ગ્રાન્ડ ટીટોનની વન્ય સમૃદ્ધિ
ગ્રાન્ડ ટીટોન વિસ્તાર પશુપંખીઓનો ખૂબ ચાહીતો વિસ્તાર છે. દરેક સિઝનમાં અહીં જુદાજુદા પક્ષીઓ અને પ્રાણીઓ દેખા દે અને આપણા માટે જાણે રેમ્પ વોક કરતા હોય એમ આમથી તેમ ઉડીને કે ચાલીને અથવા તો ક્યાંક માનવ મહેરામણથી સંતાઈને આપનું દિલ ખુશ કરી દે. તો આ અઠવાડિયે ચાલો આપણે જોઇએ આ વિસ્તારના બીજા પ્રાણી અને પક્ષીઓ વિશે.
પ્રોંગહોર્ન: નોર્થ અમેરિકાના પશ્ચિમ અને મધ્ય પ્રદેશોમાં આ પ્રોંગહોર્ન નામનું પ્રાણી જોવા મળે છે. એન્ટેલોપને મળતું આવતું હોવા છતાં એ એન્ટેલોપ નથી. નોર્થ અમેરિકાનું સૌથી ફાસટેસ્ટ હૂફ્ડ એનિમલ છે આ પ્રોંગહોર્ન. 60 માઈલ પ્રતિ કલાકની ઝડપે તે ભાગી શકે છે. જિરાફનું સૌથી નજીકનું સગું ગણાતું આ પ્રાણી પેઢી દર પેઢી માઈગ્રેશનની એક જ પેટર્ન ફોલો કરે છે અર્થાત જે માર્ગ પર એમના પૂર્વજો ચાલ્યા હશે એ જ માર્ગને વળગીને આજે પણ તેઓ ચાલે! આ પ્રાણીઓ આપણા હ્યુમન્સ કરતા તદ્દન વિરોધાભાસી વર્તન ધરાવે છે, પણ હવે નવા રસ્તાઓ અને બાંધકામ વધવાથી પ્રોંગહોર્ન પોતાના પૂર્વજોએ ચીંધેલા માર્ગ પરથી થોડા વિચલિત થયા છે.
બીવર: નોર્થ અમેરિકામાં સૌથી મોટા જીવિત ઉંદર એટલે આ બીવર. ત્રણ ફૂટ લાંબા અને જમીન તેમજ પાણી એમ બંને પર સમાન રીતે રહેતા આ પ્રાણીને તીણા દાંત અને પહોળી પૂંછડી હોય છે. જ્યાં પાણી વધુ હોય ત્યાં આ જીવો એમનું રહેઠાણ તૈયાર કરતા હોય છે, જેથી એમને ખોરાક યોગ્ય માત્રામાં મળી રહે. જોકે એમની ખાસિયત એ છે કે, એમને સ્થિર પાણી જ વધુ ગમે. ફોર્સમાં વહેતા પાણીમાં તેઓ લાકડા અને ડાળખીઓ વડે બંધ બનાવી દેતા હોય છે. આ બંધ એમને અન્ય શિકારી પ્રાણીઓથી રક્ષણ આપે છે તથા એમના નાના બચ્ચાને મહેફૂસ રાખવા માટે પણ મદદરૂપ થાય છે. સ્વાબાખર લેન્ડિંગ પર આ પ્રાણીઓના અસંખ્ય બીવર ડેમ જોવા મળે છે. બંધ બાંધવાની મથામણમાં આ બીવર તમને ઝાડની ડાખળીઓ મોઢામાં પકડીને આમથી તેમ તરતા દેખાય જ અને એમની ફોટોગ્રાફી કરવાની પણ ખૂબ મજા પડે છે.
અમેરિકન બૉલ્ડ ઈગલ: અમેરિકાનું રાષ્ટ્રીય પ્રતીક એટલે અમેરિકન બોલ્ડ ઈગલ. એક સમયે આ પ્રજાતિ પણ લુપ્ત થવાને આરે હતી, પણ અમેરિકાના સંરક્ષણ પ્રયાસોથી આજે પાછા આ પ્રાણી સારી એવી સંખ્યામાં જોવા મળે છે. આ પક્ષી ફક્ત ઉત્તર અમેરિકામાં જ જોવા મળે છે. અમેરિકામાં બે પ્રકારના બૉલ્ડ ઈગલ હોય છે. નોર્થન અને સધર્ન. નોર્થન બૉલ્ડ ઈગલ સાઇઝમાં થોડું મોટું હોય છે. મેલ અને ફિમેલ બંને બૉલ્ડ ઈગલને કથ્થઈ-કાળા રંગની પીઠ હોય છે અને માથું, ગળું તેમજ પૂંછ સફેદ હોય છે. તેની ચાંચ અને પગ પીળા રંગના હોય છે. પણ ફિમેલની લંબાઈ 35-37 ઇંચ અને વિંગસ્પેન 79-90 ઇંચનો હોય છે. જ્યારે નાના મેલના શરીરની લંબાઈ 35-34 ઇંચ અને વિંગસ્પેન 72-85 ઇંચ જેટલી હોય છે. મનુષ્ય કરતા ચાર ગણી તીક્ષ્ણ આંખોથી જ્યારે તે શિકારને જોઈ લે અને શિકાર કરતા પહેલા હવામાં ચકરાવો લે ત્યારે તેની ફોટોગ્રાફી કરવાની ખૂબ મજા આવે છે.
અમેરિકન મેગપાઈ: આમ તો કાગડા બધે જ કાળા, પણ કાગડા પરિવારની આ બ્લેક એન્ડ વ્હાઇટ આવૃત્તિ એટલે અમેરિકન મેગપાઈ. પશ્ચિમ ઉત્તર અમેરિકામાં જોવા મળે છે આ પક્ષી. તેની પૂંછ અને પાંખના અમુક ભાગમાં આછી ભૂરી ઝાંય દેખાય છે.
કનેડિયન ગીસ: આ જાતિને લોકોએ પોતાના લેક્સ પોંડ્સમાં રિ ઇન્ટ્રોડ્યૂસ કર્યા છે. તેને ઘણા લોકો પેસ્ટ તરીકે પણ જાણે છે. અમને આવા ઘણા ગીસ દેખાયા, જ્યારે આપણાં ગુજરાતમાં પારો ચાળીસની ઉપર હોય ત્યારે અને એસીની પણ કંઈ ઠંડક સ્પર્શતી નહીં હોય ત્યારે એસી કરતાં ઠંડા પાણીમાં મસ્ત તરતા, બેફિકરાઈથી ખોરાક શોધતા આ ગીસની અદેખાઈ થઈ આવે છે.
પ્રોંગ હોર્ન્સઃ હરણ જેવું દેખાતું પ્રોંગ હોર્ન, સો કિલોમીટરની ઝડપે ભાગી શકતું નોર્થ અમેરિકાનું સૌથી ઝડપી પ્રાણી.
બીવર: બે સદી પહેલા બીવરના ફરની ટોપી ખૂબ જ પચલિત હોવાથી આ જળચર પ્રાણીનું નિકંદન થઈ ગયેલું. જોકે પછી થયું એવું કે, એ ટોપીની ફેશન જ લુપ્ત થઈ ગઈ ગઈ, જેના કારણે ગ્રાન્ડ ટીટોનમાં બીવરની સંખ્યામાં વધારો થઈ ગયો. બીવરો આખા ને આખા ઝાડ કોતરીને તોડી નાખે અને ઈના નદી અને ત્માવોમાં રીતસરના ડેમ બનાવે અને એને ખોરાક તરીકે ખાઈ પણ જાય. આને કારણે ઘણા લોકો બીવરોને 'પેસ્ટ' ત્રાસ પણ ગણે, પણ વિજ્ઞાનીઓ બીવરોને બાયો ડાયવર્સિટી માટે ખૂબ જ ઉપયોગી ગણે છે.
શવાબાખર લેન્ડિંગ પાસે તમને બીવર ખાસ્સા પ્રમાણમાં જોવા મળે.
બીવર એટલે મોટાં છછૂંદર જ, પણ ગ્રાન્ડ ટીટોન માટે ઘણા ઉપયોગી
અમેરિકન બોલ્ડ ઈગલ: અમેરિકાનું નેશનલ એમ્બ્લેમ એટલે અમેરિકન બોલ્ડ ઈગલ. એક સમયે આ પ્રજાતિ પણ લુપ્ત થવાને આરે હતી. પણ યુસએનાં સંરક્ષણના પ્રયાસોથી આજે પાછા આ પક્ષી મોટી સંખ્યામાં જોવા મળે છે. ઓક્સ બો બેન્ડ પાસે અમને આ જુવેનાઈલ અમેરિકન બોલ્ડ ઈગલ જોવા મળ્યું.
ઓક્સ બો બેન્ડ પાસે માછલી પકડવા નીચે ઉડતું જુવેનાઈલ અમેરિકન બોલ્ડ ઈગલ.
અમેરિકન બ્લેક મેગપાઈ
કેનેડિયન ગીઝ બસ આખો દિવસ ડૂબકી મારીને ખોરાક શોધવામાં મસ્ત રહે.
જેક્સન હોલમાં દુનિયાનાં શ્રેષ્ઠ વાઈલ્ડ લાઈફ ફોટોગ્રાફરોમાંના એક થોમસ મેન્ગ્લસનની ગેલેરી ખાસ જોવા જવું.
જેક્સન હોલ ગામડાંની વચ્ચોવચ એક પાર્ક છે, જેના ચાર ગેટ આ રીતે એલ્કના શીંગડાંથી બનાવવામાં આવ્યા છે. દરેક આર્ક 2000 શીંગડાંથી બનાવવામાં આવ્યું છે, જેનું વજન 4000 થી 5000 કિલો ની આસપાસ હોય છે. અને હા, એકપણ એલ્કનો શિકાર કર્યા વિના આ દરવાજા તૈયાર કરવામાં આવ્યા છે. દર શિયાળામાં એલ્કનાં શીંગડાં એમના ટેસ્ટોટેરોન લેવલ ઘટવાથી ખરી જાય ત્યારે એ વીણી લેવામાં આવે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર