ચાલો જાણીએ વિશ્વના TOP 20 ઑલરાઉન્ડર્સ વિશે (ભાગઃ1)

22 Aug, 2015
12:00 AM

mamta ashok

PC:

આજે આપણે જોઈએ વિશ્વના કેટલાક એવા ખેલાડીઓ વિશે, જેઓ ક્રિકેટ જગતમાં ઓલ રાઉન્ડર તરીકે પંકાયા છે. અહીં આપણે આ ક્રિકેટર્સના વિવિધ રેકોર્ડ્સ અને કેટલાક આંકડા વિશે જોઈએ.

20 વસિમ અક્રમ (પાકિસ્તાન)

ટેસ્ટ કારકિર્દી : 1985-2002

બેટીંગ સરેરાશ : 22.64

બોલિંગ સરેરાશ : 23.62

તફાવત : - 0.98

વસિમ અક્રમ તેના ગુરુ અને પુરોગામી ઈમરાન ખાન બાદ આગળ આવ્યો. તે બંને પણ થોડોક સમય માટે  સાથે રમતા જોવા મળ્યા હતા. વસિમે તેની પ્રથમ સદી ફટકારી ત્યારે ઈમરાન ત્યાં મોજૂદ હતો. ત્યારે તેણે જંગી 257 રન પણ કરેલા પરંતુ તે પછી અક્રમ કઈ રીતે રમવું તે જ ભૂલી ગયો હોય એવું લાગતું હતું. આમ તો એ સારું રમતો હતો પણ તે યોગ્ય સમયે યોગ્ય પ્રદર્શન બતાવી શક્યો નહોતો. એક બોલર તરીકે તે વિશ્વમાં એક શ્રેષ્ઠ બૉલર ગણાતો હતો. વકાર યુનુસ સાથેની તેની ભાગીદારી વિલક્ષણ હતી. જોકે તે બંનેને ખાસ બનતું નહોતું અને તેઓ હંમેશાં સિલેક્ટર્સને કોઈ પણ એકને કાઢી મૂકવાનું પણ કહેતા. જો વસિમ વારંવાર સારું રમ્યું હોત તો તે આ યાદીમાં ઘણો ઉપર આવી પહોંચ્યો હોત.

19 શાહીદ આફ્રીદી (પાકિસ્તાન)

ટેસ્ટ કારકિર્દી : 1998-2010

બેટીંગ સરેરાશ : 36.61

બોલિંગ સરેરાશ : 35.60

તફાવત : + 1.01

આફ્રીદીનો રેકોર્ડ સારો રહ્યો છે પણ તે જબરો ફટકાબાજ ગણાતો હતો. જોકે વાસ્તવમાં તેણે જેટલા ફટકા માર્યા તેના કરતાં તે ચૂક્યો વધારે હતો. ફાસ્ટેસ્ટ વન-ડે સેન્ચુરીનો વર્લ્ડ રેકોર્ડ ધરાવતો આફ્રીદી એક અચ્છો સ્પિન બૉલર પણ હતો. પરંતુ તેની ટૂંકી ટેસ્ટ કારકિર્દીમાં  તેણે ભાગ્યે જ બોલિંગ કરી હતી. પાકિસ્તાનમાં હજીયે તે ચાહકોનો માનીતો છે અને ક્રિકેટ રસીયાઓને આનંદ આપે તેવો ખેલાડી હતો.

18 શેન વોટ્સન (ઓસ્ટ્રેલિયા)

ટેસ્ટ કારકિર્દી : 2005-2015 *

બેટીંગ સરેરાશ : 35.74

બોલિંગ સરેરાશ : 33.09

તફાવત : + 2.65

વોટ્સનની ફર્સ્ટ ક્લાસ કારકિર્દીમાં બેટીંગમાં 50ની અને બોલિંગમાં 30ની સરેરાશ હતી. તેને ટીમમાં લેવા લોકોનું દબાણ હતું, પણ વન-ડેમાં તે નિષ્ફળ રહ્યો. કમનસીબી ધરાવતી રેસ્ટ ઑફ ધ વર્લ્ડ ઈલેવન સામે સારો દેખાવ બતાવ્યો હતો. પણ તેણે ખરી સિદ્ધિઓ પ્રારંભિક IPLમાં પ્રાપ્ત કરી. તે વન-ડે અને ટી-20માં ફટકાબાજી માટે જાણીતો હતો, પણ તે સાથે જ બોલિંગમાં તે ફાવ્યો અને લૉર્ડઝ ખાતે મેચ વિનિંગ દેખાવ તરીકે એક ઈનિંગ્સમાં પાંચ વિકેટની સિદ્ધિ મેળવી હતી. જોકે તેને વારંવાર ઈજા થતી રહી એટલે તે વધુ સમય ટેસ્ટમાં બોલિંગ કરી શક્યો નહોતો. પણ હા, બેટીંગ ક્રમમાં તેના ફેરફારથી પણ દેખાવમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો.

17 સનથ જયસૂર્યા (શ્રીલંકા)

ટેસ્ટ કારકિર્દી : 1991-2007

બેટીંગ સરેરાશ : 40.07

બોલિંગ સરેરાશ : 34.34

તફાવત : + 5.67

આમ તો જયસૂર્યા બેટ્સમેન તરીકે વધુ જાણીતો છે. પરંતુ કોઈક વખત બોલિંગ કરે તો તેનો દેખાવ સારો જોવા મળ્યો છે. પરંતુ જો આંકડાઓની વાત હોય તો, બેટીંગમાં 99.94 અને બોલિંગમાં 40ની સરેરાશ જોઈએ તો ડોન બ્રેડમેન જ સર્વકાલિન મહાન ઓલ-રાઉન્ડર ગણાશે. જયસૂર્યાએ ટેસ્ટમાં બોલિંગ કરી હતી અને ટેસ્ટ દીઠ સરેરાશ એક કરતા ઓછી વિકેટ લીધી હતી. વન-ડેમાં તેણે ઘણી વખત બોલિંગ કરી હતી ખરી, પણ તે વખતે તેનો પાંચમા-છઠ્ઠા બોલર તરીકે ઉપયોગ કરાયો હતો. ઓપનિંગ બેટ્સમેન તરીકે તે એક ફટકાબાજ ગણાતો હતો અને પાકિસ્તાનના શાહીદ આફ્રીદીની સાથે તેની સરખામણી થતી. જોકે, ટેસ્ટમાં ઘણી વખત તે સફળ પણ થયો હતો.

16 ક્રિસ કેઈન્સ (ન્યૂઝીલેન્ડ)

ટેસ્ટ કારકિર્દી : 1989-2004

બેટીંગ સરેરાશ : 33.43

બોલિંગ સરેરાશ : 29.40

તફાવત : + 4.13

ક્રિસ કેઈન્સ ન્યૂઝીલેન્ડના મોટો ફટકાબાજ ઑલ-રાઉન્ડર લાન્સ કેઈન્સના પુત્ર તરીકે ટીમમાં દાખલ થયેલો ત્યારે તે પિતાની છાયામાંથી બહાર આવશે કે નહીં તેવી ભીતિ હતી. પણ તેની કારકિર્દીને અંતે  ક્રિકેટ ચાહકો તેની સરખામણીઓ ભૂલી ગયેલા. અને કેટલાક તો એ પણ ભૂલી ગયેલા કે લાન્સ કેઈન્સ કોણ હતો. આવી ક્રિસની સિદ્ધિ હતી. એ તેના પિતાની જેમ એક ભારે ‘હિટર’ હતો, પરંતુ તેની બોલિંગ અત્યંત ચઢિયાતી હતી અને વિશ્વના શ્રેષ્ઠ બોલરમાં તેનું નામ હતું. 87 ટેસ્ટ છગ્ગાઓએ તેનું નામ યાદીમાં સાતમા ક્રમે મૂકી દીધું હતું. તેની ઉપરના નામો કરતા તેણે ટેસ્ટ દીઠ વધુ ઝડપે નામ નોંધાવ્યું હતું. તેની 218 ટેસ્ટ વિકેટ્સ ઉપરાંત સર્વોચ્ચ 158 રન સાથે પાંચ ટેસ્ટ સદીઓ સહિત તેણે 3320 રનનો ઢગલો કર્યો હતો. કેટલીક વખત તો તે વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન બની ગયેલો દેખાતો હતો.

15 એન્ડ્રયુ ફ્લિન્ટોફ (ઈંગ્લેન્ડ)

ટેસ્ટ કારકિર્દી : 1998-2009

બેટીંગ સરેરાશ : 31.77

બોલિંગ સરેરાશ : 32.78

તફાવત : - 1.01

ફ્લિન્ટોફની કારકિર્દીની શરૂઆત ધીમી રહી હતી અને ટીમમાં સ્થાન જમાવવા તેણે સંઘર્ષ કરવો પડ્યો હતો. જોકે, સિલેક્ટરોએ તેની પસંદગી કરી હતી. અને આખરે તેને સફળતા પણ મળેલી. ઈંગ્લેન્ડમાં 2005માં ઓસ્ટ્રેલિયા સામે 16 વર્ષમાં પ્રથમ સિરીઝ પર વિજય પ્રાપ્ત કરેલો ત્યારે તે યાદગાર એશિશ સિરીઝમાં ફ્લિન્ટોફ ઈગ્લેન્ડના અગ્રણી બોલર તરીકે ઊભરી આવ્યો હતો.

14  રિચી બેનો (ઑસ્ટ્રેલિયા)

ટેસ્ટ કારકિર્દી : 1952-1964

બેટીંગ સરેરાશ : 24.45

બોલિંગ સરેરાશ : 27.03

તફાવત : + 2.58

તેના આંકડા જોઈને કારકિર્દી નબળી જરૂર લાગે પણ 63 ટેસ્ટને અંતે 248 ટેસ્ટ વિકેટ્સ સાથે તે ઓસ્ટ્રેલિયાનો સર્વકાલિન અગ્રણી વિકેટ ટેકર બની ગયો હતો. તે પેસ તથા સ્પિન બંને પ્રકારની બોલિંગ કરતો હતો. આમ તો એ સ્પિન બૉલર તરીકે જાણીતો હતો.  તેની એક હકીકત બહુ ઓછાને ખબર છે કે, બોલિંગ કરતાં દોડતી વખતે તે એકશન બદલીને મીડિયમ પેસરને બદલે સ્પિન પણ નાંખતો હતો. (આજે તો તેવી પદ્ધતિ પ્રતિબંધિત છે!) તેણે ત્રણ ટેસ્ટ સદી ફટકારી હતી. તે ઑસ્ટ્રેલિયાનો કેપ્ટન હતો અને વિશ્વનો શ્રેષ્ઠ ક્રિકેટ કોમેન્ટેટર હતો. તેના જેવો ઑલરાઉન્ડર તેના જ દેશનો એન્ડ્રયુ સિમોન્ડસ હતો. જે બેનોની જેમ બંને સ્પિન અને પેસ બોલિંગ કરી શકતો હતો. વળી સિમોન્ડસ ડાબા-જમણે બંને હાથે બોલિંગ કરી શકતો હતો, જેવું બેનો કરી શકતો નહોતો. સિમોન્ડસની તે એક બૌદ્ધિક યુક્તિ ગણાતી હતી.

13  ટોની ગ્રેગ (ઈંગ્લેન્ડ)

ટેસ્ટ કારકિર્દી : 1972-1977

બેટીંગ સરેરાશ : 40.43

બોલિંગ સરેરાશ : 32.20

તફાવત : + 8.23

ટોની ગ્રેગે નિયમિત બોલિંગ કરી હતી. પણ તે ફક્ત પાંચ વર્ષ જ રમ્યો હતો. તે માત્ર 58 ટેસ્ટ રમ્યો હતો. તેની વર્લ્ડ સિરીઝ ક્રિકેટ વિશે ઘણી વાતો હતી. પણ તેની પાસે પૈસા પુષ્કળ હતા, એટલે રમત માટે તેની લાલચ હતી તે છતી થતી હતી. 30 વર્ષની આયુએ તો  તેણે ક્રિકેટ કારકિર્દી પૂરી કરી લીધી હતી. દક્ષિણ-આફ્રિકામાં જન્મેલો ગ્રેગ ઈંગ્લેન્ડ તરફથી રમ્યો હતો. તે કેવિન પિટરસન માટે પ્રેરણારૂપ રહ્યો હતો. તે બંને દક્ષિણ આફ્રિકાના હતા અને ઈંગ્લેન્ડ વતી રમતા હતા. ગ્રેગ બહુ ઓછા મિત્રો બનાવી શક્યો હતો કેમ કે તેણે પૈસા ખાતર પોતાની કારકિર્દી છોડી દીધી હતી.

12  કપિલ દેવ (ભારત)

ટેસ્ટ કારકિર્દી : 1978-1994

બેટીંગ સરેરાશ : 31.05

બોલિંગ સરેરાશ : 29.64

તફાવત : + 1.41

ભારતનો સૌથી મહાન ખેલાડી ગણાતો કપિલ દેવ બધી જ બાબતોમાં અગ્રેસર રહ્યો હતો. સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેવાનો રેકોર્ડ તોડવામાં  તે સૌ પ્રથમ ખેલાડી રહ્યો હતો, જે 400 વિકેટને પાર કરી ગયો હતો અને અંતે તેણે 131 ટેસ્ટમાં 343 વિકેટ્સ કબજે કરી હતી. તે ખરી શાનદાર રમત 1983 વર્લ્ડ કપ મેચમાં ઝિમ્બાબ્વે સામે રમ્યો હતો, જેમાં તેણે ધમાકેદાર 175 (અણનમ) રન બનાવ્યા હતા. તે દિવસે જો તે રમતે નહીં તો ભારત ટૂર્નામેન્ટમાંથી ફેંકાઈ ગયું હોત. ટૂર્નામેન્ટમાં વિજય મેળવ્યો તેનો શ્રેય પણ તેને જ જાય. હમણાં જોકે, તમામ લોકો સચિન તેન્દુલકરની વાત કરે છે, તે સાથે રાહુલ દ્રવિડ અને સુનિલ ગવાસકરને પણ યાદ કરવામાં આવે છે, તેમ છતાં પણ આખી ટીમ કપિલ દેવની આસપાસ રહેતી. તેની 16 વર્ષની કારકિર્દીનો અંત આવ્યો ત્યારે તેની ઉંમર 35 વર્ષની હતી. તે સમયે એક વાત ફરતી હતી કે કપિલ પોતાના રેકોર્ડ બનાવવા માટે જ રમતો હતો. તેના આંકડાઓ અન્ય ત્રણ તત્કાલિન મહાન ઑલરાઉન્ડર્સ (ઈમરાન ખાન, ઈઆન બોથમ અને રિચાર્ડ હેડલી) કરતા ઊણાં ઉતરતા હતા. છતાં પણ કપિલ દેવ ભારતમાં ચારમાંથી શ્રેષ્ઠ ગણાતો હતો.

11  વિલડ્રેડ રહોડ્સ (ઈંગ્લેન્ડ)

ટેસ્ટ કારકિર્દી : 1899-1930

બેટીંગ સરેરાશ : 30.19

બોલિંગ સરેરાશ : 26.96

તફાવત : + 3.23

આ ખેલાડીને તમે ભૂલી પણ ગયા હશો. કેમ કે ઘણા સમય અગાઉ  તે રમ્યો હતો. તેનો + 3.23નો તફાવત એટલો બધો પ્રભાવક ભલે નહીં હોય પણ તે ટેસ્ટ ક્ષેત્રે 31 વર્ષ પર્યંત રમ્યો હતો. આટલા બધા 31 વર્ષ સુધી રમવું શક્ય જ કેમ બને? તે પ્રથમ ટેસ્ટ રમ્યો ત્યારે તેની ઉંમર 21 વર્ષ હતી અને છેલ્લી 58મી ટેસ્ટ રમ્યો ત્યારે 52 વર્ષની ઉંમરનો હતો. તેની કારકિર્દીમાં તે ઓપનિંગ બોલર હતો. તેનો ફર્સ્ટ ક્લાસ રેકોર્ડ 1110 મેચોનો છે, જેમાં 30.81 સરેરાશે તેણે 39,969 રનનો ઢગલો કર્યો હતો, જ્યારે 16.72 સરેરાશે 4204 વિકેટ પણ ઝડપી હતી. અવસાન સમયે પણ તે શ્રેષ્ઠ ઑલ-રાઉન્ડર ગણાયો હતો. આ છતાં તે ટોચના દસમાં સ્થાન મેળવી શક્યો નહોતો. કેમ? કારણ કે આ બાબત બતાવે છે કે, આ રમતમાં આનાથી પણ મોટા રેકોર્ડ્સ બન્યાં છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.