શ્રેષ્ઠ વિકેટકીપર કોણ? ગિલક્રિસ્ટ કે બાઉચર?
ગયા સપ્તાહે આપણે સદીના શ્રેષ્ઠ બેટ્સમેન વિશે જોયું, જેમાં આપણે સચીન સહિત બ્રાયન લારા, જેક કાલીસ, કુમાર સંગારાકારા અને રિકી પોન્ટિંગ જેવા મહારથીઓની રમતના આંકડા જોયા. આ હપતે આપણે વિકેટ કીપર્સ વિશે થોડી વાતો કરીએ. આ લેખના અભ્યાસ માટે મેં આંકડા ચકાસ્યા તો જાણવા મળ્યું કે, ગિલક્રિસ્ટ અને બાઉચર અનુક્રમેલા અને બીજા આવે છે. આંકડાકીયરીતે કદાચ તેઓ શ્રેષ્ઠ છે. આ ઉપરાંત આપણે ઈયાન હીલી, રોડ માર્શ અને એલન નોટ જેવા વિકેટ કીપર્સના યોગદાન વિશે પણ જોઈએ.
ટેસ્ટ મેચના લેખાજોખા
માર્ક બાઉચરે 147 ટેસ્ટમાં કુલ 555 વિકેટ્સ (532 કેચ, 23 સ્ટમ્પિંગ) ખેરવી, એવરેજ 3.71 વિકેટ/ટેસ્ટ
એડમ ગિલક્રિસ્ટે ૯૬ ટેસ્ટમાં કુલ 416વિકેટ્સ (379 કેચ, 37 સ્ટમ્પિંગ ) ખેરવી, એવરેજ 4.33 વિકેટ/ટેસ્ટ
ઈયાન હીલીએ 119 ટેસ્ટમાં કુલ 395 વિકેટ્સ (366 કેચ, 29 સ્ટમ્પિંગ) ખેરવી, એવરેજ 3.32 વિકેટ/ટેસ્ટ
રોડ માર્શે 96 ટેસ્ટમાં કુલ 355 વિકેટ્સ (343 કેચ, 12 સ્ટમ્પિંગ) ખેરવી, એવરેજ 3.70 વિકેટ/ટેસ્ટ
એલન નોટ 95 ટેસ્ટમાં કુલ 269 વિકેટ્સ (250 કેચ, 19 સ્ટમ્પિંગ) ખેરવી, એવરેજ 2.83 શિકાર/ટેસ્ટ
વનડેના લેખાજોખા
માર્ક બાઉચરે 295 વનડેમાં કુલ 424 વિકેટ્સ (402 કેચ, 22 સ્ટમ્પિંગ) ખેરવી, એવરેજ 1.44 વિકેટ/વનડે
એડમ ગિલક્રિસ્ટે 287 વનડેમાં કુલ 472 વિકેટ્સ (417 કેચ, 55 સ્ટમ્પિંગ) ખેરવી, એવરેજ 1.64 વિકેટ/વનડે
ઈયાન હીલીએ 168 વનડેમાં કુલ 233 વિકેટ્સ (194 કેચ, 39 સ્ટમ્પિંગ) ખેરવી, એવરેજ 1.39 વિકેટ/વનડે
રોડ માર્શે 92 વનડેમાં કુલ 124 વિકેટ્સ (120 કેચ, 4 સ્ટમ્પિંગ) ખેરવી, એવરેજ 1.35 વિકેટ/વનડે
એલન નોટ 20 વનડેમાં કુલ 16 વિકેટ્સ (15 કેચ, 1 સ્ટમ્પિંગ) ખેરવી, એવરેજ 0.80 વિકેટ/વનડે
બંને પ્રકારના ફોર્મેટના લેખાજોખા જોયાં બાદ જો કોઈ એમ કહે કે, બંને ટેબલમાં જે છેલ્લી વ્યક્તિ છે એ વ્યક્તિની વિકેટ્સ અને એવરેજ પ્રસંશનિય છે તો એ વાત પર કોઈ પણ ખિખાયાટા કાઢી શકે છે. આ તો હરભજન સિંઘ, શેન વોર્ન અને મુરલીધરન કરતા ચઢિયાતો છે એમ કહેવા જેવી બેવકૂફી છે. એલન નોટ અને ગિલક્રિસ્ટ વચ્ચે આ જ તફાવત છે. આ બંને ખેલાડીઓ લગભગ એક સરખા પ્રમાણમાં ટેસ્ટ મેચ રમ્યાં છે, જ્યાં ગિલક્રિસ્ટ 96 અને નોટ 95 મેચ રમ્યો છે. પરંતુ આ બંને ખેલાડીઓએ એમની ટીમને વિકેટ્સ પાડવામાં જે મદદ કરી છે અને એમાં તેમનો જે વ્યક્તિગત આંકડો છે એ તે બંને વચ્ચે ઘણો મોટો તફાવત ઊભો કરી જાય છે, જ્યાં ગિલક્રિસ્ટે 416 અને નોટે માત્ર 269 વિકેટ્સ ઝડપવામાં મદદ કરી છે.
હવે જરા જુદા દૃષ્ટિકોણ અને કંઈક અલગ પદ્ધતિથી પણ આ ખેલાડીઓને ચકાસીએ.
શ્રેષ્ઠ ટીમના સભ્ય
આ ચારેય ખેલાડીઓની ટીમ વિશે જોઈએ તો એક ઈયાન હીલીને બાદ કરતા બાકીના ત્રણેય ખેલાડીઓ જે-તે સમયની શ્રેષ્ઠ ટીમોના સભ્યો હતા. હીલીએ પોતાની કરિયરની શરૂઆત અત્યંત નબળી ટીમ સાથે કરી હતી, જેની અસર તેના વ્યક્તિગત આંકડા પર પણ પડી હતી. પરંતુ ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમના રોડ માર્શ કે ઈંગ્લેન્ડની ટીમમાંથી રમતા એલન નોટ પાસે આ બાબતે કોઈ બહાનું નથી. અને જ્યારે આ ખેલાડીઓ રમી રહ્યા હતા ત્યારે તેઓ તે સમયની શ્રેષ્ઠ ટીમમાં રમી રહ્યાં હતાં. જોકે પાછળથી એલન બોર્ડરની ઓસ્ટ્રેલિયાની ટીમ કે જેમાં ઈયાન હીલી વિકેટ કીપિંગ કરતો ત્યારે તેણે પણ ક્રિકેટ જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું.
ફાસ્ટ બોલર્સની લક્સરી
ઉપરની સરખામણીમાં આપણે જોઈએ તો એડમ ગિલક્રિસ્ટે સૌથી વધુ સ્ટમ્પિંગ કર્યાં છે, જ્યાર બાદ ઈયાન હીલી બીજા ક્રમે આવે છે અને રોડ માર્શ અને એલન નોટ અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે આવે છે. એવામાં એલન નોટને તેની ટીમના શ્રેષ્ઠ સ્પિનર ડેરેક અંડરવુડ સાથે રમવાની તક મળી. અલબત્ત ડેરેક માટે કીપિંગ કરવું થોડેઘણે અંશે મુશ્કેલ પણ હતું પરંતુ છતાંય એક સત્ય એ પણ છે કે નોટ, ડેરેક અંડરવુડ નામની તકનો લાભ નહીં લઈ શક્યો. જોકે ગિલક્રિસ્ટ એ બાબતે સવાયો સાબિત થયો અને તેણે શેનવોર્ન અને સ્ટુઅર્ટ મેકગીલ જેવા ધૂરંધર બોલર્સનો ભરપૂર લાભ લીધો.
બાઉચર અને ગિલક્રિસ્ટે ઘણા કેચ છોડ્યા હતા
માર્ક બાઉચરને કદી દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો નહોતો કેમ કે તે શ્રેષ્ઠ વિકેટ-કીપર હતો. તેની સમગ્ર કારકિર્દીમાં, ગિલક્રિસ્ટની નિવૃત્તિ બાદ આખા વિશ્વમાં તે સર્વોત્તમ કીપર ગણાય છે. જોકે, તેણે કેટલાક હાર્ડ-કેચ છોડ્યા હતા ખરા. ગિલક્રિસ્ટે એક સિમ્પલ સહિત 4 કેચ છોડ્યા હતા. તેના આવા ખરાબ દેખાવને કારણે જ તેણે તેની કારકિર્દીનો અંત પણ આણ્યો હતો. બીજી તરફ રોડ માર્શ તેની કરિયરના શરૂઆતના તબક્કામાં ખરાબ પ્રદર્શન કરવાને કારણે ‘આયર્ન ગ્લોવ્ઝ’ કહેવાતો હતો. વળી, ઈઆન હીલી તેનાથી ઊતરતો હતો. જોકે એલન નોટ સૌથી ઓછા કેચ છોડનાર કીપર હતો, જેને ભાગ્યે જ કેચ છોડતા લોકોએ જોયો હતો.
જૂના કીપર્સ બહેતર હતા
વર્ષ 1984 પહેલાં ઈંગ્લેન્ડને બાદ કરતા વિશ્વના અન્ય દેશો માટે ક્રિકેટ એક શોખની-અનુભવહીન રમત હતી. ત્યારે ખેલાડીઓએ આખો દિવસ રમવું પડતું હતું. કેટલાક લોકો કહેતા કે તે સમયે બેટીંગ કરવી કપરી હતી, પણ બોલિંગ સહેલી હતી. જોકે, અહેવાલો ચકાસીયે તો ખ્યાલ આવશે કે, હાલની અને ત્યારની બેટીંગ-બોલિંગમાં ઝાઝો ફરક નહોતો, બંને લગભગ સરખા જ છે. હા, પણ ત્યારે ફિલ્ડીંગ અને વિકેટ્સ વચ્ચે દોડવામાં મોટો તફાવત હતો.
બાઉચર અને ગિલક્રિસ્ટ કીપર અને બેટ્સમેન બંને હતા
આ બે ક્રિકેટર્સની સરખામણીમાં પોતાની કારકિર્દી દરમિયાન ગિલક્રિસ્ટ વન-ડેમાં હંમેશાં ટોપ ફાઈવમાં રહેતો બેટ્સમેન હતો અને ટેસ્ટમાં તેની સરેરાશ ઉત્તમ રહી હતી તથા એક સમયે ટેસ્ટમાં પણ તે પ્રથમ ક્રમાંકે રહ્યો હતો. પણ શું તેનાથી તેને કીપર તરીકે નબળો ગણવો? નહીં જ. ગારફિલ્ડ સોબર્સ ઓલ રાઉન્ડર હતો, પણ હજીયે વિશ્વમાં નંબર વન બેટ્સમેન તરીકે તેની ગણના થાય છે. ઘણા કીપર્સે ટેસ્ટમાં 50ની સરેરાશ કરી હતી, પણ તેમાંના કોઈ આ બેની કક્ષાએ આવી શક્યા નહોતા. એન્ડી ફ્લાવર, રાહુલ દ્રવિડ અને એલેક સ્ટુઅર્ટ પણ ઘણીવાર કીપિંગ કરી ચૂક્યા છે અને તેમણે જોરદાર કીપિંગ કર્યું હતું. પણ આ ત્રણેની બેટીંગ સારી હતી એટલે તેમને કોઈ સારા કીપર્સ તરીકે સ્વીકારશે નહીં. ચાલો તમે જ કહો, તમે દ્રવિડને બેટ્સમેન તરીકે ઓળખવાનું પસંદ કરશો કે કીપર તરીકે?
એલન નોટ શ્રેષ્ઠ કેમ કહેવાયો?
આવું કેમ કહેવાય છે એનો જવાબ મારી પાસે નથી, પણ હું તેને ડબલ્યુ.જી. ગ્રેસના વિશેના કિસ્સા સાથે સરખાવી શકું. એક વખત ગ્રેસ ક્લિન બોલ્ડ થઈ ગયો હતો. પણ તેણે એકદમ શાંતિથી ગિલ્લીઓ સ્ટમ્પ પર ગોઠવી દીધી અને કહ્યું કે તે પવનથી પડી ગઈ હતી. ગ્રેસની આ કરતૂત ત્યારે બહાર આવી જ્યારે કાઉન્ટી ક્રિકેટમાં પ્રોફેશનલ ક્રિકેટર્સ અને એમેચ્યોર ક્રિકેટર્સ વચ્ચે કોઈક વાતે વિવાદ સર્જાયેલો. પ્રોફેશનલ્સ પૈસા કમાવા માટે આવા ગતકડાં કરતા હોવાની અફવા પણ ત્યારે બહુ ચગી હતી. તેથી એલન નોટને શ્રેષ્ઠ કીપર તરીકે ગણાવવા માટે આવી જ કોઈ અફવા ફેલાવાઈ હોવી જોઈએ. કારણ કે આંકડાઓ તો કંઈક જુદી જ હકીકત બયાન કરે છે. આંકડા બતાવે છે કે આંતરરાષ્ટ્રીય વિકેટ કીપર તરીકે તે અત્યંત સામાન્ય હતો.
ગિલક્રિસ્ટ વિશે શેન વોર્ન શું કહે છે?
ગિલ ક્રિસ્ટ વિશે શેન વોર્ન કહે છે કે, ‘એડમ ગિલક્રિસ્ટ ઈઆન હિલી જેટલો સારો કીપર નહોતો. ગિલક્રિસ્ટ ફક્ત કીપર/બેટ્સમેન હતો.’ જોકે શેન વોર્ને તો સ્ટીવ વોગને નબળો કેપ્ટન અને જોન બુચાનનને નબળો કોચ જાહેર કરી દીધેલો. પણ એવા વિધાનો પાછળ શેન વોર્નના અંગત કારણો જવાબદાર હતા. પણ એક હકીકત એ છે કે, ઈઆન હિલીના કીપિંગમાં શેન વોર્ન સારી રીતે બોલને સ્પિન કરી શકતો હતો. આ બાબતમાં એ બંને એકબીજા સાથેની સારી સમજશક્તિ ધરાવતાં હતાં. તે જ પ્રમાણે રોડ માર્શે ડેનિસ લીલી સાથે અને એલન નોટે ડેરેક અંડરવુડ સાથે સારી એવી સોબત કેળવી લીધી હતી. તેનો એવો અર્થ નથી થતો કે હિલી ગિલક્રિસ્ટ કરતા બહેતર હતો, પણ ખરી વાત એ હતી કે વોર્નને હિલી વધુ ગમતો હતો. ખરેખર તો વોર્ન સામે કીપિંગ કરવાનો હિલી કરતા ગિલક્રિસ્ટનો રેકોર્ડ વધુ બહેતર હતો.
એલન નોટ સારો હતો કેમ કે તે જ ડેરેક અંડરવુડની સામે કીપિંગ કરી શકતો હતો
ડેરેક અંડરવુડ અને એલન નોટ કાઉન્ટીમાં સાથે રમ્યા હતા. ટેસ્ટમાં પગ મૂકતા પહેલાં મોટી શ્રેણી રમ્યા બાદ અંડરવુડ તેની કેટલીક શરૂઆતની ટેસ્ટ મેચોમાં નિષ્ફળ ગયેલો અને તેની સામે એલન નોટ વિકેટ કીપિંગ કરે તેવી તેણે માગણી કરી હતી. નોટના કીપિંગ પછી તેને સારી સફળતા મળી એટલે તેણે નોટને શ્રેય આપ્યો હતો. જોકે, અન્ય બોલરોએ નોટ સારો કીપર હતો એવું કહ્યું નહોતું. હિલીને પણ અન્ય બોલરોએ ગિલક્રિસ્ટ સામે સારો હોવાનું કહ્યું નહોતું. ગ્લેન મેકગ્રાથે કહ્યું હતું કે એકંદરે ગિલક્રિસ્ટ બહેતર હતો. કોઈ એક બોલર, ખાસ વિકેટ કીપરને ગમતો હોય એટલે કંઈ તે કીપર બહેતર બની જતો નથી. અંડરવુડનો મિત્ર હોવાથી નોટને તે બહેતર ગણતો હતો.
ગિલક્રિસ્ટ અને બાઉચર્સને ફાસ્ટ બોલર્સની લક્ઝરી હતી :
ફાસ્ટ બોલર સામે કોઈએ સૌથી વધુ કીપિંગ કર્યું હોય તો તેમાં ડેનિસ લીલી સામે રોડ માર્શનું નામ આગળ રહે. બાઉચર અને ગિલ ક્રિસ્ટે અલગ-અલગ પ્રકારના બોલરો સામે કીપિંગ કરવાનું આવ્યું હતું. માર્શ, હિલી કે નોટ કરતાં પણ તેમણે સ્પિનરો સહિત ફાસ્ટ બોલર્સનો સામનો કર્યો હતો. બોલ તેમની પાસે આવે તે પહેલાં તે બંને બોલની સામે પહોંચી જતાં. આ વાત બ્રેડ હેડીન જેવા કીપરે કહી હતી, જેણે ઘણીવાર પોતાના ખભા પરથી બોલ પસાર થઈ જતા જોયો હતો. અન્ય કીપર્સ પણ કેચ કરવાનો પ્રયાસ તો કરે જ. પરંતુ એમની સરખામણીમાં બાઉચર અને ગિલક્રિસ્ટ સતત કેચ ઝડપવા મથતા રહેતા હતા અને તેથી તેઓ વધુ કેચ ઝડપી શક્યા હતા. જોકે, તેમ કરવામાં કેટલાક મુશ્કેલ કેચ છૂટી પણ ગયા હશે. પણ બહુ ઓછા કીપર્સ એવા છૂટી જતાં કેચોની પરવા કરતા હતા.
બાઉચર ગિલક્રિસ્ટ કરતા ચઢિયાતો હતો?
એડમ ગિલક્રિસ્ટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અને વન-ડેમાં પદાર્પણ કરતા પહેલાં ચાર વર્ષની પ્રતીક્ષા કરવી પડી હતી. તે ચાર વર્ષના ગાળા દરમિયાન દેશમાં તે શ્રેષ્ઠ ગણાયો હતો. ટેસ્ટ માટે તેણે બીજા સાડા ત્રણ વર્ષની રાહ જોવી પડી હતી. આમ તેણે ઘણો વખત રાહ જોવી પડી હતી. વન-ડેમાં તેણે ઓપનિંગનો બોજો ઉપાડવાનો રહેતો પરંતુ ઓસ્ટ્રેલિયાના ટેસ્ટના સાતમા ક્રમના બેટ્સમેન તરીકે અન્યો કરતાં તે સારો સફળ રહ્યો હતો. પણ માર્ક બાઉચરે દક્ષિણ આફ્રિકાની ટીમમાં રાજકારણનો સામનો વધુ પ્રમાણમાં કરવો પડ્યો હતો. સિલેકશન પોલિસી હોય કે રંગભેદની નીતિ હોય કે વન-ડેમાં એ બી ડિવલર્સને લેવાની બાબત જેવી અનેક બાબતોનો તે ભોગ બન્યો હતો. પોતાની કારકિર્દીમાં ગિલક્રિસ્ટે તો માત્ર લાંબાં સમય સુધી પ્રતીક્ષા જ કરવી પડી હતી, પણ બાઉચર સાથે ટીમમાં ઘણી વખત ખરાબ વ્યવહાર કરવામાં આવ્યો હતો.
એક એવી દલીલ છે કે માર્ક બાઉચર ગિલક્રિસ્ટ કરતા બહેતર છે. તેણે ટેસ્ટમાં અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઘણા ખેલાડીઓને ઘડીભરમાં ઘરભેગા કર્યાં હતા. જોકે મેચ દીઠ શિકાર ઝડપવાનો તેનો ગુણોત્તર ખરાબ છે, પણ તેની કારકિર્દી લાંબી રહી હતી. આ કારણે શક્ય છે કે ઘણા લોકો ગિલક્રિસ્ટને આગળ મૂકે. પણ બાઉચરને ચઢિયાતો ગણવો એ કંઈ ખોટી વાત નથી. આ સરખમાણી મહાન બોલર તરીકે લોહમેન સામે બાર્ન્સ અથવા મહાન સ્પિનર તરીકે શેન વોર્ન સામે મુરલીને મૂકવા જેવું કૃત્ય છે. અથવા તો છેલ્લા પચીસ વર્ષના ગાળામાં મહાન બેટ્સમેન તરીકે તેન્દુલકર સામે લારાને ગોઠવવા જેવું છે. જોકે એમાં હિલી, માર્શ કે નોટ જેવા નામો મૂકવા એ તો નકરી મૂર્ખાઈ છે. આવી સરખામણી આંકડાકિય હકીકતને ધ્યાનમાં રાખીને નહીં પરંતુ લાગણીને કેન્દ્રમાં રાખીને થાય છે.
ગિલક્રિસ્ટ અને બાઉચરને તેમના પ્રતિસ્પર્ધીઓ સામે ચઢિયાતા ગણાવતી વખતે તેમની કુલ વિકેટ્સ કે મેચ દીઠ વધુ વિકેટ્સની ગણતરી મૂકાતી નથી, પણ એક ઈનિંગ્સમાં અને એક મેચમાં વધુ શિકારો ઝડપવાનો રેકોર્ડ પણ જોવાય છે. તેમનો રમતમાં દેખાવ અજીબ રહ્યો છે અને કીપિંગ માટેના જ મેન ઓફ ધ મેચ એડવોર્ડસ પણ મેળવ્યા છે. તેમના અદ્દભુત સ્ટમ્પિંગ્સે પણ તેમને લોકચાહના અપાવી છે. એટલે આ બંનેમાંથી કોણ શ્રેષ્ઠ છે, તે માટે કોઈ દમદાર દલીલ નથી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર