ફોટોગ્રાફીના કમ્પોઝિશનના નિયમો
15મી સદી દરમિયાન યુરોપમાં સંગીત, પેઈન્ટિંગ કે શિલ્પકળા જેવી અનેક કળાઓનો સર્વશ્રેષ્ઠ સમય હતો. ઈતિહાસમાં આ સમયને રિનેસન્સકાળ તરીકે ઓળખવામાં છે. રિનેસન્સ એટલે પુનર્જીવન. અનેક કળાઓને આ સમય દરમિયાન પુનર્જીવન પ્રાપ્ત થયું હતું.
માઈકલ એન્જેલો, વાન ગોગ, જીન ફોકેટ જેવા ઘણા કલાકારોના નામો આપણે સૌએ સાંભળ્યા છે. આ બધા મહાન કલાકારોની કૃતિઓમાં એક સામ્યતા સ્પષ્ટ તરી આવશે. આ બધી કલાકૃતિઓ પહેલી જ નજરે ગમી જાય એવી છે. એનું કારણ? કારણ એ કે આ કલાકારોને કમ્પોઝિશનના રૂલ્સનું બરાબર જ્ઞાન હતું. કમ્પોઝિશનના રૂલ્સ ચિત્ર કે કૃતિમાં કઈ વસ્તુ ક્યાં ગોઠવવી એની વિશેષ આવડત, જેને કારણે જોનારને એ ચિત્ર કે કલાકૃતિ પહેલી નજરે જ આકર્ષક લાગે. બિલકુલ એ જ રીતે ફોટોગ્રાફીના નિયમો પણ આ રેખાઓ પર આધાર રાખે છે, જેના કારણે એક સામાન્ય સ્નેપ અને એક આર્ટિસ્ટે લીધેલી ઈમેજમાં આપણને ફરક લાગે છે.
દુનિયામાં આપણે કશે પણ જોઈએ તો જાપાનિઝ અને ઈન્ડિયન આ બંને દેશોના ટુરિસ્ટના તમને ધાડેધાડા જોવા મળે. કોઈપણ સ્થળે તમે જાઓ અને જાપાનિઝ ટુરિસ્ટ બસમાંથી ઉતરે એટલે શું કરે? નાના-મોટા બધી સાઈઝના કેમેરા હાથમાં તૈયાર જ હોય. બસમાંથી ઉતરતા જ ખટાક ખટાક કરતા એનું ફોટો ક્લિક કરવાનું ચાલું થઈ જાય. બસમાંથી ઉતરે અને બસમાં ચઢે ત્યાં સુધીમાં એમણે અસંખ્ય ફોટોગ્રાફ્સ ખેંચી લીધા હોય.
તમારે ટુરિસ્ટ વિનાનો ફોટો જોઈતો હોય તો તમારે રાહ જોવી પડે કે, આ બધા જાપાનિઝના ફોટો પડી જાય અને તેઓ આગળ પ્રયાણ કરે. પછી તમે નિરાંતે તમારો શોટ લો. ટુરિસ્ટ અને કલાકાર બંનેની ફોટોગ્રાફીમાં આ જ તો ફરક છે. કે, પેલો બસમાંથી નીચે ઉતર્યો નથી કે એણે આડેધડ ફોટોગ્રાફ્સ ક્લિક કર્યાં નથી, જ્યારે કાલાકાર તેની ધીરજ ગુમાવતો નથી અને તે શાંતિથી તેના શૉટ વિશે વિચારે છે અને પેલા ધાડા જવાની રાહ પણ જુએ છે. આ ઉપરાંત પણ એક ટુરિસ્ટના સ્નેપ અને એક કલાકારની ઈમેજમાં ઘણા તફાવત છે. તો ચાલો આ કમ્પોઝિશનના નિયમો પર એક નજર નાંખીએ, જેથી ટુરિસ્ટ સ્નેપ એક સુંદર ઈમેજ બની શકે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર