જે દૂર છે તે તમારી સૌથી નજીક છે

20 Jul, 2017
12:00 AM

કાન્તિ ભટ્ટ

PC: lafdatv

તેરા તકદીર માન

કિ કથા સાગર દ્વારા સમ

વહેતા આયા તેરે પાસ

યહ કૈસી કિસ્મત હૈ

મહોમ્મદ સાહબ ઊંટ સે ઉતરકર

તેરી કુટિયા કે પાસ આએ

વૃક્ષ અપને કો ધન્ય પાતા હૈ

કિ બુદ્ધ ઉસકી છાયા મેં આએ

ગર તેરા હૃદય નિર્મળ હૈ

રામ સદા તેરે પાસ હૈ

અક્ષયપાત્ર (બિહારી કવિના કાવ્ય પરથી)

બિહારના લોકો ખૂબ શ્રદ્ધાળુ છે. કહેવાય છે કે રામના સમયમાં બિહારના અમુક શ્રદ્ધાળુ લોકો ભૂખ્યા પેટે રામને યાદ કરી દિવસો સુધી રહેતા. પંડિત હૃદયનાથજીએ એક વખત મારી સાથે લખનઉના ગવર્નર શ્રી શ્રીપ્રકાશને બંગલે એક પ્રયોગ કરેલો. દસ દિવસ ગવર્નરના બંગલોના ફાર્મમાં તેમણે ખેતી કરી અને દસ દિવસ કંઈ જ ખાધું નહીં. મારી સાથે ઉરુલીકાંચન નિસર્ગોપચાર આશ્રમના ડૉ. સુખવીર સિંહ પણ હતા. પવિત્ર હૃદય હોય અને એ હૃદયમાં રામ હોય તો કોઈ ભૂખ નડતી નથી.

તેમણે વાર્તા કહેલી : મહોમ્મદ પયગમ્બર રણમાં થોડો સમય રસ્તો ભૂલી ગયેલા. ઊંટ પરથી ઊતરીને રણમાં એક કુટિયા બનાવીને રહેતા. ગરીબ માણસને ઘરે આવ્યા. માણસે એની પાસે જે કંઈ ખાવાનું હતું તે પીરસ્યું. ખાવામાં એકમાત્ર રોટી હતી. ખૂબ પ્રેમથી રોટી ખાધી. બંને નિકટમાં બેઠા. બંને કંઈ બોલ્યા નહીં. એકબીજાની સામે જોયા કર્યું. આખરે રણનો વાસી બોલ્યો, ‘કહીએ ક્યા બાત હૈ?’

‘કુછ નહીં, અચ્છા હુઆ. અબ સહી રાસ્તા મિલ ગયા. રાસ્તા દિખાનેવાલા મિલ ગયા. ઐસા આદમી જિસકો કુછ ન ચાહીએ.’

એક બીજી વાત છે! એરિસ્ટોટલને નહીં જાણનારો એક વખત તેને રસ્તામાં મળી ગયો. એરિસ્ટોટલને બિલકુલ નહીં જાણનારો તેને રસ્તામાં પ્રથમ ભેટી પડ્યો. પછી એરિસ્ટોટલને પૂછવા જતો હતો કે, ‘યહાં કૌન સા રાસ્તા કિધર જાતા હૈ?’ એરિસ્ટોટલે હસીને કહ્યું કે, ‘અરે ભાઈસાહબ, જો ખુદ ભુલા પડા હો, જો ખુદ રાસ્તા ભૂલ ગયા હો વહ કૈસે રાસ્તા બતાએં?’

તરત મુસાફરે કહ્યું કે, ‘યહ ભી ક્યા મેલજોલ હૈ. દો આદમી જો રાસ્તે ઢૂંઢતે હૈ વહ દોનોં આપસ મેં મિલ જાએ તો ફિર રાસ્તા સૂઝ જાતા હૈ. અબ હમ દોનોં સહી રાસ્તે પે ચલેંગે. આપને સિખા દિયા કિ સહી રાસ્તે પર જાને કે લિયે એક દફા તો રાસ્તા ભૂલ જાના ચાહિએ. અભી મૈં-આપ દોનોં સહી રાસ્તે પે આ ગએ.’

ભગવાન બુદ્ધ જે વૃક્ષ નીચે બેઠા હતા એ વૃક્ષ નીચેથી તો ઘણા છાયા લીધા વગર, તો ઘણા છાયા લઈને, ઘણા એને કુહાડીથી કાપીને એનાં લાકડાં લૂંટવાના વિચાર કરી-કરીને ચાલ્યા ગયા.

આખરે સૌને ખબર પડી કે અહીં તો ભગવાન બુદ્ધ તપસ્યા કરવા બેઠા હતા અને અહીં તેમને જગતનું સત્ય સમજાયું. વૃક્ષને પછી સૌ પૂછવા લાગ્યા. ‘અરે, તુઝે માલૂમ હૈ, યહાં તો ખુદ ભગવાન બુદ્ધ આકર બૈઠે થે. તેરી છાયા મેં હી ઉનકો જગત કા સત્ય સમજાયા. તૂ કિતના ભાગ્યવાન હૈ!’

વૃક્ષને બોલા, ‘મૈં ક્યા જાનૂં? મેરી છાયા લેનેવાલા બુદ્ધ હૈ યા તો કોઈ ગરીબ હૈ યા તો કોઈ કઠિયારા હૈ. મેરા ધર્મ હૈ સિર્ફ છાયા દેના.’

તબ સબ કો જ્ઞાન હુઆ. સબ બોલે, ‘તૂ બુદ્ધ કો છાયા મેં બૈઠાકર તૂ હી બુદ્ધ બન ગયા જો સબકો સમાન સમજતા હૈ!’

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.