હીરો થવું હોય તો ઝીરો બનીને શરૂ કરો

03 Sep, 2015
12:00 AM

mamta ashok

PC:

I am nobody who are you?

I am nobody who are you?
Are you nobody too?
Then there is a pair of us!
Don't tell! they would
Advertise and make noise
How hard and dreary to be somebody!
How public like a joker
To tell your name to admiving crowd!
- Emily Dickinson

જર્મન-સ્વિસ-કવિ-નવલકથાકાર અને પેઈન્ટર હરમન હેસે જીવવા માટે લખ્યું અને લખવા માટે 85 વર્ષ જીવીને આઠ નવલકથા લખી અને વાર્તા દ્વારા જ પોતાના જીવનની ફિલસૂફી કહી. ઉપર કવયિત્રી એમિલી ડિકિન્સને કવિતા દ્વારા પોતાના જીવનનો સિદ્ધાંત ઘડ્યો કે આ દુનિયાના ખરા રંગ જોવા હોય અને માણસને પારખવા કે ચકાસવા હોય તો મિસ્ટર નોબડી કે મિસ નોબડી બનીને જીવો. પણ હરમન હેસ નોબડી થઈને લખતા હતા તો પણ તેની ફિલસૂફી આજે પણ જગતના બુદ્ધિમંત લોકોને એટલી ગમી ગઈ કે તેઓ નવલકથા દ્વારા જ મિસ્ટર સમબડી થઈ ગયા! એને શાંતિથી જીવીને શાંતિથી મરવું હતું તે ન થઈ શક્યું. તેણે જીવનનો મંત્ર કહ્યો તે ફરી ફરીથી યાદ રાખવા જેવો છે. જો તમારે કંઈક બનવું હોય કે તમારી ગણના કરાવવી હોય તો શરૂથી શૂન્યવત્ બનો. કોઈ જ માનપાન ન આપે તેવા સામાન્ય માનવી થઈ જઈ જીવો.

સોક્રેટિસ અને સ્વામી રામકૃષ્ણ પરમહંસ સાવ જ સામાન્ય માનવી તરીકે જીવ્યા. રામકૃષ્ણ પરમહંસે સામાન્ય માનવી જેવી બીમારી અને બીમારીનું દર્દ ભોગવ્યું. તે બતાવે છે કે માનવીને દર્દ છોડતું નથી. શરીરનું દર્દ તો મહાન તપસ્વીનેય પીડી ગયું છે. એવિલી ડિકિન્સન કહે છે કે, તમે ખરેખર જીવનમાં એકલા હો અને મિસ્ટર નોબડી હો અને તમારા જેવી જ બીજી વ્યક્તિ મળી જાય તો તો ધન્ય ઘડી - ધન્ય ભાગ્ય. બે જણની જોડી જે દુનિયાની ગણના, અવગણના કે કોઈપણ જાતનાં દુન્યવી મૂલ્યોને સ્વીકારતી નથી. પોતાનાં જ મૂલ્યો નક્કી કરીને મૌલિક જીવન જીવે છે. આજકાલ શું પ્રતિષ્ઠિત વ્યક્તિ મૌલિક જીવન જીવે છે? તે તો મોટાઈ મારવા પારકી દુનિયા, જેણે ‘મોટાઈ’નાં ધોરણો તમારા વતી નક્કી કર્યા છે તે પ્રમાણે જીવે છે ને? કે નહીં?

કવયિત્રી એમિલી ડિકિન્સને ‘આઈ એમ નોબડી’ કવિતા લખીને જિંદગીની એક નવી ફિલસૂફી આપીને જગતને નવો જ માર્ગ ચીંધ્યો. તમે બીજા જે આજ્ઞાંકિત મોટેરા છે તેનાથી અલગ એવા છો. તમે ‘ઑન ધ આઉટસાઈડર છો.’ હેરોલ્ડ બ્લુમ જેવા કવિએ તેને અંજલિ આપીને કહ્યું કે, ‘આ કવિતા એક બળવાખોર કવયિત્રીની છે અને તે ઑથોરિટીને ચેલેન્જ કરે છે. કોઈના ચોકઠામાં બેસતી નથી. એટલી હદે ઉપરની કવિતા વાચકને ચોટ કરે છે કે તેના વિચારોના ફોર્સમાં તણાયા વગર વાચકને છૂટકો નથી!

આ દુનિયામાં જીવ્યા વગર તો છૂટકો નથી. બીજા નોબલ પ્રાઈઝ વિનરની જેમ દુનિયાથી વાજ આવી જઈને સાને ગુરુજીની જેમ આત્મઘાત કરાય નહીં. તો તમારે ઝીરોમાંથી હીરો બનવા-અગર અંગ્રેજીમાં વધુ સ્ટાન્ડર્ડ ઊચું કરી ઝીરોમાંથી રિમાર્કેબલ પર્સન કઈ રીતે થઈ શકાય? કારણ કે જો તમે સાવે સાવ સામાન્ય થતાં જાઓ તો દુનિયા તમને ચગદી નાખશે. જર્મન ફિલસૂફ હરમન હેસ કહેતા કે દુનિયા તો તમને તેમની રીતે શૂન્યવત્ બનાવવા તૈયાર જ ઊભી છે. તમારે તમારી રીતે રિમાર્કેબલ એટલે કંઈક ગણમાન્ય વ્યક્તિ, અસાધારણ વ્યક્તિ, અદ્દભુત માનવ, અલૌકિક જીવ, લોકોત્તર જીવ, વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવનારા કે ધ્યાન દેવા યોગ્ય વ્યક્તિ બનવું હોય તો તમારે અમુક ભોગ આપવા પડશે.

.... પણ સબૂર! ભોગ એટલે કોઈ જ જાતની બીજાના વિચારોને ફોલો કરવાની ગુલામી-માનસિક હાલત નહીં પણ તમારે જ સ્વવિકાસ માટે જે કરવાનું છે તે કરવાનું. તે માટે તમારે સૌપ્રથમ તો :

(1) લર્ન એઝ મચ એઝ યુ કેન :

તમે બની શકે તેટલું વાંચન વધારીને તમારું જ્ઞાન વધારતા રહો. ઉત્તરધ્રુવ સુધીના પ્રદેશનું જ્ઞાન મેળવો. રોજ કંઈક નવું શીખો. રોજ સવારે 30 મિનિટ કંઈક નવું જાણવાની ટેવ રાખો. રોજ 30 મિનિટ વાંચશો એટલે કે સપ્તાહની તમે એક બુક વાંચી કાઢશો અર્થાત્ એક આખા વર્ષમાં તમે 50 પુસ્તકો વાંચી કાઢશો!’ તમે માત્ર રોજ 30 મિનિટ વાંચવાનો સંકલ્પ કરશો તો એ વાત આસાન થશે.

(2) પ્રોવાઈડ ટેરિફિક ન્યૂ વેલ્યૂ :

એક ગણમાન્ય વ્યક્તિ તરીકે તમારા પોતાનાં નવાં મૂલ્ય પેદા કરો. શું કામ એલોપથીને આંધળી આંખે વળગવું જોઈએ. એલોપથી થકી જ દર વર્ષે-હા એલોપથીને કારણે જ દર વર્ષે 96,710 લોકો અમેરિકા અને યુરોપમાં હૉસ્પિટલમાં કે ઘરે મરી જાય છે. ડૉક્ટરો થકી મરે છે. તમે તમારી વૈકલ્પિક પદ્ધતિ અપનાવો. તમે જાણો છો કે 600 થી 700 અબજ ડૉલરના વકરાવાળી એલોપથી જગતમાં પ્રસરી છે - છતાંય આજે તેનાથી બમણા મૂલ્યની વૈકલ્પિક થેરાપી પેદા થઈ છે. તમે એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, આયુર્વેદ, ધ્યાન ચિકિત્સા, અરે જુદા જુદા મિરેકલ્સ વગેરે અજમાવી શકો છો. એક સંકલ્પ કરો કે ડૉક્ટરના અજ્ઞાન થકી નહીં પણ તમે તમારા સંકલ્પબળ થકી તમારાં જ મૂલ્યોને વળગી રહી મરવા તૈયાર છો.

(3) મેઈક જેન્યુઈન કનેક્શન્સ :

તમે માત્ર જીવતા જ નહીં પણ મરેલા ઊંચા-અધ્યાત્મ જીવો સાથે કનેક્શન સ્થાપિત કરો. ઘણા અધ્યાત્મ જીવો ભલે અત્યારે શરીરમાં જીવતા ન હોય. તેના જ્ઞાનને અને તેમના સંકલ્પ બળને તમારું પ્રેરકબળ બનાવો. જ્યારે તમે ધારો કે સ્વામી વિવેકાનંદના ટૂંકા જીવનમાં તેમનાં મૌલિક મૂલ્યોને પકડો કે બીજા હરમન હેસ જેવા અસ્તિત્વવાદીને પકડો ત્યારે માત્ર પ્રેરણા લો કે તમે જ તમારા ગુરુ છો. તમે જ તમારા મૂલ્ય સ્થાપિત કરો છો. વહેતા રહો. સ્થગિત ન થાઓ. ‘કિપ ગોઇંગ’ અને એવી દિશામાં જાઓ જ્યાં તમે છો તેનાથી કંઈક ઊંચું મૂલ્ય તમારે માટે નિર્ધારિત હોય. ‘ઊંચું’ એટલે પ્રતિષ્ઠિત નહીં ઊંચું એટલે, જેને દુનિયાએ પકડ્યું ન હોય તેવું મૂલ્ય. એ મૂલ્યને પકડીને પછી વહો.

છેલ્લે મન આજે 136 વર્ષ પહેલાં 2જી જુલાઈ, 1877ના રોજ જન્મેલા જર્મન-સ્વિસ કવિ, નવલકથાકાર પેઈન્ટર તથા ફિલસૂફ કવિ હરમન હેસ યાદ આવે છે. તેણે કેટલાક પોતાનાં મૂલ્યો સ્થાપિત કરેલાં. સૌથી પ્રથમ વાત હરમન હેસે કરેલી કે, ‘પ્રેમ જેવી ચીજ આ દુનિયામાં છે અને યાદ રાખો કે-લવ ઈઝ નોટ ધેર ટુ મેઈક અસ હેપ્પી.’ પ્રેમ જેવી ઉદાત્ત ભાવના જન્મી છે તે માત્ર તમને સુખી કરવા નહીં. પ્રેમ શું કામ જન્મ્યો છે? એટલા માટે કે પ્રેમ કરી તમે કેટલું સહન કરી શકો છો તેની કસોટી પ્રેમ કરે છે. પ્રેમ કરો એટલે સો ટકા લખી લો કે તમારે સહન કરવાનું છે. અને... અને... સહન કરતાં શીખશો એટલે ખરેખર શું શીખશો? તમારામાં કેટલી સહનશીલતા છે તેની કસોટી થશે અને સહન કરવું એટલે જીવનની યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થતાં શીખવું. પ્રેમ એ જીવનની યુનિવર્સિટી છે. પ્રેમ કરો. દુઃખી થવા પણ પ્રેમ કરો. જીવનની એ યુનિ.માં પાસ થયા એટલે જિંદગીની પરીક્ષામાં પાસ થઈ ગયા!

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.