દીકરીને ‘પારકી’ નહીં પણ ઈશ્વરની થાપણ તરીકે સાચવો
Daughters
The mother weeps seeing
daughter's tears at
marriage.
Mother's tears are
half of pleasure half of
pain!
Princess Beatrice
‘આજની વધુ પડતી ‘એમ્બિશનવાળી યુવા પ્રજા, પ્લસ તેનાં કામઢાં મા-બાપ અને વધુ ને વધુ કમાવાની લોભવૃત્તિએ તમામ દેશોમાં માનવીના કુટુંબજીવન, પ્રેમજીવન અને આરોગ્યનું સત્યાનાશ વાળી દીધું છે.’
ડૉ. એલન ટાઈલર મેથ નામની સમાજશાસ્ત્રીએ આવો મત વ્યક્ત કર્યો હતો. આજે ન્યૂ યોર્ક, વૉશિંગ્ટન, લંડન, મુંબઈ કે રાજકોટમાં ક્યાંય વર્ક-લાઈફનું બેલેન્સ રહ્યું નથી. બસ વર્ક, વર્ક, વર્ક સૌને માથે ચડી બેઠું છે. અમેરિકાના ‘ઍટલાન્ટિક’ મેગેઝિનના કહેવા પ્રમાણે વર્કને આનંદદાયીને બદલે ઢસરડો કરી નાખ્યું છે. વર્ક એટલે જાણે કારકિર્દી અને મહત્ત્વાકાંક્ષા. કારકિર્દી ઉજાળવાની દોડમાં આરોગ્ય, મોજ કરવાની ફુરસદ, સંયુક્ત ફેમિલી લાઈફ કે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે કોઈ સમય જ નથી. આ બાપુ કે આ બાપુ કે તે બાપુનાં ધાર્મિક પ્રવચનોમાં પત્ની જાય છે. પતિ ઑફિસમાં રાત્રે બે વાગ્યા સુધી ઢસરડા કરતો હોય છે. ઘરે બાળકો રામભરોસે હોય છે. ટીનેજરોને પણ હવે આ કામના ઢસરડાનો ચેપ લાગ્યો છે.
પ્રમુખ બરાક ઓબામાના વિદેશ-ખાતામાં સ્ટેટસવાળી જોબ મેળવતી ઍન મૅરી સ્લૉટર કહે છે, ‘મારી નોકરી વૉશિંગ્ટનમાં હતી. પણ મારે દોઢ વરસમાં પછી ઘરમાં પતિ અને બે ટીનેજર સંતાનોને છોડીને વૉશિંગ્ટનથી ન્યૂ યોર્કમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટના કામે હડિયાપાટી કરવાની આવી. જ્યારે પણ હું ન્યૂ યોર્ક જાઉં ત્યારે સતત વિચારો આવે કે મારી ગેરહાજરીમાં ઘરે શું થશે? પતિ સમયસર ઑફિસથી આવીને જુવાન દીકરીને સંભાળશે? મારો વહાલો દીકરો દોસ્તો સાથે મોડી રાત સુધી પાર્ટીમાં જશે તો? હું વૉશિંગ્ટન હતી ત્યાં સુધી નિયમ કરેલો કે કોઈ ભલે કરોડો રૂપિયા આપે. પણ રાત્રે 9 વાગ્યે ઘરે આવી જ જવું. પુત્રીએ મને પૂછ્યા વગર ટ્રેઈની પત્રકાર-કમ-ફોટોગ્રાફર તરીકે નોકરી મેળવી. મને તેની ચિંતા થવા લાગી. ટ્રેઈની તરીકે પોતાનો વટ પાડવા મોડી રાતે વૉશિંગ્ટન કે ન્યૂ યોર્ક જઈને પત્રકારત્વ કરતી હશે ત્યાં તેના પર સામૂહિક રેપ થશે તો? આવા વિચારોથી હું ડરી ગઈ.’
અને સ્ટેટ ડિપાર્ટમેન્ટની સચિવે તેની જુવાન દીકરી ખાતર ઊંચા મોભા અને ઊંચા પગારની નોકરી છોડી દીધી અને દીકરીને સંભાળી.
આજે મુંબઈમાં કરિયર માટે કુંવારી કે પરણેલી બહેનો તેમનું સ્ત્રીત્વ જોખમમાં મૂકે છે. વૉશિંગ્ટન યુનિવર્સિટીની ન્યૂ જર્સી શાખાના પ્રોફેસર જોએલ એન્ડરસને નિબંધ લખ્યો છે. ‘સ્ત્રી-પુરૂષની સમાનતાની ધૂનકીએ સમાજના પરિણીત કે કુટુંબજીવનની ઘોર ખોદી છે.’(સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો. કુટુંબજીનની પત્તર ખાંડી છે.)
સ્ત્રી એ સ્ત્રી છે. એ કુદરતદત્ત મર્યાદા સ્વીકારીને પુરૂષ મોડી રાતે 12 વાગ્યે ઘરની બહાર હોય તેમ સ્ત્રીએ ન જ રહેવું જોઈએ. સ્ત્રી એમ કરે છે તો રેપને (બળાત્કાર)ને કંકોતરી લખે છે. જો એક અતિ શિક્ષિત અમેરિકન માતા તેની પુત્રીને રાત્રે 9 વાગ્યે ઘરે આવી જવાનું કહે તો આપણે કહી ન શકીએ?
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર