તમારી જાતને જેવી છે તેવી સ્વીકારો : બધી મિસ્ટ્રી સમજાશે
Without mysticism
Man can achieve nothing
Mysticism is depth of
Feeling what is believed
about universe
Andre Gide અને Bertrand Russell
(મિસ્ટિસિઝમ કે રહસ્ય વગર માનવી કંઈ જ પ્રાપ્ત કરી શકે નહીં. હકીકતે મિસ્ટિસિઝમ એ એક એવી ઘનિષ્ઠ લાગણી છે જેનાથી તમે બ્રહ્માંડને જાણી શકો.)
ઓશોએ એક ભક્તના સવાલના જવાબમાં કહેલું કે લાઈફ ઈઝ એ ટ્રીમેન્ડસ મિસ્ટ્રી. ઓશો રજનીશનાં પ્રવચનોનું પુસ્તક છે, તેના 8મા પ્રકરણમાં લાઈફ, ડેથ એન્ડ લવ, આ ત્રણેય મિસ્ટિરિયસ છે એવું જણાવાયું છે. હા, પ્રેમ પણ મિસ્ટ્રી છે. ઓશોએ સરસ ચાબખો મારેલો કે માનવી પોતે જેનું રહસ્ય ન સમજતો હોય તેને આઘે ઠેલે છે. તેમાં જીવન તો ઠીક પણ મૃત્યુ અને પ્રેમ એ બંને મોટી મિસ્ટ્રી છે. ધે આર બીયોન્ડ માઈન્ડ.
ઓશો મિસ્ટ્રી-જીવનના રહસ્ય વિશે બહુ જ બોલ્યા છે. તેમની કીમતી વાણી ખોવાઈ ગઈ છે. તેમનાં પ્રવચનોનું માર્કેટિંગ કરીને કમાવા માટે તેના ભક્તોએ તેમનાં પ્રવચનોનાં પુસ્તકનો જબ્બર ઢોરવાડો પેદા કર્યો છે. કોઈ વાંચે કે ન વાંચે! સેંકડો પુસ્તકો છે. તેમાં લાઈફ અને મિસ્ટ્રી વિશેનાં તેનાં પ્રવચનો મેં સાંભળ્યાં છે. મને યાદ છે તેનું વાક્ય.
લાઈફ ઈઝ નોટ એ પ્રોબ્લેમ બટ ઈટ ઈઝ એ મિસ્ટ્રી. સાયન્સ માટે જીવન એક પ્રોબ્લેમ છે પણ ધર્મ માટે જીવન એક મિસ્ટ્રી છે. પ્રોબ્લેમને ઉકેલી શકાય પણ મિસ્ટ્રીને ઉકેલી ન શકાય, તેને માત્ર હૃદયથી સમજી શકાય. જો તમારામાં સમજવાના વેતા હોય- લાયકાત હોય તો જ! મિસ્ટ્રીની મિસ્ટ્રી સમજવી હોય તો ઓશો રજનીશના આ શબ્દો સમજવાની લાયકાત મેળવવી જોઈએ.
‘વી કેન લીવ મિસ્ટ્રીઝ
વી કેન બીકમ વન વિથ ધેમ
વી કેન લૂઝ અવરસેલ્વઝ ઈન ધેમ’
તમે મિસ્ટ્રીના રહસ્યને ખુદ અનુભવીને તેની સાથે આત્મસાત્ થઈ શકો. તમે મિસ્ટ્રી સાથે ખોવાઈ જાઓ તો જ મિસ્ટ્રીની મિસ્ટ્રી સમજાય.
ઉપર મેં લખ્યું કે તેના ભક્તોએ રજનીશના ઊંડા જ્ઞાનનું કૉમર્શિયલાઈઝેશન કરીને જબ્બર ‘ઢોરવાડો’ પેદા કર્યો છે. એ ‘ઢોરવાડા’માં લીલું ઘાસ નથી. ત્યાં માત્ર ઓગાસ છે. એઠવાડ છે. પશુએ છોડેલા ઘાસને ઓગાસ કહે છે. બીજાએ ચરીને છોડી દીધેલું ‘ઘાસ’ છે. તમારે જ્ઞાનનો લીલો ચાર ચરવો હોય તો ઓપ્રાહ વિનફ્રે નામની અમેરિકન બાઈની વાત માનવી પડે અને ઓશો રજનીશ માત્ર આચાર્ય રજનીશ હતા ત્યારની તેની વાણીને યાદ કરવી પડે.
જિંદગીનું રહસ્ય કે મિસ્ટ્રી એ કોઈ તૈયાર થાળીમાં પીરસેલો શીરો કે લાપસી નથી. એ મિસ્ટ્રી તમારે પોતે જ શોધવી પડે. ઓપ્રાહ વિનફ્રેએ કહેલું કે ‘ધ બિગ સિક્રેટ ઑફ લાઈફ ઈઝ ધેટ ધેર ઈઝ નો સિક્રેટ!’
જીવનનું રહસ્ય શું છે? જીવનનું રહસ્ય એ જ છે કે તે કોઈ રહસ્ય-બહસ્ય નથી. હા, એક જ રહસ્ય છે કે તમારા જીવનનો કોઈ પણ ગોલ હોય કે લક્ષ્ય હોય ત્યાં તમે પહોંચી શકો છો, પણ તે માટે તમારે પોતે જ પરસેવો પાડવો પડે. તમારું પરસ્પિરેશન એ જ તમારું ઇન્સ્પિરેશન બને છે!
ફ્રાંસના પ્રમુખ ચાર્લ્સ દ‘ગોલે કહેલી આ વાત જરા જુદી છે પણ સમજવા જેવી છે. ધેર કેન બી નો પાવર વિધાઉટ મિસ્ટ્રી. તમારામાં કોઈ રહસ્ય હોય કે રહસ્યને જાણવાની તાકાત હોય તો જ તમારામાં પાવર આવે છે. તમારામાં કંઈક એવું હોવું જોઈએ જેનું રહસ્ય તમને જ સમજાય. વળી, એક વાત યાદ રાખો કે બહુ બોલ બોલ ન કરો. તમે અમુક વખતે ચૂપ રહો. શાંત રહો. ‘નથિંગ એનહાન્સીઝ ઑથોરિટી એન્ડ પાવર ધેન સાયલન્સ.’ આ શબ્દો ચાર્લ્સ દ’ગોલના છે.
‘મોડર્ન મિસ્ટિક્સ એન્ડ સેઈજીસ’ના પુસ્તકમાં જે જે 20મી સદીના મિસ્ટિકોનાં નામ લખ્યાં છે તેમાં આજની યુવાપ્રજા જે શ્રદ્ધાળુ તો છે છતાં તે બુદ્ધિની સરાણે ચમત્કારિક સાધુને ઘસે છે. આવી સરાણમાં મોડર્ન મિસ્ટિક્સમાં આલ્ડસ હક્કલ, ગુજર્યેફ, મહેરબાબા, મહારાજજી અને મધર ટેરેસાના ચઢાવે છે. તેમાં માત્ર આજના બુદ્ધિમંતોને માત્ર અને માત્ર અલાન વૉટ્સનું જીવન અને કથન ગળે ઊતરે તેવું છે. ‘મૉડર્ન મિસ્ટિક્સ’ પુસ્તકમાં અલાન વૉટ્સના જીવન અને તે શું કામ મૉડર્ન મિસ્ટિક હતા તે જણાવ્યું છે. તમને મિસ્ટિસિઝમમાં રસ હોય કે ન હોય પણ તમે અલાન વૉટ્સ નામના મિસ્ટિકનું પુસ્તક ‘ધ વિઝડમ ઓફ ઈનસિક્યુરિટી’ જરૂર જલદીથી વસાવી લેજો. 16મી નવેમ્બરે તેમનો નિર્વાણ દિવસ હોય છે. તેમણે ‘ડિવિનિટી’ દિવ્યતાના વિષય અંગેની ડૉક્ટરેટની પદવી મેળવેલી. તેમના વિશે તમે કંઈ ન જાણો કે તેમની ફિલસૂફી કે મિસ્ટિસિઝમાં રસ ન હોય તો તેમનું આ સૂત્ર બરાબર કંઠસ્થ કરી લેજો.
એક્સેપ્ટ યોર સેલ્ફ જસ્ટ એઝ યુ આર
એક્સેપ્ટ ધ વર્લ્ડ જસ્ટ એઝ ઈટ ઈઝ
ડોન્ટ ચેઝ હેપ્પીનેસ
લાઈફ ઈઝ એ ગેઈમ
હેવ ફન વિથ ઈટ
પાર્ટિસિપેટ પ્લે
એક મહાન ફિલસૂફ નામે ડૉ. અલાન વૉટ્સ જેને ‘અમેરિકન એકેડેમી ઑફ એશિયન સ્ટડીઝ’ની કૉલેજમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે નીમવામાં આવેલા. તેમને સૌથી વધુ પ્રેરણા મળી હોય તો સ્વામી વિવેકાનંદ પાસેથી મળેલી. તેમણે પોતાની જાતને અસલામત છોડી દીધી. પેન્શનવાળી નોકરી જવા દીધી અને અનુભવ કર્યો કે પોતે જલસાથી જીવે છે અને મિસ્ટિકની છાપથી ભરમાતા નથી. તેમને દુનિયા સ્વીકારે છે કે નહીં. ડૉ. અલાન વૉટ્સે ત્રણ ત્રણ લગ્નો કર્યાં. ત્રણેય લગ્નોથી તેને સાત સંતાનો થયાં. તેમણે કબૂલ કર્યું કે ‘મને કોઈ પસ્તાવો થતો નથી. હું વાસનાને તાબે થાઉં છું તેવો સેન્સુઆલિસ્ટ છું તે વાત હું જ સ્વીકારું છું. સેન્સુઆલિસ્ટ એટલે વિષયી, વિલાસી, ઈન્દ્રિયભોગી કે સુખભોગવાદી! ડૉ. અલાન વૉટ્સે કહ્યું કે હું આ બધું થઈ ગયો. વિલાસી, વિષયી, કામાસક્ત વગેરે બધું જ થઈ ગયો.’
રજનીશ પહેલાંનો એ રજનીશી હતો! તે કહેતો કે હું સ્ત્રીઓનો પ્રેમી છું અને સેક્સુઆલિટીમાં મને આનંદ આવે છે. ઓશો રજનીશ પણ આવું કબૂલ કરતા. ડૉ. અલાન વૉટ્સને સ્વાદિષ્ટ ખોરાક, પીણાઓ (આલ્કોહોલિક તો ખરાં જ), સુંદર અને વિચિત્ર વસ્ત્રો, પુસ્તકો અને ખાસ તો જ્વેલરીનો શોખ હતો. આ બધું જ છતાં રજનીશ જેમ ભોગવિલાસ અને સેક્સ ભોગવતા છતાં તે અદ્દભુત ફિલસૂફી કે વાર્તાલાપ પીરસી શકતા તેમ ડૉ. અલાન વૉટ્સ 1957થી 1973ની નવેમ્બરની 16મીના મૃત્યુ સુધી પ્રેરણાદાયી લેખો લખતા રહ્યા. સ્ત્રીઓ ભોગવતા રહ્યા. યુનિવર્સિટીઓ, કૉલેજો, મેડિકલ સ્કૂલ, મેન્ટલ હેલ્થની હૉસ્પિટલો, હાર્વર્ડ યુનિ., કેમ્બ્રિજ યુનિવર્સિટી, શિકાગો યુનિ. અને ઝુરિકમાં (જર્મની) સી.જે. જંગ ઈન્સ્ટિટ્યૂટના પ્રખર વક્તા રહ્યા. લેક્ચરર અને પ્રોફેસર બની રહ્યા. તેમણે યુવાનોને કહ્યું કે કોઈ સલામત જિંદગી શોધીને કે પેન્શનેબલ જોબ શોધીને કે કાંઈ કાયમ બંધાઈ રહે તેવી પ્રેમિકા સાથે લગ્ન કરીને હાથમાં બેડી નહીં પહેરી લો. તેમની આ વાત માટે તમારે ‘ધ વિઝડમ ઑફ ઇનસિક્યુરિટી’ નામનું પુસ્તક આખું વાચવું પડે. તે ન મળે તો તમે તેનું આ વાક્ય મઢી લેજો. રજનીશ આ સૂત્ર બહુ બોલતા :
નેવર ડિસાઈડ ફોર સિક્યુરિટી
અધરવાઈઝ યુ વિલ ઓલવેયઝ
ડિસાઈડ રોંગલી
ઓલવેયઝ ડિસાઈડ ફોર લવ
હૂ કેર્સ એબાઉટ સિક્યુરિટી
ઇફ ધેર ઈઝ લવ!
સમજ્યા? સલામતી નહીં શોધો. સલામતી શોધી હોય એ ક્યારે પણ અસલામત બની જાય છે પણ હંમેશાં પ્રેમની શોધ કરો. પ્રેમ મળે પછી સિક્યુરિટીની ઐસી કી તૈસી.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર