શ્રેષ્ઠ બેટ્સમેન્સની યાદીઃ દ્રવિડથી લઈને કેન બેરિંગટન સુધી

19 Sep, 2015
12:00 AM

મસ્‍ઉદ વોરાજી

PC:

દુનિયાના શ્રેષ્ઠ બેટ્સમેનોની યાદીમાં આજે આપણે જોઈએ અન્ય પાંચ ખેલાડીઓ વિશે, જેમણે એમની શાનદાર બેટિંગ દ્વારા ક્રિકેટ જગત પર પોતાનો દબદબો જાળવી રાખ્યો છે.

20. રાહુલ દ્રવિડ (ભારત) (1996-2012)

  • Career Length (Days): 5696
  • Percentage of team's matches played: 99%
  • Career Average: 52.31
  • Adjusted career average: 48.70
  • Adjusted away average: 49.66
  • Adjusted top-opposition average: 43.75
  • Top Tier centuries: 7 (rank 9=)
  • Second tier centuries: 2
  • Third tier centuries: 17
  • Significant innings: 56 (rank 5)
  • Significant innings per match: 0.34
  • Great innings: 7 (rank 5=)

બીજી ટેસ્ટઃ ભારત વિ. ઓસ્ટ્રેલિયા, કોલકાતા, માર્ચ, 11-15, 2001, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.37

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ભારત, એડિલેડ, ડિસેમ્બર, 12-16, 2003, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 18.50

ત્રીજી ટેસ્ટઃ પાકિસ્તાન વિ. ભારત, રાવલપિંડી, એપ્રિલ 13-16, 2004,ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 16.11

ચોથી ટેસ્ટઃ ભારત વિ. ઓસ્ટ્રેલિયા, મુંબઈ, નવેમ્બર, 3-5, 2004,ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.61 (પહેલી ઈનિંગ)

પહેલી ટેસ્ટઃ ભારત વિ. શ્રીલંકા, અમદાવાદ, નવેમ્બર, 16-20, 2009,ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.18

પહેલી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ઈન્ડિયા, કિંગસ્ટન, જૂન, 20-23, 2011, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.64

ચોથી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઈન્ડિયા, ધ ઓવલ, ઓગસ્ટ, 18-22, 2011, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.7

  • Innings worth average: 3.26
  • 25 Test peak adjusted average: 69.01 (2002-2005)
  • 50 Test peak adjusted average: 63.10 (2000-2005) (rank 9)
  • Quality Points: 556
  • Career Points: 142
  • Peak Points: 139
  • TOTAL POINTS: 837

પંદર વર્ષથી વધુના સમય સુધી ભારત તરફથી રમેલો ‘ધ વોલ’ રાહુલ દ્રવિડ તેની મહત્ત્વની ઈનિંગ્સના કારણે વર્લ્ડ ક્રિકેટના ટોપ રેન્કિંગમાં રહ્યો છે. જોકે દ્રવિડ તેની ક્ષમતા પ્રમાણે કારકિર્દીમાં ઝાઝી મહત્ત્વની ઈનિંગ રમી શક્યો ન હતો. વેસ્ટઈન્ડિઝમાં વર્ષ 2006માં એણે ફટકારેલી બે અર્ધ શતકને અનુક્રમે 12.46 અને11.12નું રેટિંગ આપવામાં આવ્યું છે. શ્રેષ્ઠ બોલિંગ એટેકની સામે તેની એવરેજ ઓછી હોવાને કારણે તેના ટોપ અપોઝિશન એવરેજ પોઈન્ટ્સમાં પણ ઘટાડો થયો છે. તેની કારકિર્દીના સમયકાળ દરમિયાન ટોપ ટાયર અપોઝિશનની સામે તેની અડજેસ્ટેડ એવરેજ 40.31 છે. ભારતીય ટીમને જરૂર હતી ત્યારે વર્ષ 2004માં મુંબઈમાં ફટકારેલા 31* રન ખરેખર મહત્ત્વની ઈનિંગના સંદર્ભે અત્યંત ઓછા કહી શકાય. છતાં આ ઈનિંગને કારણે તેને 12.50 જેટલા પોઈન્ટ્સ મળ્યાં છે.

19. ઈન્ઝમામ ઉલ હક્ક (પાકિસ્તાન ) (1992-2007)

  • Career Length (Days): 5604
  • Percentage of team's matches played: 88%
  • Career Average: 49.60
  • Adjusted career average: 48.60
  • Adjusted away average: 47.63
  • Adjusted top-opposition average: 45.87
  • Top Tier centuries: 2
  • Second tier centuries: 7
  • Third tier centuries: 11
  • Significant innings: 49 (rank 7)
  • Significant innings per match: 0.41
  • Great innings: 7 (rank 5=)

એકમાત્ર ટેસ્ટઃ ન્યુઝિલેન્ડ વિ.પાકિસ્તાન, હેમિલ્ટન, જાન્યુઆરી, 2-5, 1993, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.63

એકમાત્ર ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા વિ. પાકિસ્તાન, જોહાનિસબર્ગ, જાન્યુઆરી, 19-23, 1995, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 14.50

ત્રીજી ટેસ્ટઃ ઝિમ્બાબ્વે વિ. પાકિસ્તાન, હરારે, ફેબ્રુઆરી, 15-19, 1995, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.50

પહેલી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. પાકિસ્તાન, જ્યોર્જટાઉન, મે, 5-9, 2000, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.68

પહેલી ટેસ્ટઃ પાકિસ્તાન વિ ન્યુઝિલેન્ડ, લાહૌર, મે, 1-3, 2002, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 19.27

ત્રીજી ટેસ્ટઃ પાકિસ્તાન વિ. બાંગ્લાદેશ, મુલતાન, સપ્ટેમ્બર, 3-6, 2003, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 17.36

બીજી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા વિ. પાકિસ્તાન, પોર્ટ એલિઝાબેથ, જાન્યુઆરી, 19-22, 2007, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.63

  • Innings worth average: 3.50
  • 25 Test peak adjusted average: 59.30 (2002-2005)
  • 50 Test peak adjusted average: 59.70 (1999-2005)
  • Quality Points: 575
  • Career Points: 123
  • Peak Points: 142
  • TOTAL POINTS: 839 

જેમ આ વાંચીને તમને આશ્ચર્ય થઈ રહ્યું છે એમ મને પણ પહેલા આવું જ કૌતુક થયેલું. કે શ્રેષ્ઠ બેટ્સમેન્સની યાદીમાં ઈન્ઝમામ ઉલ હક્કનો ક્રમ જાવેદ મિયાંદાદ કરતા પણ આગળ આવે છે. સ્કોરકાર્ડ પર એક નજર કરીશું તો આપણને ખ્યાલ આવશે કે, જ્યારે વર્લ્ડ ક્રિકેટમાં પાકિસ્તાનની ટીમ ઝાઝું ઉકાળી નહોતી રહી ત્યારે આ ખેલાડીએ સૌથી વધુ રન ફટકારીને ટીમને મુસિબતમાંથી ઉગારવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. વર્ષ 1990થી 2000ના એક દાયકામાં ઈન્ઝીએ પાકિસ્તાનની સફળતામાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી છે. જાવેદ મિયાંદાદે ઈન્ઝમામ ઉલ હક્ક કરતા ભલે પાવરફુલ સેન્ચુરીઝ ફટકારી હોય પરંતુ નેવુના દાયકામાં ઈન્ઝમામ ઉલ હક્કે મજબૂત ટીમોની ધૂંવાધાર બોલિંગ સામે પ્રશંસનિય પ્રદર્શન કર્યું હતું. એકરીતે જોવા જઈએ તો ઈન્ઝમામની જે-તે સમયની શ્રેષ્ઠ ટીમો સામે 35.03 (અડજસ્ટેડ 31.46)ની એવરેજ છે, જે જોઈને કોઈ એને ઓછો આંકી શકે છે.

18. એલન બોર્ડર, (ઓસ્ટ્રેલિયા) (1978-1994)

  • Career Length (Days): 5565
  • Percentage of team's matches played: 99%
  • Career Average: 50.56
  • Adjusted career average: 50.44
  • Adjusted away average: 56.23 (rank 7)
  • Adjusted top-opposition average: 48.60
  • Top Tier centuries: 4
  • Second tier centuries: 9
  • Third tier centuries: 13
  • Significant innings: 45 (rank 9th=)
  • Significant innings per match: 0.29
  • Great innings: 7 (rank 5th=)

પહેલી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ.ઓસ્ટ્રેલિયા, નોટિંગહામ, જાન્યુઆરી, 18-21, 1981, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.16

બીજી ટેસ્ટઃ વેસ્ટ ઈન્ડિઝ વિ ઓસ્ટ્રેલિયા, પોર્ટ ઑફ સ્પેન, માર્ચ, 16-21, 1984, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.30 & 13.46

બીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ, જૂન,  27- જુલાઈ 2, 1985, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.57

પહેલી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ન્યુઝિલેન્ડ, બ્રિસબન, નવેમ્બર, 8-12, 1985, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.32

બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈન્ડિયા, મેલબર્ન, ડિસેમ્બર, 26-30, 1985, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો,16.83

બીજી ટેસ્ટઃ ન્યુઝીલેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, ક્રાઈસ્ટચર્ચ, ફેબ્રુઆરી, 28- માર્ચ 4, 1986, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.83 (પહેલી ઈનિંગ)

  • Innings worth average: 3.31
  • 25 Test peak adjusted average: 66.67 (1982-1985)
  • 50 Test peak adjusted average: 61.02 (1982-1988)
  • Quality Points: 578
  • Career Points: 129
  • Peak Points: 135
  • TOTAL POINTS: 841

ઓસ્ટ્રેલિયાની ટીમ જ્યારે એના કપરા સમયનો સામનો કરી રહી હતી ત્યારે અન્ય ખેલાડીઓની સરખામણીએ એલન બોર્ડર થોડો ફોર્મમાં હતો, જ્યારે બોર્ડર વર્ષ 1984-1986 ના ગાળામાં એની 23 મેચોમાંથી 6 શ્રેષ્ઠ ઈનિંગ્સ રમ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ એકમાત્ર એવી ટીમ હતી, જેના કપરા સમયમાં ટીમનો બધો મદાર એકમાત્ર બોર્ડર પર હતો. જોકે આ ખેલાડીની કારકિર્દીની વક્રતા એ છે કે, આ ખેલાડીની મોટાભાગની શ્રેષ્ઠ ઈનિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ જીતી શકી ન હતી. આ કારણે તેની એવરેજ પર પણ અસર થઈ છે. જોકે જો એલન બોર્ડર કોઈ સફળ ટીમનો સભ્ય હોત તો આ ખેલાડી ચોક્કસ જ આ યાદીમાં પ્રથમ દસ ખેલાડીઓમાં સ્થાન પામ્યો હોત.

17. સુનિલ ગાવસ્કર (ભારત) (1971-1987)

  • Career Length (Days): 5851
  • Percentage of team's matches played: 97%
  • Career Average: 51.12
  • Adjusted career average: 49.91
  • Adjusted away average: 50.49
  • Adjusted top-opposition average: 47.43
  • Top Tier centuries: 5
  • Second tier centuries: 4
  • Third tier centuries: 21
  • Significant innings: 34
  • Significant innings per match: 0.27
  • Great innings: 4

પાંચમી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ભારત, પોર્ટ ઑફ સ્પેન, એપ્રિલ, 13-19, 1971, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.50

ચોથી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ભારત, ધ ઓવલ, ઓગસ્ટ 30- સપ્ટેમ્બર 4, 1979, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 17.30

છઠ્ઠી ટેસ્ટ, ઈન્ડિયા વિ. વેસ્ટઈન્ડિઝ, ચેન્નઈ, ડિસેમ્બર, 24-29, 1983, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 19.09

પાંચમી ટેસ્ટ, ઈન્ડિયા વિ. પાકિસ્તાન, બેંગ્લુરું, માર્ચ, 13-17, 1987, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.98

  • Innings worth average: 3.30
  • 25 Test peak adjusted average: 70.78 (1977-1982)
  • 50 Test peak adjusted average: 56.05 (1971-1979)
  • Quality Points: 581
  • Career Points: 120
  • Peak Points: 142
  • TOTAL POINTS: 843

માત્ર પાંચ જ ફુટની ઉંચાઈ ધરાવતો આ લિટલ માસ્ટર એની કારકિર્દીમાં અનેક એવી યાદગાર ઈનિંગ્સ રમ્યો છે, જેના કારણે તેની ટીમ એટલે કે, ભારતીય ક્રિકેટ ટીમ હારનો સામનો કરવામાંથી બચી ગઈ છે. ભારતીય ટીમની જીતમાં ગાવસ્કરની 34માંથી માત્ર તેર શ્રેષ્ઠ ઈનિંગ જ ગણતરીમાં લેવામાં આવી છે, જ્યારે એની વિરુદ્ધ પાકિસ્તાનમાં ઈન્ઝમામની 49માંથી 39 શ્રેષ્ઠ ઈનિંગ્સને ગણતરીમાં લેવામાં આવી છે. એંસીના દાયકામાં જ્યારે બેદી અને ચંદ્રા જેવા ખેલાડીઓના રિટાયર્ડ થયાં બાદ જ્યારે ભારતની બોલિંગ નબળી ગણાતી ત્યારે ગવાસ્કરના ધૂંવાધાર રન્સ જ હતા, જે ભારતીય ટીમને જીવંત રાખી રહ્યા હતા. બીજી તરફ ગવાસ્કર પણ ઘણા વર્ષો સુધી નોંધપાત્ર રમત રમ્યો, જેના કારણે એ તેની કારકિર્દીના અંત સુધી પોતાની શ્રેષ્ઠ એવરેજ જાળવી શક્યો.

16. કેન બેરિંગટન (ઈંગ્લેન્ડ) (1955-1968)

  • Career Length (Days): 4795
  • Percentage of team's matches played: 65%
  • Career Average: 58.67
  • Adjusted career average: 55.52
  • Adjusted away average: 61.45 (rank 4)
  • Adjusted top-opposition average: 50.93
  • Top Tier centuries: 0
  • Second tier centuries: 7
  • Third tier centuries: 9
  • Significant innings: 32
  • Significant innings per match: 0.39
  • Great innings: 0
  • Innings worth average: 3.66
  • 25 Test peak adjusted average: 71.50 (1964-1967) (rank 10)
  • 50 Test peak adjusted average: 59.34 (1961-1968)
  • Quality Points: 639 (rank 10)
  • Career Points: 65
  • Peak Points: 140
  • TOTAL POINTS: 844

58.67ની ઓવરઓલ એવરેજ અને 69.18ની વિદેશની એવરેજ હોવા છતાં પણ બેરિંગટનને ટોપ ટેનમાં સ્થાન મળ્યું નથી. એનું એક કારણ એ જ છે કે, આ ખેલાડી કોઈ ગ્રેટ ઈનિંગ રમી શક્યો નથી. વર્ષ 1960માં તેણે ઘણા હાઈસ્કોર કર્યાં પરંતુ તે બધી મેચો ડ્રો થઈ હતી. બોલિંગમાં મહારત ધરાવતી જે-તે સમયની શ્રેષ્ઠ ટીમો સામેની પંદર મેચો દરમિયાન બેરિંગટનની એવરેજ એક પણ સેન્ચુરી વિના માત્ર 36.14 (અડજેસ્ટેડ 32.14) હતી. વર્ષ 1950ના ગાળા દરમિયાન તેને ટીમમાંથી પડતો મૂકાયો હતો અને વર્ષ 1960ના સ્લો સ્કોરિંગાળા દરમિયાન એની વાપસી થઈ હતી. આમ છતાં આ ખેલાડી એના સમયનો શ્રેષ્ઠ બેટ્સમેન હતો, જેના કારણે તેને વિશ્વના ઓલટાઈમ બેસ્ટ બેટ્સમેનની યાદીમાં સ્થાન મળે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.