ગ્રાન્ડ ટીટોનની વાઈલ્ડ લાઈફ

13 May, 2016
12:02 AM

નેહા ચિત્તરંજન દેસાઈ

PC:

આખા યુએસએમાં સૌથી વૈવિધ્યપૂર્ણ વાઈલ્ડ-લાઈફ અને તેમની ખાસી ગીચ વસ્તી તમને ગ્રાન્ડ ટીટોન અને ગ્રેટર યેલોસ્ટોન પ્રદેશ સિવાય ક્યાંય નહીં જોવા મળે. દુનિયાના ટેમ્પરેટ વિસ્તારમાં નેચરની આવી અકબંધ ઇકો-સિસ્ટમ અને વન્ય પ્રાણીઓ તમને જોવા નહીં મળે. અમારા અહીંના થોડા દિવસનાં રોકાણ દરમિયાન અહીંના બધા નહીં, પણ ખાસા પ્રાણીઓ અને પક્ષીઓ અમને જોવા મળ્યા. તમે ત્યાં જાઓતો કયા પ્રદેશમાં તમને કયા પ્રાણીઓ જોવા મળે અને તેમની ખાસિયતો શું છે એ વિશેની માહિતી તમને આ લેખમાં આપવાનો પ્રયત્ન કર્યો છે.

અહીં વન્યપ્રાણીઓ વિશે જે સૂચના આપવામાં આવી છે, એનું કડક પાલન કરવું. ઘણાં વન્ય પ્રાણીઓ તમને નિર્દોષ દેખાય, પણ અહીં પ્રાણીઓને લીધે થયેલા 105 મૃત્યુઓમાં ફક્ત પાંચ ગ્રીઝલી બેર કે બ્લેક બેર (રીંછ) ને લીધે થયાં છે, જ્યારે બાકીના 100 નરમ દેખાતા અમેરિકન બાઇસન, એલ્ક અને મુઝને કારણે થયા છે! આ ઘાસ ચરતાં ડાહ્યા ડમરા પ્રાણીઓથી 25 મીટર દૂર અને ગ્રીઝલી બેર કે બ્લેક બેરથી 100 મીટર દૂર રહેવામાં ડહાપણ.

તો હવે જોઈએ અહીંના કેટલાક પ્રાણીઓ અને એમની ખાસિયત વિશે.

મુઝ - ગ્રાન્ડ ટીટોન વિસ્તારનું કોઈ એક આગવું પ્રાણી હોય તો કવર પિક્ચર છે તે મુઝ. આ પ્રાણી તમને Gro Ventre નદીના પટમાં, શવાબાખર લેન્ડિંગ પાસે, મોરાન જંકશન પાસે જોવા મળે. વહેલી સવારનાં અને સાંજના તેઓ લટાર મારવા નીકળે, બાકી આખો દિવસ ઝાડીમાં આરામ ફરમાવે. ડાર્ક ચોકલેટી રંગ, જરા મોટું અને કઢંગુ મોઢું, ઘોડા જેવું મોટું પ્રાણી, પણ હરણ જેવા પાતળા પગ અને પહોળા પણ ચપટા એન્ટલરને કારણે આ પ્રાણી ઘણું અલગ તરી આવે. કાર્ટૂન નેટવર્ક જેમણે મારી મચડીને ફરજિયાત જોવું પડ્યું હોય તેઓ બુલવિન્ક્લ ધ મુનામના એક કાર્ટૂન કેરેક્ટરથી માહિતગાર હશે. તે આ મહાશય પરથી બન્યું છે! અમારા વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફી વિ લિસ્ટમાં પહેલા સ્થાને રહેલું આ પ્રાણી બહુ ફાંફા માર્યા પછી છેક ત્રીજે દિવસે અમને જોવા મળ્યું! આ પ્રાણીઓની પાછળ અમે ઘણી ભાગાદોડી કરી અને જ્યારે સરસ ફોટોગ્રાફ્સ મળ્યા ત્યારે અમને હાશ થ!

એલ્ક - અમારા વિશ લિસ્ટ પર બીજું નામ હતું એલ્કનું. એલ્ક હરણ ફેમિલીનું પ્રાણી છે. જેક્સન વિસ્તારમાં 20મી સદીની શરૂઆતમાં લુપ્ત થવાની અણી પર હતા, ત્યારે ગામનાં સીમાડે જ એક મોટો વિસ્તાર 'નેશનલ એલ્ક રેફ્યુજ' તરીકે અલાયદો ફાળવવામાં આવ્યો અને આજે એલ્કની વસ્તી ઘણી સારી છે. આખા વર્ષ દરમિયાન તેઓ ઉંચા પહાડી વિસ્તારમાં અને યેલોસ્ટોન પાર્કમાં પહોંચી જાય, પણ શિયાળામાં તમને હજારોની સંખ્યામાં એલ્ક રેફ્યુજમાં જોવા મળે. મુઝ - વિલ્સન રોડ પર, વિલો ફ્લેટ્સમાં તમને રડ્યા ખડ્યા દેખાઈ જાય. સપ્ટેમ્બર અને ઓક્ટોબર તેમની મેટિંગ સિઝન હોવાને કારણે માદાઓનું આખું ઝૂંડ લઈને ફરતો એકલો નર તમને દેખાય. આલ્ફા મેલની બિહેવિયર બારીકાઈથી નિહાળવાની ખૂબ મઝા પડે. મોટા નર 250 થી 400 કિલોના હોય અને તેમના શિંડા 3 થી 5 ફૂટ લાંબા અને અણીયાણા હોય. નર એલ્ક એના ટેસટોટેરોન પાવરનાં બણગા સતત ફૂંકતો રહે. આ માટે એ એક તીણો અવાજ કાઢે, જે મેટિંગ માટે અને બીજા નરને દૂર રાખવા એના કામમાં આવે છે. મેટિંગ ટાઈમ દરમિયાન કે એ સિવાયના દિવસોમાં પણ આ પ્રાણીઓ સાથે સેલ્ફી લેવાનું રિસ્ક સપનામાં પણ નહીં લેતા.

અમેરીકન બાઇસન - એક સમયે લાખો બાઇસન અમેરિકાની ધરતી ધમધમાવતા. પણ અમેરિકનો એ પણ એમનું નેવાહો પ્રજાની જે રીતસરનું નિકંદન વાળ્યું. વર્ષ 1890 મા માંડ બે કે ત્રણ હજાર બચેલા ત્યારથી એમનો સંરક્ષણ પ્રોગ્રામ ચાલુ કરવામાં આવ્યો, જેના કારણે આજે હવે પાંચેક લાખ અમેરિકન બાઇસન આ ધરતી પર જીવી રહ્યા છે. અમેરિકામાં શિકારની સીઝન હોય ત્યારે બહાદુર અમેરિકનો કારમાં બેઠા બેઠા થોડા મીટર દૂર ઉભેલ બાઇસનને ગોળીએ દ, પછી બંદુક લ એના પર પગ મૂકી ફોટા પડાવે. જોકે આને બહાદુરી કહી નહીં શકાય એ અલગ વાત છે. ગ્રાન્ડ ટીટોન કરતાં યેલોસ્ટોનમાં એમની વસ્તી ખાસી વધારે. પણ અહીં તમને એન્ટેલોપ ફ્લેટ્સ રોડ, એલ્ક ફ્લેટ્સ અને કેલી ગામડાં પાસે તમને 500 થી 1000 બાઇસન ફરતા દેખાય.

ગ્રીઝલી બેર અને બ્લેક બેર - ગ્રીઝલી બેર અને બ્લેક બેર નિહાળવાની પ્રોબેબિલિટી 5% જેટલી જ કહી શકાય અને અમે એ 5 ટકામાં આવીએ છીએ એનો અમને ગર્વ છે. જોકે તોય અમે એમના સારા ફોટોગ્રાફ્સ નહીં લઈ શક્યા! :( એટલે હવે પાછું જવું પડશે! તમારે જો એમને જોવા હોય તો અપ્રિલ અથવા મે મહિનામાં જવું કે, જ્યારે તેઓ શિયાળાનાં ત્રણ ચાર મહિનાના હાયબરનેશનમાંથી બહાર આવતા હોય. ઓક્સ્બો બેન્ડ, સિગ્નલ માઉન્ટન, જેક્સન લેક ડેમ તેમના ફેવરીટ અડ્ડા કહી શકાય. અમે પણ અહીં રખડ્યા, પણ તેઓ અમને નહીં જડ્યા. એટલે હવે ફરીશું તમારી જોડે! તો ચાલો વાઈલ્ડવેસ્ટની વાઈલ્ડ લાઈફનાં થોડા ફોટોગ્રાફ્સ જોઈએ...

નાના હતા ત્યારે પેલા અભિમાની સાબરની વાર્તા આવતી એ યાદ આવે છે આ પ્રાણીને જોઈને?

week 46 1

Gro Ventre નદી પાર કરતો અને સતત અમારા પર નજર રાખતો નર મુઝ. કોઇપણ વાઈલ્ડ પ્રાણી હોય એનો પોતાનો એક કમ્ફર્ટ ઝોન હોય, તમે એમાં પ્રવેશો, એટલે એ વિચારવા માંડે, - "Fight or Flee?" લડું કે ભાગું.

 

week 46 2

શવાબાખર લેન્ડિંગની સેજ ઝાડીમાં આરામ ફરમાવતી માદા મુઝ

week 46 3

માદા મુઝ તમારી તરફ જુએ અને ખરીથી જમીન ખોતરવા માંડે તોકેમેરા ત્યાં જ મૂકીને તમે ઝડપથી ભાગી જજો.

week 46 4

મુઝબેન મુઝબેન તમારા તો અઢારે આઢાર અંગ વાંકા... અને છતાં તમે તો સોહામણાં !

week 46 5

ધુમ્મસમાં લપાતા છૂપાતા અમે બાર સિંગી નર એલ્કનો થોડે સુધી એનો પીછો કર્યોએક વાર એણે ફરીને 'રટ'નું રણશિંગું પોકાર્યું. અને અમે શાનમાં સમજીને પાછા વટી ગયા!

week 46 6

ગ્રાન્ડ ટીટોનના ગ્રાન્ડ ઘોડા

week 46 7

આહા આની સાથે તમે સેલ્ફી લઈ શકાય!

week 46 8

એક સમયે લુપ્ત થવાને આરે પહોંચેલા બાઈસન અમેરિકાની ધરતી પર ફરી ફૂલ્યાફાલ્યા છે...

Chalo-farva-jaie-2

ગ્રેન્ડ ટીટોન અને જેક્સન પ્રદેશનો નકશો

Chalo-farva-jaie-1

 

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.