એક નાનકડા બ્રેક પછી ચાલો ફરી જઈએ Top 25 બેટ્સમેનની સફરે

10 Oct, 2015
12:00 AM

મસ્‍ઉદ વોરાજી

PC:

આશા રાખું છું કે, આ ચાલી આવતી શૃંખલા વિશે તમને ખબર જ હશે. તો પણ જો કદાચ કોઈક પહેલીવાર આ લેખ વાંચી રહ્યું હોય તો એમના માટે એ જાણવું જરૂરી બની રહે છે કે, આ રેટિંગ સિસ્ટમ શું છે. અને અત્યાર સુધીમાં આ યાદીમાં કયા કયા ખેલાડીઓને સ્થાન અપાયા છે. 

 

રેટિંગ સિસ્ટમની સમજણ આપતો લેખઃ http://www.khabarchhe.com/magazine/top-25-test-batsman/

Top 25 બેટ્સમેન: 21 thi 25:  http://www.khabarchhe.com/magazine/best-of-25-bastmen-part-1/

Top 25 બેટ્સમેન:16 to 20:  http://www.khabarchhe.com/magazine/list-of-great-batsman-from-dravid-to-ken-barrington/

Top 25 બેટ્સમેન: 11 to 15:  http://www.khabarchhe.com/magazine/5-star-batsmen-of-this-issue-from-top-25-test-batsmen-list/

 

તો ચાલો આજના અંકમાં કયા કયા ખેલાડીઓને સ્થાન મળે છે એ જોઈએ.

10 સચીન તેન્દુલકર (ભારત) (1989-2013) 

  • Career Length (Days): 8610
  • Percentage of team's matches played: 92%
  • Career Average: 53.78
  • Adjusted career average: 50.77
  • Adjusted away average: 51.47
  • Adjusted top-opposition average: 48.79
  • Top Tier centuries: 18 (rank 1)
  • Second tier centuries: 6
  • Third tier centuries: 16
  • Significant innings: 58 (rank 4)
  • Significant innings per match: 0.29
  • Great innings: 7 (rank 5th=)

બીજી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા વિ. ભારત, જોહાનિસબર્ગ, નવેમ્બર 26-30, 1992, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 12.73

પહેલી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ ભારત, બર્મિંગહામ, જૂન 6-9, 1996, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 14.31

બીજી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા વિ ભારત કેપટાઉન, જાન્યુઆરી 2-6, 1997, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 15.48

પહેલી ટેસ્ટઃ ભારત વિ. પાકિસ્તાન, જાન્યુઆરી 28-31, 1999, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 16.78

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ભારત, મેલબર્ન, ડિસેમ્બર, 26-30, 1999, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈનફો, 13.37

પહેલી ટેસ્ટઃ બાંગ્લાદેશ વિ. ભારત, ઢાકા, ડિસેમ્બર, 10-13, 2004, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈનફો, 14.51

બીજી ટેસ્ટઃ ભારત વિ. ઓસ્ટ્રેલિયા બેંગ્લુરુ, ઓક્ટોબર, 9-13, 2010, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈનફો, 14.39

  • Innings worth average: 3.46
  • 25 Test peak adjusted average: 69.61 (1999-2002)
  • 50 Test peak adjusted average: 63.62 (1997-2002)
  • Quality Points: 591
  • Career Points: 150 (max points allowed, 180 actual points)
  • Peak Points: 145
  • TOTAL POINTS: 886 

અરે આ શું થઈ ગયું? આપણા સૌનો લાડકો સચીન આ યાદીમાં દસમાં ક્રમે? આ તો કંઈ વાત થઈ યાર? જરૂર આમાં કોઈ લોચા થયાં હોવા જોઈએ, નહીંતર ભારતમાં ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા આ ખેલાડીને આટલું પાછળ સ્થાન અપાતું હશે? સચીનનો આ ક્રમ વાંચીને કોઈને પણ ઝટકો લાગી શકે છે. પરંતુ શું કરીએ યાર, આંકડાકીય અભ્યાસ કંઈક જુદી જ હકીકત બયાં કરે છે. અને જેમ આયના જૂઠ નહીં બોલતા એમ આંકડાય ક્યારે જૂઠ નથી બોલતા! ખૈર, તો આંકડા તરફ એક નજર કરીએ. અત્યંત અદ્દભુત તો નહીં કહી શકાય પરંતુ લાંબી કરિયરને કારણે સચીનની એવરેજ પ્રમાણમાં સારી કહી શકાય એવી છે. જોકે લાંબી કરિયરને હિસાબે સચીનની સિગ્નિફિકન્ટ ઈનિંગ્સ પર મેચ રેટિંગ ઘણી ઓછી કહેવાય. ઓછી સિગ્નિફિકન્ટ ઈનિંગ્સનું એક કારણ એ પણ ગણી શકાય કે, ભારતને મેચ જીતવા માટે તે ઈનિંગ્સની ખાસ મદદ મળી નથી. સચીન આ યાદીમાં ટોપ ટેનમાં સ્થાન પામ્યો એ પાછળ મુખ્ય કારણ છે સચીનની લાંબી કરિયર અને મહત્ત્વની ટીમો સામે તેણે ફટકારેલી સદીઓ! આ યાદીમાં સચીન બીજો એવો ખેલાડી છે, જેને  150 કરિયર પોઈન્ટ્સ મળ્યાં હોય. જોકે પ્રશ્ન ત્યારે આવીને ઊભો રહે છે જ્યારે આપણે ક્વોલિટી પોઈન્ટ્સ ઉપર નજર કરીએ ત્યારે લાગે છે કે, લાંબી કરિયરને કારણે સચીનનું નુકશાન તો થયું જ છે. વર્ષ 2010 પછી સચીનની કોઈ જ મુખ્ય ઈનિંગ આવી નહોતી. જો સચીન 2010માં રિટાયર્ડ થઈ ગયો હોત તો આ યાદીમાં એનું રેટિંગ લગભગ Top 6માં થઈ શક્યું હોત.

કુમાર સંગાકારા (શ્રીલંકા) (2000-2015)

  •  Career Length (Days): 5350
  • Percentage of team's matches played: 98%
  • Career Average: 57.40
  • Adjusted career average: 52.12
  • Adjusted away average: 47.92
  • Adjusted top-opposition average: 49.33
  • Top Tier centuries: 5
  • Second tier centuries: 8
  • Third tier centuries: 9
  • Significant innings: 45 (rank 9th=)
  • Significant innings per match: 0.38
  • Great innings: 9 (rank 2nd=) 

ફાઈનલઃ પાકિસ્તાન વિ. શ્રીલંકા, લાહોર, માર્ચ 6-10, 2002, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.84

બીજી ટેસ્ટઃ શ્રીલંકા વિ. દક્ષિણ આફ્રિકા, કોલંબો(એસએસસી), ઓગસ્ટ, 11-15, 2004, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.70

પહેલી ટેસ્ટઃ ન્યુઝીલેન્ડ વિ. શ્રીલંકા, ક્રાઈસ્ટ ચર્ચ, ડિસેમ્બર, 7-9, 2006, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 15.67

બીજી ટેસ્ટઃ ન્યુઝીલેન્ડ વિ. શ્રીલંકા, વિલિંગ્ટન, ડિસેમ્બર, 15-18, 2006, સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 19.08

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. શ્રીલંકા, હોબર્ટ, નવેમ્બર, 16-20, 2007, સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 15.02

પહેલી ટેસ્ટ, શ્રીલંકા વિ. ઈંગ્લેન્ડ, કેન્ડી, ડિસેમ્બર, 1-5, 2007, સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 17.23 (પહેલી ઈનિંગ)

પહેલી ટેસ્ટ, પાકિસ્તાન વિ. શ્રીલંકા, અબુધાબી, ઓક્ટોબર, 18-22, 2011, સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 16.15

બીજી ટેસ્ટઃ સાઉથ આફ્રિકા વિ. શ્રીલંકા, ડર્બન, ડિસેમ્બર, 26-29, 2011, સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.65

પહેલી ટેસ્ટઃ શ્રીલંકા વિ. પાકિસ્તાન, ગોલ, જૂન 22-25, 2012, સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.93

  • Innings worth average: 3.75 (rank 9th=)
  • 25 Test peak adjusted average: 67.70 (2006-2009)
  • 50 Test peak adjusted average: 62.18 (2006-2012)
  • Quality Points: 609
  • Career Points: 131
  • Peak Points: 148
  • TOTAL POINTS: 887

સંગાકારાને ગુજરાતી આવડતું હોત તો આ વાંચીને એણે પણ વાળ ખંજવાળ્યાં હોત કે, ‘અલા, આ તે કયા પ્રકારની યાદી છે, જેમાં હું સચીન, કાલિસ અને પોન્ટિંગ જેવા ધુરંધરોથી પણ આગળ છું!’ જોકે આ કોઈ ખ્યાલી પુલાવ તો નથી જ કે આપણને મન થયું એટલે, ચાલો સંગાકારાને નવમાં સ્થાને મૂકી દીધો! સૌથી પહેલા તો આપણે એ નોંધવું પડે કે, સ્ટાઈલિશ સંગાકારા રમત રમતમાં શ્રેષ્ઠ ઈનિંગ્સ રમી જતો. પોતાની કરિયર દરમિયાન આ ખેલાડી કુલ નવ શ્રેષ્ઠ ઈનિંગ્સ રમ્યો છે, જે ઘણું સારું કહેવાય. આ ઉપરાંત સંગાકારાને લાંબી લાંબી ઈનિંગ્સ રમવાની આદત હતી અને એની આવી ઈનિંગ્સને કારણે એની ટીમને પણ ઘણી મદદ મળી છે.

8 વિવ રિચર્ડ્સ (વેસ્ટઈન્ડિઝ) (1974-1991)

  • Career Length (Days): 6103
  • Percentage of team's matches played: 87%
  • Career Average: 50.23
  • Adjusted career average: 49.87
  • Adjusted away average: 51.11
  • Adjusted top-opposition average: 52.32
  • Top Tier centuries: 2
  • Second tier centuries: 8
  • Third tier centuries: 14
  • Significant innings: 45 (rank 9=)
  • Significant innings per match: 0.37
  •  Great innings: 6

બીજી ટેસ્ટઃ ભારત વિ. વેસ્ટઈન્ડિઝ, દિલ્હી, ડિસેમ્બર, 11-15, 1974, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 13.44

પાંચમી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. વેસ્ટઈન્ડિઝ, ધ ઓવલ, ઓગસ્ટ, 12-17, 1976, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 13.76

ચોથી ટેસ્ટઃ પાકિસ્તાન વિ વેસ્ટઈન્ડિઝ, મુલતાન, ડિસેમ્બર, 30, 1980થી જાન્યુઆરી 4, 1981, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.69

થર્ડ ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ઈંગ્લેન્ડ, બ્રિજટાઉન, માર્ચ, 13-18, 1981, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 15.28

ચોથી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટઈન્ડિઝ, મેલબર્ન, 22-27, 1984, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.62

પહેલી ટેસ્ટઃ ભારત વિ. વેસ્ટઈન્ડિઝ, દિલ્હી, નવેમ્બર, 25-29, 1987, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.97

  • Innings worth average: 3.59
  • 25 Test peak adjusted average: 74.27 (1976-1980) (rank 5th)
  • 50 Test peak adjusted average: 61.88 (1976-1984)
  •  Quality Points: 615
  • Career Points: 131
  • Peak Points: 150 (rank 5th)
  • TOTAL POINTS: 896

તે જમાનામાં જે રીતે વિવ રિચર્ડ્સ બોલર્સને ઝૂડી નાંખતો એ જોતા તો એવું જ લાગે છે કે, એને બોલર્સ માટે કોઈ માન જ નથી! આ યાદી તૈયાર કરતી વખતે જો મારું ચાલ્યું હોત તો, વિવ રિચર્ડ્સને હું ત્રીજા ક્રમાંકે સ્થાપિત કરતે. પણ અહીં આપણી લાગણીને કોઈ સ્થાન નથી, અહીં તો આંકડા બોલે છે એટલે આપણાથી વિવની તરફદારી કરી શકાય એમ નથી! મજબૂત વિરોધી ટીમ અને મહત્ત્વની વિદેશ ટૂરની એની એવરેજનું રેટિંગ એટલું બધું ઊંચું છે કે, એવું ઘણી વખત બન્યું છે કે, રિચર્ડ્સના પ્રદર્શનને કારણે જ વેસ્ટઈન્ડિઝ મેચ જીતી શક્યું છે. વર્ષ 1976-1980ના ગાળામાં રિચર્ડ્સની 25 ટેસ્ટ મેચની જેટલી પિક રહી હતી એટલું પ્રભુત્વ લગભગ જ કોઈ બીજા બેટ્સમેનનું રહ્યું હશે. આ સમયગાળા દરમિયાન વર્લ્ડ સિરીઝને કારણે પણ રિચર્ડ્સે કેટલીક મેચ ગુમાવી હતી, બાકી તેના આંકડા હજુ અસરકારક હોત. રિચર્ડ્સના આંકડા ભલે તમને ઓછા અસરકારક લાગે, પરંતુ જેમણે રિચર્ડ્સને રમતો જોયો છે તે લોકો એમ જરૂર જ કહેશે કે, રિચર્ડ્સ જેવો પાવરફુલ બેટ્સમેન ક્રિકેટ જગતામાં બીજો કોઈ ન હોઈ શકે.

7  વોલી હેમોન્ડ (ઈંગ્લેન્ડ) (1927-1947)

  •  Career Length (Days): 7027
  • Percentage of team's matches played: 86%
  • Career Average: 58.45
  • Adjusted career average: 54.35
  • Adjusted away average: 63.78 (rank 2nd)
  • Adjusted top-opposition average: 45.61
  • Top Tier centuries: 2
  • Second tier centuries: 3
  • Third tier centuries: 11
  • Significant innings: 29
  • Significant innings per match: 0.34
  • Great innings: 7 (rank 5=)

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, સિડની, ડિસેમ્બર, 14-20, 1928, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.86

થર્ડ ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, મેલબર્ન, ડિસેમ્બર, 29, 1928 – જાન્યુઆરી 5, 1929, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.59

ચોથી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, એડિલેડ, ફેબ્રુઆરી, 1-8, 1929, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.69 (બીજી ઈનિંગ)

બીજી ટેસ્ટઃ ન્યુઝીલેન્ડ વિ. ઈંગ્લેન્ડ, ઓકલેન્ડ, માર્ચ 31, એપ્રિલ, 3, 1933, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 15.73

પહેલી ટેસ્ટઃ વેસ્ટ ઈન્ડિઝ વિ. ઈંગ્લેન્ડ, બ્રિજટાઉન, જાન્યુઆરી, 8-10, 1935, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.91

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, સિડની, ડિસેમ્બર 18-22, 1936, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 16.05

બીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ જૂન, 24-28, 1938, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.86

  • Innings worth average: 3.62
  • 25 Test peak adjusted average: 67.99 (1933-1937)
  • 50 Test peak adjusted average: 62.26 (1928-1936) (rank 10th) 
  • Quality Points: 632
  • Career Points: 122
  • Peak Points: 149 (rank 8th)
  • TOTAL POINTS: 902

બ્રેડમેન પછી જો એ જમાનામાં કોઈ નંબર ટુ બેટ્સમેન હોય તો એ હતો ઈંગ્લેન્ડનો લેજેન્ડરી બેટ્સમેન વોલી હેમોન્ડ! ઓસ્ટ્રેલિયાની વર્ષ 1928/29ની ટૂરમાં ત્રણ મહાન ઈનિંગ્સ રમીને 905 રન ફટકાર્યા બાદ આખી દુનિયા હેમોન્ડની નોંધ લેતી થઈ ગઈ.  વર્ષ 1936/37ની એશીઝ સિરીઝમાં હેમોન્ડે ડબલ સેન્ચુરી ફટકારીને એની ટીમને 2-0ની લીડ અપાવી હતી, જોકે એની સામે બ્રેડમેને ત્રણ સેન્ચુરી ફટકારીને ઓસ્ટ્રેલિયાને ત્રણ મેચ જીતવામાં મદદ કરી હતી, જેના પગલે ઓસ્ટ્રેલિયા 3-2થી સિરીઝ જીત્યું હતું. આ એક માત્ર એવો ખેલાડી હતો, કે એ જે કરે એના કરતા વધુ સારું પ્રદર્શન કરીને બ્રેડમેને પોતાની નંબર વનની પોઝિશન જાળવી રાખેલી. હેમોન્ડ પ્રથમ દસ ખેલાડીઓમાં સ્થાન પામ્યો એની પાછળનું એક માત્ર કારણ હતું એની ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ગ્રેટ ઈનિંગ્સ અને ઘણી સારી કહી શકાય એવી ટેસ્ટમેચ એવરેજ, જે એની તાકાત પુરવાર કરે છે. જો બીજા વિશ્વયુદ્ધ પછી આ ખેલાડીએ પાછા આવીને ફરીથી ધોમધોકાર રમત રમીને યોગ્ય સમયે રિટાયર્ડમેન્ટ લીધું હોત તો આજે આ ખેલાડી ટોપ ફાઈવમાં સ્થાન પામ્યો હોત.

6 લેન હટન (ઈંગ્લેન્ડ) (1937-1955)

  • Career Length (Days): 6481
  • Percentage of team's matches played: 85%
  • Career Average: 56.67
  • Adjusted career average: 55.34
  • Adjusted away average: 56.37
  • Adjusted top-opposition average: 63.29
  • Top Tier centuries: 4
  • Second tier centuries: 2
  • Third tier centuries: 8
  • Significant innings: 24
  • Significant innings per match: 0.30
  • Great innings: 6

પાંચમી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ, ઓગસ્ટ, 20-24, 1938, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ઈન્ફો, 16.15

પાંચમી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ, ઓગસ્ટ, 14-18, 1948, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ઈન્ફો, 16.15

ચોથી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ વેસ્ટઈન્ડિઝ, ધ ઓવલ, ઓગસ્ટ, 12-16, 1950,  ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ઈન્ફો, 14.55 

પહેલી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, બ્રિસબન, ડિસેમ્બર, 1-5, 1950, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ઈન્ફો, 16.41

ચોથી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, એડિલેડ, ફેબ્રુઆરી, 2-8, 1951, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ઈન્ફો, 15.72 

પાંચમી ટેસ્ટઃ વેસ્ટ ઈન્ડિઝ વિ ઈંગ્લેન્ડ, કિંગસ્ટન, માર્ચ 30- એપ્રિલ 3, 1954, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ઈન્ફો, 15.57

  • Innings worth average: 3.69
  • 25 Test peak adjusted average: 76.58 (1949-1953)
  • 50 Test peak adjusted average: 64.60 (1947-1954)
  • Quality Points: 651
  • Career Points: 105
  • Peak Points: 147
  • TOTAL POINTS: 903

વિશ્વના બીજા સર્વશ્રેષ્ઠ ઓપનર સર લેન હટન આ યાદીના પહેલા ક્રમે અને ઓવરઓલ છઠ્ઠા ક્રમે બિરાજે છે. હટનને ઈંગ્લેન્ડના પ્રથમ પ્રોફેશનલ કેપ્ટનની પદવી પણ આપી શકાય. વિશ્વયુદ્ધ પછી જ્યારે ઈંગ્લેન્ડની ટીમમાં બેટ્સમેનોનો દુકાળ પડેલો ત્યારે હટને  25 ટેસ્ટમાં 76.58  અને 50 ટેસ્ટમાં 64.60ની અત્યંત પ્રભાવશાળી એવરેજ જાળવી રાખેલી. શ્રેષ્ઠ ટીમો સામે હટનનું પ્રદર્શન ઘણું સારું રહ્યું, જેમાં તેણે 67.14ની એવરેજથી બેટિંગ કરી. હટન અને સ્ટ્ક્લિફ બંને સારા ઓપનર્સ હતા પરંતુ હટને જે બોલિંગ લાઈનઅપનો સામનો કર્યો હતો એવો સામનો સ્ટ્ક્લિફને ભાગે નહોતો આવ્યો, જેના કારણે હટન સ્ટ્ક્લિફ કરતા ગ્રેટ ઈનિંગની ટેલીમાં હટન 6-0થી આગળ છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.