Top 25 ટેસ્ટ બેટ્સમેન્સની યાદી તૈયાર કરતા પહેલા એક નજર ફોર્મ્યુલા પર
બે સપ્તાહમાં આપણે વિશ્વના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર્સ વિશે જોયું. એ સિરીઝની સફળતા બાદ મેં હવે એક નવું સાહસ શરૂ કર્યું છે, જે અંતર્ગત મને વિશ્વના Top 25 ટેસ્ટ બેટ્સમેન્સની એક યાદી તૈયાર કરવાની ઈચ્છા છે. જોકે આ યાદી તૈયાર કરવી કંઈ ખાવાના ખેલ નથી. કારણ કે માત્ર રન કે એવરેજના આધારે આપણે એ બેટ્સમેનોની મનઘડંત યાદી તૈયાર કરી શકાય નહીં. આ માટે જરૂર છે કેટલાક માપદંડો, પદ્ધતિસરનો અભ્યાસ, કલાકોનું સંશોધન અને યોગ્ય તર્કની! આ બધી બાબતોને કેન્દ્રમાં રાખીને જ મેં વિશ્વના Top 25 ટેસ્ટ બેટ્સમેન્સની યાદી તૈયાર કરી છે. પણ… પણ… પણ… આ યાદી પર નજર કરીએ એ પહેલા આ યાદી કઈ રીતે તૈયાર થઈ છે એની ફોર્મ્યુલા તરફ એક નજર કરવી કે એ ગણિત સમજવું અત્યંત જરૂરી બની રહે છે. એટલે આ અઠવાડિયે આપણે યાદી તરફ નહીં પરંતુ આ યાદી કઈ રીતે તૈયાર થઈ એના ગણિત તરફ એક નજર કરીએ.
‘Khabarchhe.com’ની આ એક્સક્લુઝિવ યાદીમાં મેં ખેલાડીઓનું ટોટલ એવરેજ રેટિંગ 900 પોઈન્ટ્સનું છે. આ 900 પોઈન્ટ્સ નીચેની ત્રણ અલગ અલગ કેટેગરીઝમાં વિભાજીત છે.
Quality Points: 637.5
Career Point: 112.5
Peak Performance (સર્વશ્રેષ્ઠ તબક્કો): 150
હવે આપણે નીચેના કોષ્ટક દ્વારા ફોર્મ્યુલા તરફ એક નજર કરીએ.
Quality Points |
||
Average |
40% |
|
RPI (runs per inning) |
8% |
|
Non- Home Ave. |
12% |
|
T/O Ave. |
18% |
|
Strike rate for inning of 50+ matches |
5% |
|
S.I/ M |
5% |
|
Best Series |
2% |
Runs Aggregate |
Centuries per inning |
4% |
1* |
Inning Worth Ave. |
6% |
2* |
1* શ્રેષ્ઠ બોલિંગની સામે મારેલા ઓછા રન નબળી બોલિંગની સામે મારેલા વધુ રન કરતા મહત્ત્વના ગણાશે.
2* અર્થવિહિન કે અપૂર્ણ (દોઢસો રનથી ઓછા) ઈનિંગ્સના રન કે વિકેટ્સ ગણતરીમાં લેવાશે નહીં.
Career points |
||
Career Length |
30% |
1* |
Top opposition Significant Innings |
25% |
2* |
Great Innings |
15% |
|
Top Opposition Centuries |
20% |
3* |
Top Opposition Centuries |
10% |
4* |
1* પોતાની કારકિર્દી દરમિયાન ટીમની કુલ મેચોમાંથી 75% મેચો ઓછી રમ્યો હોય તો એના પોઈન્ટ્સ ઓછા ગણાશે.
2* શ્રેષ્ઠ પ્રતિસ્પર્ધીની સામે નોંધપાત્ર પ્રદર્શન ગણતરીમાં લેવાશે.
3* શ્રેષ્ઠ બોલિંગ એટેકની સામે ફટકારેલી સેન્ચુરી
4* સામાન્ય બોલિંગ એટેકની સામે ફટકારેલી સેન્ચુરી
Peak Performance (કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કા દરમિયાન) |
||
25 Peak Performnce 50 Pts |
||
Peak Length (Days) |
10% |
|
Average |
60% |
|
RPI |
10% |
|
Significant innings |
10% |
Against all opposition |
Centuries |
10% |
Against all opposition |
Peak Performance (કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કા દરમિયાન) |
||
50 Peak Performnce 50 Pts |
||
Peak Length (Days) |
10% |
|
Average |
60% |
|
RPI |
10% |
|
Significant innings |
10% |
Against all opposition |
Centuries |
10% |
Against all opposition |
આ કોષ્ટકો જોઈને તમે અવઢવમાં પડ્યા હશો નહીં? પણ આ ફોર્મ્યુલા થોડી અટપટી જ છે. પણ, આ અત્યંત ઉત્તમ ગણતરી છે, જેના દ્વારા જ આપણે વિશ્વના Top 25 ટેસ્ટ બેટ્સમેન્સની યાદી તૈયાર કરી શકીશું. આટલા બધા આંકડા જોઈને તમને થોડો કંટાળો પણ આવ્યો હશે. પરંતુ હું એ વાતે શ્યોર છું કે આવતા અઠવાડિયેથી તમને મજા પડશે, જ્યારે આપણે વિવિધ બેટ્સમેનોના લેખાંજોખાં જોઈશું.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર