નારીની કામેચ્છાનું લેટેસ્ટ વિશ્લેષણ : શું કામ 43 ટકા સ્ત્રીઓને સેક્સમાં રસ જ રહ્યો નથી
આખા જગતમાં 10માંથી 1 પુરુષને સેક્સુઅલ સમસ્યા હોય છે. તેને કારણે આયુર્વેદ અને એલોપથીના વાયગ્રા જેવી દવાનો અબજો ડૉલરનો ધંધો વધ્યો છે. પરંતુ 21મી સદીમાં આ સેક્સના પ્રોબ્લેમ સ્ત્રીઓમાં વધુ છે. બ્રિટનની જેસ્સીકા બરેન્સ નામની મહિલા-પત્રકાર જગતભરના ડૉક્ટરો અને બીજી સ્ત્રીઓને મળે છે. તેનો અંદાજ છે કે 43 ટકા સ્ત્રીઓ સેક્સને માણી શકતી નથી. આજે પણ સ્ત્રીની સેક્સવૃત્તિ એક મિસ્ટરી બની રહી છે. સ્ત્રીનાં ગુપ્ત અંગ-ઉપાંગોની તમામ તપાસ થઈ ચૂકી છે. તેની અંદર યંત્રો નંખાયાં છે. ગુપ્ત અંગોના ફોટા લેવાયા છે. પણ હજી યોનિના અંદરના ભાગનો પૂર્ણ નકશો તબીબોને મળ્યો નથી. માત્ર ઑસ્ટ્રેલિયાના યુરોલોજિસ્ટ ડૉ. હેલન ઓ કોર્નેસે શોધ કરી હતી કે સ્ત્રીનો યોનિનો (Clitoris) નામનો ભાગ જેને ગુજરાતીમાં ભગ્ગુટિકા અગર ભગાંકુર, ભગલિંગ, શિશ્નિકા કે યોનિદ્વાર ઉપરનો શિન્ને જેવો ભાગ કહે છે તે સ્ત્રીના શરીરની અંદર સાડાત્રણ ઈંચનો હોય છે, એટલે કે વિજ્ઞાનીઓમાં ઘણા લોકોને કલ્પના નહોતી તેટલો આ ભાગસ્ત્રીના શરીરના ગુપ્ત ભાગમાં લંબાયેલો છે. એ પહેલાં ત્રણ વર્ષ અગાઉ બીબીસી ઉપર એક ડૉક્ટરને ક્લિટોરીસ શબ્દ ન ઉચ્ચારવાનું કહેવામાં આવેલું. મતલબ કે આ શિશ્નિકા એ ગુપ્તમાં ગુપ્ત વસ્તુ છે અને જાહેરમાં ન બોલી શકાય તેટલો શિષ્ટાચાર વિલાયતમાં પણ પળાતો હતો. હવે તેમાં કોઈ છોછ રહ્યો નથી.
ડૉ. હેલન કહે છે કે આ અંગ સ્ત્રીના આનંદ માટે ઈશ્વરે ઘડ્યું છે. તે શિશ્નિકામાં 8000 જેટલા નસોના (નર્વ) છેડા છે. આટલી લાંબી શિશ્નિકા છતાં સ્ત્રીને આનંદ મળે છે? પૂરતો આનંદ મળે છે? 50 ટકા સ્ત્રીઓ ના પાડે છે. 1998માં વાયગ્રાની શોધ પછી ફાયઝર કંપની અબજો રૂપિયા રળી ગઈ. આ દવાની સફળતા થકી માલૂમ પડ્યું કે અમુક કક્ષાની પુરુષની નપુંસકતા કેટલી બધી વ્યાપક છે. અંગ્રેજીમાં જેને ઈરેક્ટાઈલ ડિસફંકશન કહે છે, તે ફરિયાદ જગતભરમાં હતી અને છે. વાયગ્રાની શોધથી ત્રણ વર્ષ પહેલાં ફાયદો એ થયો કે સમાજ સેક્સની બાબતમાં ખુલ્લો થઈ ગયો. પુરુષની કામેચ્છા સંતોષવાની લાચારી ખુલ્લી કરવામાં છોછ ન રહ્યો. હવે બીબીસી ઉપર પણ ક્લિટોરીસ શબ્દ ઉચ્ચારી શકાય છે. હવે સ્ત્રીની કામેચ્છા વિશે ઉગ્ર ચર્ચા ચાલે છે. પહેલાં સ્ત્રીની ઈચ્છા-અનિચ્છાની પરવા જ નહોતી.
એ પછી 1999માં જર્નલ ઓફ ધ મેડિકલ એસોસિયેશને સર્વે કર્યો તે માલૂમ પડ્યું કે પુરુષો કરતાં સ્ત્રીઓની સેક્સુઅલ સમસ્યા વધુ ઘેરી છે. દરેક 10માંથી 4 સ્ત્રી “અસંતુષ્ટ” રહે છે. ટકાવારી તરીકે તે 43 ટકા થાય છે. સ્ત્રીની લીબીડો (કામેચ્છા) મંદ થતી જાય છે. ઓર્ગેઝમ (પરાકાષ્ઠા) થતી નથી. આને કારણે શારીરિક પીડા પેદા થાય છે. ઈમોશનલ એટલે કે લાગણીના પ્રશ્નો ઊભા થાય છે. પછી પતિ-પત્નીના સંબંધોમાં ભંગાણ પડે છે. હવે મેડિકલ ડિક્શનરીમાં નવો શબ્દ આવ્યો છે. “ફિમેલ સેક્સુઅલ ડિસફંકશન” (ટૂંકમાં FSD)
છેલ્લે યુનિવર્સિટી ઑફ લોસ એન્જલસના કેડિકલ સેન્ટરમાં આ બાબતના ઉપાય શોધાયા છે. ત્યાંના યુરોલોજી સેન્ટરમાં બર્મન સિસ્ટર્સ નામની ડૉક્ટરબહેનો કામ કરે છે. લોસ એન્જલસમાં “સોસાયટી ફોર ધ સ્ટડી ઑફ ઈમ્પોટન્સ” છે. મોટી વયના પુરુષોમાં એન્ડ્રોજનની ખામી હોવાથી પુરુષો સેક્સની મજા લઈ શકતા નથી, તેની તે સેન્ટરમાં ચર્ચા થાય છે. યુરોલોજી એટલે મૂત્રાશયના નિષ્ણાતો મોટા ભાગે પુરૂષો જ બનતા હતા પણ હવેતે મહિલાઓ પણ યુરોલોજિસ્ટ તરીકે ઊભી થઈ છે. મહિલા યુરોલૉજિસ્ટો મોટી સંખ્યામાં નથી એટલે અમેરિકાનું ડ્રગ્સ ખાતું સ્ત્રીઓ માટેની વાયગ્રા જલદી મંજૂર કરતું નથી. આજકાલ સ્ત્રીઓની વાયગ્રા માટેની ડિમાન્ડ બહુ છે. જે સ્ત્રી માને છે કે પોતે ”ઠંડી” છે અને સેક્સમાં મજા મળતી નથી તે સ્ત્રી માટે વાયગ્રાની ડિમાન્ડ વધુ છે. વિજ્ઞાનીઓ કબૂલ કરે છે કે સ્ત્રીનાં ગુપ્ત અંગોની ફિઝિયોલૉજી (શરીરરચનાશાસ્ત્ર)ની સાયન્ટિફિક રિસર્ચ બહુ થઈ નથી.
લોસ એન્જલસમાં લોરા બર્મન અને જેનિફર બર્મન એ બે બહેનો પૈકી લોરા સેક્સથેરપિસ્ટ છે અને જેનિફર બર્મન સર્જન છે. જેનિફર બર્મને યુરોલોજીમાં નિષ્ણાત જ્ઞાન મેળવ્યું છે. સર્જન તરીકે તે સ્ત્રીઓની કમર નીચેના પેલ્વીક ભાગનું ઓપરેશન કરતાં હતાં ત્યારે માલૂમ પડેલું કે સ્ત્રીઓમાં સેક્સનો પ્રોબ્લેમ ઘણો વ્યાપક છે. ત્યારે સ્ત્રીની કરોડરજ્જુ, ગર્ભાશય અને યોનિ તેમ જ ક્લિટોરીસ વચ્ચે પરસ્પર શો સંબંધ છે તે ડૉક્ટરોને પૂરી ખબર નહોતી.
જેનિફર બર્મને યોનિ અને ક્લિટોરીસનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. અંદરના કયા ભાગને સ્પર્શ કરવાથી સ્ત્રીનો સેક્સુઅલ રિસ્પોન્સ મળે છે તેની જાણ થઈ. બન્ને બહેનો નાની હતી ત્યારે ઘરમાં સેક્સની ચર્ચા ખુલ્લી રીતેથતી. લોરાને ખબર પડી કે જ્યાં સુધી સ્ત્રી કે પુરુષ બંને એકબીજાને તંદુરસ્ત રીતે અને પ્રેમપૂર્વક “મળતાં” ન હોય ત્યાં સેક્સનું સુખ અધૂરું રહે છે. જેનિફર માતાને મજાકમાં પૂછતી, હું કોઈ છાકરાનો “ટેસ્ટ” (Taste) લઈને પછી સેક્સની સંતુષ્ટી જોઈને લગ્ન કરું? માતાએ ના પાડી! માતાએ કહ્યું કે સૌ પ્રથમ તો તું તંદુરસ્ત બન અને પછી પુરુષ સાથે તંદુરસ્ત પ્રકારનો પ્રેમસંબંધ બાંધ. લોરા પછી સેક્સતેરપિસ્ટ બની. ન્યૂ યોર્ડ યુનિવર્સિટીના મેડિકલ સેન્ટરમાં ભણતાં ભણતાં તે વેશ્યાઓ અને બીજા સેક્સ શૉમાં જવા લાગી. એક સ્ત્રી રેડિયો રિપેર કરતી તેને વીજળીના ઝાટકો લાગે તે ગમતું. તેનાતી ઓર્ગેઝમ થતું! આવાં ઘણાં અવલોકનો તેણે કર્યાં. સ્ત્રીઓને વિચિત્ર કક્ષાના સ્પર્શથી ઓર્ગેઝમ થયાનું માલૂમ પડ્યું.
લોરા બર્મને સ્ત્રીઓના સેક્સુઅલ પ્રશ્નો અંગેનું ક્લિનિક 1998માં શરૂ કર્યું. તેની બહેન તેના કામમાં મદદ કરે છે. દર મહિને 40 પેશન્ટ નવા આવે છે. 18થી 80 સુધીનાં સ્ત્રીપુરૂષો હોય છે. આખા અમેરિકાભરથી સ્ત્રીઓ આવે છે. અરે, મુંબઈની સ્ત્રી પણ જાય છે. બંને બહેનોએ “ફૉર વિમેન ઓનલી” નામનું પુસ્તક પણ લખ્યું છે.
સ્ત્રીઓને ચાર પ્રકારના સેક્સ પ્રોબ્લેમ હોય છે. (For Women Only)
(1) એકનું નામ હાઈપોએક્ટિવ સેક્સુઅલ ડિઝાયર ડિસઑર્ડર – એટલે કે સાદી ભાષામાં કહીએ તો સ્ત્રીને સેક્સમાંથી રસ ચાલ્યો ગયો હોય છે કે રસ જ પડતો નથી. આનાં કારણો અનેક હોઈ શકે છે. એન્ટી ડિપ્રેસન્ટ દવા પણ આવી જ ઊંધી અસર કરે છે. આ દવાથી લીબીડો ઓછું થાય છે. કેટલીક વખત કાયમ માટે લાગણી ઘવાતાં આવું થાય છે. કદાચ મોનોપોઝને કારણે યોનિમાં સૂકાપણું આવતાં રસ રહેતો નથી.
(2) બીજો સેક્સુઅલ એરાઉઝેબ-ડિસઓર્ડર છે. આમાં શારીરિક દ્રષ્ટિએ સ્ત્રીના ગુપ્ત ભાગમાં લુબિક્રેશન ઝરતું નથી. લાગણી કે સ્પર્શની ઝણઝણાટી અનુભવાતી નથી. કદાચ યોનિ કે ક્લિટોરીસ સુધી લોહીનો પ્રવાહ ઓછો જતો હોય તેવું બને.
(3) ત્રીજો ઓર્ગેઝમિક ડિસઓર્ડર છે. તેમાં સ્ત્રી પરાકાષ્ઠાનું સુખ બોગવી શકતી નથી. ઘણી ઉત્તેજના તાય પણ ઓર્ગેઝમ થતું નથી. આનાં ઘણાં કારણો છે. તેમાં એક કારણ ટ્રામા-આઘાતનું હઈ શકે. શારીરિક અકસ્માતે કે પુરુષની સ્ત્રી ઉપર થયેલી બળજબરીથી પણ આવું થઈ શકે છે. યોનિના આજુબાજુના ભાગની સર્જરી દરમિયાન ક્યાંક કોમળ અંગોને ઈજા થઈ હોય કે હોર્મોનની ખામી ઊભી થઈ હોય તેવું બની શકે છે.
(4) છેલ્લે “સેક્સુઅલ-પેઈન-ડિસઓર્ડર” એટલે કે સંભોગ કરવા જતાં કે “પ્રવેશ” પછી ભારે પીડા થાય. આમાં પણ ઈમોશનલ કારણ હોઈ શકે અગર તો સર્જરીની કામી હોઈ શકે કે મોનોપોઝ વખતે પણ પીડા થાય.
ટ્રીટમેન્ટમાં ટેસ્ટોસ્ટરોન અને સ્ત્રી માટેના વાયગ્રાના પ્રયોગો થાય છે. બીજું બાળક જન્મ્યા પછી ઘણી સ્ત્રીની સેક્સવૃત્તિ (લીબીડો) મંદ થઈ હોય છે. ઘણી સ્ત્રીઓને ગર્ભપાત પછી ખામી આવે છે. હાર્ટલી નામની એક ઉપચારેક તો ઈન્સ્ટ્રકશનલ વિડિયો તૈયાર કર્યો છે તે લગભગ પોર્નોગ્રાફી જેવો છે. સ્ત્રીએ સંભોગમાં સંતોષ કેમ મેળવવો તેની સૂચના આ ઈન્સ્ટ્રકશનલ વિડિયોમાં છે. ઘણી સ્ત્રી પતિની સાથે સુખ ન મળે ત્યારે સંભોગ વખતે પુરુષમિત્રને કલ્પનામાં લાવે છે. બર્મન સિસ્ટરોનું પુસ્તક લંડનમાં ધૂમ ખપી રહ્યું છે. પુસ્તકનું નામ છે, For women only. The Bermans on the history of sex (ફોર વિમેન ઓન્લી – ધ બર્મન્સ ઑન ધ હિસ્ટરી ઑફ સેક્સ). સ્ત્રીના સેક્સના પ્રશ્નો અને ઉપાયો આ પુસ્તકમાં છે. 14 પૌંડનું પુસ્તક છે. (રૂ. 900). વિરાગો પ્રેસે પ્રકાશિત કર્યું છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર