ભવ્ય વારાણસીના ઘાટ પર

29 Jan, 2016
12:00 AM

mamta ashok

PC:

નેહાને વારાણસી જવાની ખૂબ ચ્છા, મને કદાચ શ્રદ્ધા હીં હોવાને કારણે કે કેમ, પણ આ ભૂમિનું જરાયે ખેંચાણ હીં અને છતાંય અમારા પાણી શુદ્ધીકરણના કામ માટે મારે જમણવાળા શહેરથી મરણવાળા શહેર સુધીની એટલે કે વારાણસી જવાનું થયું. કામ માટે જવાનું હતું એટલે ફોટોગ્રાફી માટેનો સમય વહેલી સવાર અને રાતનો મળવાનો હતો. ત્યાં મારે દશાશ્વમેધ ઘાટની નજીકમાં એક નાના ગેસ્ટ હાઉસમાં રહેવાનું હતું. જુલાઈનો મહિનો અને વરસાદથી ઘાટની આજુબાજુના સાંકડા રસ્તાઓ પર સુધીના પાણી, લોકોની ભીડ, અતિશય ગંદકી અને દુર્ગંધ. મને થયું કે દુનિયાના સૌથી જૂના શહેરની દશા?

ગંદકી અને દુર્ગંધને કારણે રૂમ પર હોંચતાની સાથે લટી અને શાના માટે શહેરનો આટલો બધો મહિમા છે એના પર પ્રશ્ન થયો. જોકે કામને માટે મારે ફરજીયાત રહેવું જ પડે એવું હતું, એટલે ચાર દિવસ હીં રહ્યો. જોકે એ ચાર દિવસોમાં શહેર વિશેની મારી તમામ ગ્રંથિ દૂ અને શહેર તરફની આસ્થા અને મહિમા મને સમજાયો.

સાંજ પડતાં થોડી કળ વળતાં કેમેરા-બેગ લઈને નીકળ્યો દશાશ્વમેધ ઘાટ તરફ. હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની જોડે, સાંકડા રસ્તેથી ગાયો, ફેરીયા અને થોડા રૂપિયામાં મારા પાપ ખરીદતા ભિક્ષુકોથી બચતાં પહોંચ્યો ગંગા નદીના ઘાટ પર અને અનુભવ્યો શહેરનો પહેલો અવિસ્મરણીય અનુભવ. એ અનુભવ એટલે સંધ્યારાગની દશાશ્વમેધ આરતી. સતત ઝરમર વરસતા વરસાદ વચ્ચે, હજારો યાત્રાળુઓનાહરહર ગંગેના નાદ વચ્ચે, સાત યુવાન પંડિતોએ શંખનાદ કરીને આરતી રૂ કરી. અગરબત્તી, ધૂપ અને કપૂરની સુગંધ, ઘંટનાદ, ગંગામૈયાનો સરસરાટ અને આસ્થાનો પમરાટ! અદભુત અને જાદુઈ હતો એ અનુભવ!

બીજા દિવસે વહેલી સવારના મારા ગેસ્ટ હાઉસની બાજુમાં આવેલ પવિત્ર કાશી વિશ્વનાથનો પહેલો ઘંટનાદ અને એની જોડે ભેલી જ્ઞાનવાપી સ્જિદમાં જા પોકારાય તે પહેલાં, 5.00 વાગ્યે તો હું પાછો દશાશ્વમેધ ઘાટ પર! ના, જરાય એકલો નહીં! સાંજ કરતાં ઓછા, છતાંયે ખાસ્સા તીર્થ યાત્રાળુઓ વચ્ચે જઈને બેઠો. સુરતના માનનીય સાંસદ શ્રી સી. આર. પાટીલની ખુદની નિગેહબાની હેઠળ, સુરતથી ગયેલી સફાઈ અભિયાન ટુકડી દ્વારા ચોખ્ખાચણાક કરાયેલા ઘાટ પર.

ગંગા સાચ્ચે વારાણસીની લાઈફ લાઈન છે. ક્યાંક કોઈના જન્મ પછીનું પહેલું મુંડન ઉજવાતું હોય, તો કોઈ નવપરિણીત યુગલ લગ્ન કરી આશીર્વાદ માગતું હોય, ને ત્યાં બીજા ઘાટ પર હજારો અસ્થિઓ ગંગામાં કાયમ માટે ભળી તી હોય. નદીમાં ટહેલવા માટે એક બોટ ભાડે કરી. અને સૂર્યોદય થાય તે પહેલાં તો સેર પર નીકળ્યો અને જેમ જેમ વિવિધ સદીઓ પુરાણા ઘાટો કેમેરાના લેન્સ સામે આવતા ગયા, તેમ તેમ જગ્યા માટેની મારી પહેલાથી બંધાયેલી ખોટી સૂ અને ગ્રંથિ ગાયબ થતી .

બોટ થોભાવી કેદાર ઘાટ પર. વહેલી સવારના શ્રી વિદ્યા મઠના વિદ્યાર્થીઓ યોગાસનો શીખી રહ્યા હતા. પૌરાણિક ભારતમાં જે રીતે છોકરાઓને વૈદિક શિક્ષણ અપાતું, ગુરુકુળની પ્રણાલીમાંનો કદાચ છેલ્લો બચેલો આશ્રમ હશે. આજના જમાનામાં, મુંડન અને ચોટીવાળા, ભગવા અને સફેદ ધોતીમાં સજ્જ છોકરાઓને યોગ શીખતા જોઈ ખૂ અચરજ થયું અને આખી ગુરુકુળ તરફ આદરભાવ ઉદભવ્યો. તમે વારાણસી જાઓ તો અનુભવ રખે ચૂકતા.

આ ઉપરાંત પણ વારાણસીમાં અન્ય કેટલાક અનુભવો પણ માણવા જેવા છે, આવતા અઠવાડિયે એની વાત. ત્યાં સુધી હરહર ગંગે!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.