગમે છે કે, જેના કારણે અલગ અલગ પ્રકારના બેટ્સમેનોની તુલના ઘણા પરિબળોને ધ્યાનમાં રાખીને કરી શકાય છે. પહેલા પંદર ખેલાડીઓની યાદીમાં સ્થાન મેળવવા માટે સ્ટક્લિફ એકદમ યોગ્ય ખેલાડી છે. કારણ કે કરિયર એવરેજ કરતા T/O એવરેજ વધુ ધરાવતા પચાસ ખેલાડીઓની યાદીમાં જો અગિયાર ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવે તો એમાંનો એક ખેલાડી હર્બટ હશે. એના કાળમાં શ્રેષ્ઠ બોલિંગ સામે તેનો રેકોર્ડ અપ્રતિમ રહ્યો છે, જ્યાં તેર મેચોમાં 70.67ની એવરેજે ઘણું સારું પ્રદર્શન કર્યું છે.

13. ગ્રેગ ચેપલ (ઓસ્ટ્રેલિયા) (1970-1984)

  • Career Length (Days): 4770
  • Percentage of team's matches played: 73%
  • Career Average: 53.86
  • Adjusted career average: 53.11
  • Adjusted away average: 50.71
  • Adjusted top-opposition average: 51.98
  • Top Tier centuries: 6
  • Second tier centuries: 7
  • Third tier centuries: 11
  • Significant innings: 35
  • Significant innings per match: 0.40
  • Great innings: 4

બીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ, જૂન 22-26, 1972, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 13.90

ચોથી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટ ઈન્ડિઝ, સિડની, જાન્યુઆરી, 3-7, 1976, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 17.77

પહેલી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ભારત, જાન્યુઆરી, 2-4, 1981, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો14.46

ત્રીજી ટેસ્ટઃ ન્યુઝીલેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, ક્રાઈસ્ટ ચર્ચ, માર્ચ19-22, 1982, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 19.43

  • Innings worth average: 3.56
  • 25 Test peak adjusted average: 61.33 (1973-1977)
  • 50 Test peak adjusted average: 55.90 (1972-1980)
  • Quality Points: 625
  • Career Points: 107
  • Peak Points: 137
  • TOTAL POINTS: 869

આ યાદીમાં ચેપલ તેરમાં ક્રમે આવ્યો હોવા છતાં એના ચાહક તરીકે આપણને ઓછું આવી જાય કે, આ ખેલાડી આ યાદીમાં હજુ આગળના ક્રમે હોવો જોઈતો હતો. ચેપલની કારકિર્દીના ઉત્તમ સમયગાળા દરમિયાન જ WSC (વર્લ્ડ સિરીઝ ક્રિકેટ)ની પણ શરૂઆત થઈ હતી, જેમાંની ઘણી મેચો ચેપલે મિસ કરી હોવા છતાં તેણે ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. જો ચેપલ એ મેચો વધુ રમ્યો હોત તો તે જરૂર જ ટોપ 10માં સ્થાન મેળવી શક્યો હોત. બીજા ખેલાડીઓની સરખામણીએ ચેપલની રમતનો પીક સમયગાળો બહુ વખાણવાયોગ્ય નથી પરંતુ સતત 14 વર્ષની સમતોલ રમતને કારણે તે આપોઆપ જ ઉત્તમ બની રહે છે. તેની પચીસ મેચોની લોએસ્ટ એજસ્ટેડ એવરેજ 46.87 છે.

12. રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) (1995-2012)

  • Career Length (Days): 6202
  • Percentage of team's matches played: 87%
  • Career Average: 51.85
  • Adjusted career average: 48.00
  • Adjusted away average: 44.11
  • Adjusted top-opposition average: 44.71
  • Top Tier centuries: 3
  • Second tier centuries: 13
  • Third tier centuries: 17
  • Significant innings: 71 (rank 1)
  • Significant innings per match: 0.42
  • Great innings: 4

પહેલી ટેસ્ટઃ શ્રીલંકા વિ. ઓસ્ટ્રેલિયા, કેન્ડી, સપ્ટેમ્બર, 9-11, 1999, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 13.98

ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. પાકિસ્તાન, પર્થ, નવેમ્બર, 26-28, 1999, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 14.09

ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈન્ડિયા, મેલબર્ન, ડિસેમ્બર, 26-30, 2003 ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 15.06

ત્રીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, માન્ચેસ્ટર, ઓગસ્ટ, 11-15, 2005 ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.54

 

  • Innings worth average: 3.16
  • 25 Test peak adjusted average: 70.60 (2004-2006)
  • 50 Test peak adjusted average: 66.37 (rank 3) (2002-2006)
  • Quality Points: 570
  • Career Points: 149
  • Peak Points: 158
  • TOTAL POINTS: 877

હજુ થોડા સમય પહેલા જ રિટાયર્ડ થયેલો ઓસ્ટ્રેલિયાનો આ બેટ્સમેન આ ફોર્મ્યુલા રેટિંગ પ્રમાણે બ્રેડમેન પછીનો બીજો શ્રેષ્ઠ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન છે. પોન્ટિંગની એવરેજ સારી હોય કે ન હોય પણ ઘણી બધી સિગ્નિફિકન્ટ ઈનિંગ અને પચાસ ટેસ્ટનો પીક સમયગાળો આપણને એના માટે સન્માન ઉપજાવે એવો છે. આ પીક રેટિંગ ખરેખર 74.48ના આંકડાથી એડજસ્ટ કરી છે, જે ખરેખર સરાહનીય છે. જોકે આ કંઈ પોન્ટિંગના વધુ પડતા વખાણ નથી. રિટાયર્ડ થતાં પહેલા પોન્ટિંગે પણ પોતાની જાતને મેદાન પર સાબિત કરી જ છે. જો પોન્ટિંગે જલદી રિટાર્યડમેન્ટ જાહેર ન કરી હોત તો આજે તે આ યાદીમાં પ્રથમ દસમાં સ્થાન પામ્યો હોત. જોકે એને રમત સાથે ઘણો પ્રેમ હતો પરંતુ એના જવા પછી ઓસ્ટ્રેલિયાની ટીમમાં એના જેવો અને ડોન બ્રેડમેન જેવો બીજો ખેલાડી થશે ખરો?

11. જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) (1995- અત્યાર સુધી)

  • Career Length (Days): 6272
  • Percentage of team's matches played: 90%
  • Career Average: 55.37
  • Adjusted career average: 52.10
  • Adjusted away average: 50.77
  • Adjusted top-opposition average: 46.04
  • Top Tier centuries: 7 (rank 9th=)
  • Second tier centuries: 9
  • Third tier centuries: 16
  • Significant innings: 63 (rank 2)
  • Significant innings per match: 0.39
  • Great innings: 3

પહેલી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, એડિલેડ, ડિસેમ્બર, 14-18, 2001, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.95

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, મેલબર્ન, ડિસેમ્બર, 26-29, 2001, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.61

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, ડર્બન, ડિસેમ્બર, 26-30, 2004, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 15.43

  • Innings worth average: 3.37
  • 25 Test peak adjusted average: 73.17 (2003-2006)
  • 50 Test peak adjusted average: 63.50 (2002-2007)
  • Quality Points: 596
  • Career Points: 134
  • Peak Points: 150
  • TOTAL POINTS: 880

ક્રિકેટની વિવિધ ફોરમો પર થતી ચર્ચામાં જેક કાલિસને વખોડનારાઓ એને સ્વાર્થી ખેલાડી કહે છે તેમજ એના સ્કોરિંગ રેટને થોડો નીંચો આંકે છે. પરંતુ હાલના વર્ષોની એની રમત પર નજર કરીએ તો ખ્યાલ આવશે કે, તેની ટીમની ગણના મુજબ તેણે પોતાનો સ્કોરિંગ રેટ ઘણો ઊંચો કર્યો હતો. એના તરફદારો એના રેકોર્ડ્સ તરફ આંગળી ચિંધીને એની પ્રશંસા કરી શકે છે. એની રમતના આંકડા તરફ નજર કરીએ તો કાલિસ ટોપ ટેનની આજુબાજુમાં સ્થાન પામવાને યોગ્ય છે જ. જોકે તેની ઓવરઓલ એવરેજ કરતા તેની T/O એવરેજ ઓછી હોવાને કારણે એને રેટિંગમાં થોડો માર પડ્યો છે. એની 63 સિગ્નિફિકન્ટને ધ્યાનમાં રાખતા તેની શ્રેષ્ઠ ઈનિંગ્સ ઓછી છે. ગ્રેટ ગણી શકાય એવી એની બે ઈનિંગ દરમિયાન નસીબજોગ એની ટીમની હાર થઈ હતી એટલે હવે એ સવાલ ઊભો થાય છે કે, કાલિસની એ બે ઈનિંગ્સને ગ્રેટ ઈનિંગમાં ગણવી કે નહીં. જોકે હાલના સમયમાં ટેસ્ટ બેટિંગમાં જેક કાલિસ એ શ્રેષ્ઠ બેટ્સમેન છે એ વાતને કોઈ ન જ નકારી શકે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.