ToP 25 બેટ્સમેન સિરીઝના પહેલાં 5 મહારથીઓ
આશા રાખું છું આપણા વાચકોને આ ચાલી આવતી શ્રેણી વિશે ખબર હશે જ, પણ તે છતાં જો તમે નવા વાચક છો તો તમારા માટે પહેલા એ જાણવું જરૂરી છે કે, આ રેટિંગ સિસ્ટમ શું છે. તો એની સાથે જ આપણે અત્યાર સુધીમાં જેમની ચર્ચા કરી ચૂક્યા છીએ તેવા 20 ખેલાડી કયા હતા એમની યાદી પર એક નજર કરી લઈએ.
રેટિંગ સિસ્ટમ વિશે માહિતીઃ http://www.khabarchhe.com/magazine/top-25-test-batsman/
Top 25 બેટ્સમેન – 21થી 25: http://www.khabarchhe.com/magazine/best-of-25-bastmen-part-1/
Top 25 બેટ્સમેન – 16 થી 20: http://www.khabarchhe.com/magazine/list-of-great-batsman-from-dravid-to-ken-barrington/
Top 25 બેટ્સમેન – 11થી 15: http://www.khabarchhe.com/magazine/5-star-batsmen-of-this-issue-from-top-25-test-batsmen-list/
Top 25 બેટ્સમેન – 6થી 10: http://www.khabarchhe.com/magazine/lets-take-a-look-on-top-25-test-batsmen-after-a-short-break/
તો ચાલો હવે નજર મારીએ આજના અંકના ખેલાડીઓ પર
5. બ્રાયન લારા (વેસ્ટઈન્ડિઝ) (1990-2006)
- Career Length (Days): 5835
- Percentage of team's matches played: 83%
- Career Average: 52.88
- Adjusted career average: 53.12
- Adjusted away average: 48.78
- Adjusted top-opposition average: 54.40
- Top Tier centuries: 12 (rank 2nd)
- Second tier centuries: 5
- Third tier centuries: 14
- Significant innings: 38
- Significant innings per match: 0.29
- Great innings: 11 (પહેલા ક્રમે)
ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટઈન્ડિઝ, સિડની, જાન્યુઆરી 2થી 6, 1993, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.63
પાંચમી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ઈંગ્લેન્ડ, સેન્ટ જોન્સ, એપ્રિલ 16થી 21, 1994, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ન્ફો, 14.79
બીજી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ઓસ્ટ્રેલિયા, કિંગસ્ટન, માર્ચ 13થી 16, 1999, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 19.58
ત્રીજી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ઓસ્ટ્રેલિયા, બ્રિજગેટટાઉન, માર્ચ 26થી 30, 1999, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 25.49
ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટઈન્ડિઝ, એડિલેડ, ડિસેમ્બર 15થી 19, 2000, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.97
ત્રીજી ટેસ્ટઃ શ્રીલંકા વિ. વેસ્ટઈન્ડિઝ, કોલંબો(SSC), નવેમ્બર 29થી ડિસેમ્બર 3, 2001, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.28
પહેલી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા વિ. વેસ્ટઈન્ડિઝ, જોહાનિસબર્ગ, ડિસેમ્બર 12થી 16, 2003, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.83
ચોથી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ઈંગ્લેન્ડ, સેન્ટ જોન્સ, એપ્રિલ 10થી 14, 2004, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 15.57
બીજી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. દક્ષિણ આફ્રિકા, પોર્ટ ઓફ સ્પેન, એપ્રિલ 8થી 12, 2005 , ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.57
ત્રીજી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. દક્ષિણ આફ્રિકા, બ્રિજટાઉન, એપ્રિલ, 21થી 24, 2005, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ઈન્ફો, 15.12
ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટઈન્ડિઝ, એડિલેડ, નવેમ્બર, 25થી 29, 2005, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 17.85
- Innings worth average: 4.08 (rank 4)
- 25 Test peak adjusted average: 66.55 (2001-2004)
- 50 Test peak adjusted average: 60.39 (2000-2005)
- Quality Points: 639
- Career Points: 150 (max points allowed, 173 actual points)
- Peak Points: 137
- TOTAL POINTS: 927
બ્રાયન ચાર્લ્સ લારા જેટલી ગ્રેટ ઈનિંગ્સ, ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં બીજા કોઈ પણ ધૂરંધરોએ રમી નથી. તેમાં પણ એક મહત્ત્વની વાત એ છે કે, આ બધી જ ઈનિંગ્સમાં તેને સામેના છેડેથી કંઈ ખાસ સાથ નહોતો મળી શક્યો અને તેથી તેની માત્ર બે જ ગ્રેટ ઈનિંગ્સ વેસ્ટઈન્ડિઝને જીત અપાવી શકી હતી. તે પણ બંને એક જ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાની મજબૂત બોલિંગ લાઈનઅપની સામે રમાઈ હતી. જરા વિચારો કે જો બ્રાયન લારાને મજબૂત બેટિંગ લાઈનઅપ મળી હોત તો તેણે ફટકારેલી સદીઓની કિંમત શું હોત? એ બાબતનો નિર્ણય કરવો થોડો અઘરો છે. ઘણી વાર બ્રાયન લારા પર સુસંગતતા ખોઈ નાંખવાનો આરોપ પણ મૂકાતો રહ્યો છે. ખાસ કરીને ટોપક્લાસ બોલિંગ એટેકની સામે! પરંતુ તેની પાંચમાં ક્રમની પોઝિશન સાથે એવું કહી તો શકાય કે બ્રાયન લારા કદાચ આ સ્થાન યોગ્ય રીતે શોભાવે છે.
4.જેક હોબ્સ (ઈંગ્લેન્ડ) (1908-1930)
- Career Length (Days): 8263
- Percentage of team's matches played: 67%
- Career Average: 56.94
- Adjusted career average: 57.56 (rank 5th)
- Adjusted away average: 62.25 (rank 3rd)
- Adjusted top-opposition average: 53.24
- Top Tier centuries: 5
- Second tier centuries: 3
- Third tier centuries: 5
- Significant innings: 25
- Significant innings per match: 0.41
- Great innings: 1
ત્રીજી ટેસ્ટઃ દક્ષિણ આફ્રિકા વિ. ઈંગ્લેન્ડ, જોહાનિસબર્ગ, ફેબ્રુઆરી 26, માર્ચ 1910, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ઈન્ફો, 15.66
- Innings worth average: 3.97 (rank 6th)
- 25 Test peak adjusted average: 72.74 (1910-1924) (rank 9th)
- 50 Test peak adjusted average: 63.10 (1908-1928) (rank 8th)
- Quality Points: 677 (rank 4th)
- Career Points: 80
- Peak Points: 173 (rank 2nd)
- TOTAL POINTS: 930
ડોન બ્રેડમેનના ક્રિકેટ ફલક પર આવતા પહેલા જે નામ સૌથી વધુ ચર્ચાતું તે છે સર જેક હોબ્સનું, જે વીસ વર્ષ માટે ‘ઈંગ્લિશ બેટીંગ’ કહેવાતા. વિશ્વ યુદ્ધને કારણે જો હોબ્સના સાત વર્ષ વેડફાયા ન હોત તો આ દૃશ્ય હજી પણ અલગ હોત. હોબ્સને ચોથા ક્રમે મૂકવા માટેના જવાબદાર પરિબળો જોવા જઈએ તો તેમની લાંબી કરિયર, પીકની લંબાઈ (વર્ષ મુજબ) અને એનું સાતત્યપૂર્વકનું પ્રદર્શન તેના કરિયરને યશસ્વી બનાવે છે. આમ જોઈએ તો હોબ્સની માત્ર એક જ ગ્રેટ ઈનિંગ છે, પરંતુ તે સિગ્નિફિકન્ટ ઈનિંગ્સ ઘણી રમ્યો છે. આ ઉપરાંત તેની બેટિંગ એવરેજ પણ ઘણી ઉંચી રહી છે. ગ્રેટ ઈનિંગ્સ કે ઓછા 200ના સ્કોરથી એવું પણ જાણી શકાય છે, કે હોબ્સ એમની રમતમાં એકાગ્રતા ખોઈ દેતા હતા અને તેના કારણે તેઓ બીજા ક્રમની પોઝિશન પર નહોતા બેસી શક્યા.
3. જ્યોર્જ હેડલી (વેસ્ટઈન્ડિઝ) (1930-1954)
- Career Length (Days): 8770
- Percentage of team's matches played: 49%
- Career Average: 60.83
- Adjusted career average: 67.61 (rank 2nd)
- Adjusted away average: 55.91 (rank 9th)
- Adjusted top-opposition average: 67.85 (rank 2nd)
- Top Tier centuries: 9 (rank 3rd=)
- Second tier centuries: 1
- Third tier centuries: 0
- Significant innings: 7
- Significant innings per match: 0.32
- Great innings: 3
ચોથી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ઈંગ્લેન્ડ, કિંગસ્ટન, એપ્રિલ 3થી 12, 1930, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.87
ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટઈન્ડિઝ, બ્રિસબન, જાન્યુઆરી, 16થી 20, 1931, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.57
ચોથી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. ઈંગ્લેન્ડ, કિંગસ્ટન, માર્ચ 14થી 18, 1935, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 17.28
- Innings worth average: 4.66 (rank 2nd)
- Quality Points: 767 (rank 2nd)
- Career Points: 77
- Peak Points: 91
- TOTAL POINTS: 935
જ્યોર્જ હેડલી બહુ લાંબી કરિયર રમી શક્યા ન હતા, પરંતુ લોકો તેમને ‘બ્લેક બ્રેડમેન’ કહેતા. એમના આવા હુલામણા નામની પાછળ કોઈક કારણ તો હશે જ ને? અહીં એ સવાલ ઊભો થશે કે, આ આખી સિરીઝ તો આંકડા ઉપર આધારિત છે. તો પછી આ ખેલાડી આવા અગ્રક્રમે કઈ રીતે આવી શક્યા? કેટલાક મહત્ત્વના મુદ્દા તરફ નજર કરીએ તો, હેડલીને પણ લારાની જેમ કોઈ મેજર સપોર્ટ નહોતો મળ્યો. છતાં પણ આ ખેલાડીએ 60ની એવરેજ જાળવી રાખી હતી અને એ પણ એક કમજોર ટીમ સામે રમ્યા વિના!
ક્વોલિટી પોઈન્ટ્સ, કરિયર એવરેજ અને ઈનિંગ્સ વર્થ એવરેજમાં હેડલી કરતા માત્ર અને માત્ર ડોન બ્રેડમેન જ આગળ છે. તમારી જેમ જ હું પણ આ લિસ્ટ સાથે સહેમત નથી જ કારણ કે, 22 મેચ રમેલો ખેલાડી જો 90ની પણ એવરેજ ધરાવે તોય 150 ટેસ્ટ મેચ રમીને 50+ એવરેજ ધરાવતા ખેલાડીની તોલે નહીં જ પહોંચી શકે. જો અમારી બનાવેલી રેટિંગ સિસ્ટમમાં થોડા ફેરફાર કરીને ગણતરી કરીએ તો હેડલી કદાચ 11, 12માં ક્રમાંકે આવશે, જે થોડું વાસ્તવિક પણ લાગશે. જોકે એ જે હોય એ પણ, જ્યોર્જ હેડલી આદરણીય તો છે જ!
2. ગારફિલ્ડ શોબર્સ (વેસ્ટીન્ડિઝ) (1954-1974)
- Career Length (Days): 7305
- Percentage of team's matches played: 93%
- Career Average: 57.78
- Adjusted career average: 56.22 (rank 7th)
- Adjusted away average: 52.03
- Adjusted top-opposition average: 56.02 (rank 9th)
- Top Tier centuries: 2
- Second tier centuries: 15
- Third tier centuries 6
- Significant innings: 41
- Significant innings per match: 0.44
- Great innings: 4
ત્રીજી ટેસ્ટઃ વેસ્ટઈન્ડિઝ વિ. પાકિસ્તાન, કિંગસ્ટન, ફેબ્રુઆરી26થી માર્ચ 4, 1958, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.55
બીજી ટેસ્ટઃ ઈન્ડિયા વિ. વેસ્ટઈન્ડિઝ, કાનપુર, ડિસેમ્બર, 12-17, 1958, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 14.15
ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટઈન્ડિઝ, સિડની, જાન્યુઆરી13થી 18, 1961, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો 16.21
બીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. વેસ્ટઈન્ડિઝ, લોર્ડસ, જૂન16થી 21, 1966, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.39
- Innings worth average: 3.65
- 25 Test Peak Average: 73.43 (1958-1962) (rank 7th)
- 50 Test Peak Average: 70.75 (1958-1968) (rank 2nd)
- Quality Points: 657 (rank 6th)
- Career Points: 124
- Peak Points: 169 (rank 3rd)
- TOTAL POINTS: 949
સર ગારફિલ્ડ શોબર્સ બીજા સ્થાને બેસવા માટે સૌથી લાયક ખેલાડી છે. નેવુંથી વધુ ટેસ્ટ રમ્યા પછી જળવાયેલો એમનો રેકોર્ડ જોતાં જ આપણને ખ્યાલ આવી જાય છે કે, એમનું કરિયર કેટલું ભવ્ય રહ્યું હશે. શોબર્સની 70.75ની એડજેસ્ટેડ એવરેજ કે જે 50 ટેસ્ટ મેચ સુધી મેઈન્ટેઈન રહી છે તે જોતાં તમને શોબર્સની મહત્તાનો ખ્યાલ આવી જશે. ડોન બ્રેડમેન સિવાય બીજો એકેય બેટ્સમેન આટલો અસરકારક રેકોર્ડ નથી કરી શક્યો. વર્ષ 1966ની ઈંગ્લેન્ડ ટૂર શોબર્સની કરિયરનો હાઈ પોઈન્ટ કહી શકાય કે, જ્યાં તેમણે છઠ્ઠા ક્રમે રમીને 722 રન ફટકાર્યા હતા. તે જ સિરીઝમાં તેમણે 27ની એવરેજથી 20 વિકેટ્સ પણ ઉંચકી હતી. બેસ્ટ ઑલ-રાઉન્ડરના ટેગ માટે તો હું હજી પણ કાલીસ અને શોબર્સની વચ્ચે અવઢવમાં જ છું પરંતુ બીજા નંબરના બેસ્ટ બેટ્સમેન તરીકે શોબર્સને મૂકતા મને કોઈ ખચકાટ નથી થતો.
1. ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) (1928-1948)
- Career Length (Days): 7197
- Percentage of team's matches played: 87%
- Career Average: 99.94
- Adjusted career average: 96.05 (rank 1st)
- Adjusted away average: 98.03 (rank 1st)
- Adjusted top-opposition average: 87.14 (rank 1st)
- Top Tier centuries: 7 (rank 9th=)
- Second tier centuries: 8
- Third tier centuries: 4
- Significant innings: 30
- Significant innings per match: 0.58 (rank 1st)
- Great innings: 15 (rank 1st)
બીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, લોર્ડ્સ, જૂન 27થી જુલાઈ1, 1930, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.71
ત્રીજી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, લિડ્સ, જુલાઈ11થી 15, 1930, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 18.13
પાંચમી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, ધ ઓવલ, ઓગસ્ટ, 16થી 22, 1930, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.14
ચોથી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટઈન્ડિઝ, મેલબર્ન, ફેબ્રુઆરી, 13થી 14, 1931, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.56
પહેલી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, બ્રિસબન, નવેમ્બર, 27થી ડિસેમ્બર 3, 1931, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 16.40
ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, મેલબર્ન, ડિસેમ્બર 31, 1931થી જાન્યુઆરી 6, 1932, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 12.55
ચોથી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. દક્ષિણ આફ્રિકા, એડિલેડ, જાન્યુઆરી, 29થી ફેબ્રુઆરી 2, 1932, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 18.34
બીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, મેલબર્ન, ડિસેમ્બર, 30, 1932થી જાન્યુઆરી 3, 1933, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 17.16
ચોથી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, લિડ્સ, જુલાઈ, 20થી 24, 1934, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 15.86
પાંચમી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, ઓવલ, ઓગસ્ટ, 18થી 22, 1934, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 15.33
ત્રીજી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, મેલબર્ન, જાન્યુઆરી, 1થી 7, 1937, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 23.52
ચોથી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ઈંગ્લેન્ડ, એડિલેડ, જાન્યુઆરી, 29, ફેબ્રુઆરી 4, 1937, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 16.18
ચોથી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, લિડ્સ, જુલાઈ, 22થી 25, 1938, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિક ઈન્ફો, 15.24
પહેલી ટેસ્ટઃ ઓસ્ટ્રેલિયા વિ. ભારત, બ્રિસબન, નવેમ્બર 28થી ડિસેમ્બર 4, 1947, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.10
ચોથી ટેસ્ટઃ ઈંગ્લેન્ડ વિ. ઓસ્ટ્રેલિયા, લિડ્સ, જુલાઈ, 22થી 27, 1948, ક્રિકેટ સ્કોરકાર્ડ, ઈએસપીએન ક્રિકઈન્ફો, 13.07
- Innings worth average: 5.86 (rank 1st)
- 25 Test Peak Average: 108.89 (1931-1946) (rank 1st)
- 50 Test Peak Average: 100.05 (1928-1948) (rank 1st)
- Quality Points: 1099 (rank 1st)
- Career Points: 150 (maximum points allowed. 187 actual points)
- Peak Points: 251 (rank 1st)
- TOTAL POINTS: 1500
સર ડોન બ્રેડમેન વિશે કશું પણ કહેવાની જરૂર મને જણાતી નથી. કેમ કે લગભગ ક્રિકેટના રસિયા આ નામથી પરિચીત જ છે. સર ડોન બ્રેડમેન વિશે કદાચ ક્રિકેટમાં સૌથી વધુ લખાયું હશે. યાદીમાંના પહેલા ક્રમ અને બીજા ક્રમ વચ્ચેનો ગેપ તમે જોશો તો જ તમને ખ્યાલ આવી જશે કે બ્રેડમેન કોણ છે? ગેપ છે 544 પોઈન્ટનો! અને સોમાં ક્રમે આવતા પોલી ઉમરીગર અને બીજા ક્રમે આવતા શોબર્સ વચ્ચે ગેપ છે માત્ર 288 પોઈન્ટનો! હવે તમે જ નક્કી કરો કે બ્રેડમેન ક્યાં છે? 15 ગ્રેટ ઈનિંગ્સ અને તે પણ માત્ર 52 ટેસ્ટમાં ફટકારનાર આ ખેલાડી નં. 1 જ હોઈ શકે.
મિત્રો, આ સાથે આપણી આ શ્રેણી પૂરી થઈ. તમને કેવી લાગી આ શ્રેણી તે નીચે કોમેન્ટ્સમાં જણાવશો. ફરી મળીશું નવા વિષયો, નવી વાતો સાથે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર