કેટલાક વણલખ્યા જંગલના કાયદાઓ
નમિબિયાની ટ્રીપ પહેલા જંગલ વિશેની અમારી માન્યતા એવી હતી, કે જંગલ એટલે સદંતર અરાજકતા અને એક એવું વિશ્વ, જ્યાં જેને જેમ મરજી હોય તેમ રહે. પરંતુ બે અઠવાડિયાના અમારા પ્રવાસ દરમિયાન નમિબિયાના જંગલને ખૂબ નજીકથી અને બારીકાઈથી નિરખ્યું અને માણ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે જંગલ વિશેની અમારી માન્યતા કેટલી ખોટી હતી. એક જંગલમાં કુદરતના ઘણા વણલખ્યા નિયમો હોય છે, જેનું ત્યાં રહેનારા પ્રાણીઓ અત્યંત દૃઢતાથી પાલન કરતા હોય છે. બધા પ્રાણીઓ ભલે એક આહાર કડીના ભાગરૂપે એકબીજા સાથે જોડાયેલા હોય, પણ આ ઉપરાંત તેમની ફરતે નિસર્ગના કાયદાઓનો પણ એક ગજબનો તંતુ હોય છે. તમે વન-વગડાના થોડા પ્રાણીઓના ફોટોગ્રાફ જુઓ અને પછી એમની વર્તણૂકનો શાંતિથી અભ્યાસ કરો. એક જ પ્રજાતિના પ્રાણીઓ પણ પોતાના જૂથની અંદર અને જૂથ બહારના જોડે તેમની મુલાકાત થાય ત્યારે તેઓ કઈ રીતે વર્તે છે એ જોવું અત્યંત રસપ્રદ બની રહે છે.
તમને આમાં એક વિસ્મયકારક પ્રવૃત્તિ જોવા મળશે. પહેલા તો કદાચ તમને એમની અમુક ચોક્કસ વર્તણૂક ધ્યાનમાં નહીં આવે, પણ પછીથી ધીરે ધીરે તમને આ પ્રાણીઓની ઉપરથી દેખાતી મનમરજીઓની નીચે પ્રકૃતિના કાયદા કાનૂન નજરે પડશે, જેનું તેઓ ચુસ્ત પાલન કરે છે. તમે આમાં વધારે ઊંડા ઊતરશો તો તમને ખ્યાલ આવશે કે આ નૈસર્ગિક તંત્ર આજકાલથી નહીં પરંતુ સદીઓથી અવિરત ચાલતું આવ્યું છે. એને જો કોઈ ખલેલ પહોંચાડતું હોય, કોઈ આ કાયદાઓથી પર થઈને તેને નષ્ટ કરતું હોય તો તે છે - મનુષ્ય પોતે જ. આપણે આપણા અંગત સ્વાર્થને માટે જંગલો તો નષ્ટ કર્યા જ પરંતુ ક્રૂરતાની ચરમસીમાએ પહોંચેલા માણસે પ્રાણીઓની કેટલીક પ્રજાતિઓનો પણ સંહાર કર્યો છે, જેના કારણે સમગ્ર નૈસર્ગિક તંત્ર અસમતોલ બની ગયું છે.
તો આવો આજે આપણે જોઈએ જંગલના કાયદાઓ અને એ કાયદાઓને સચોટ પુરવાર કરતા થોડા ફોટોગ્રાફ્સ.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર