મા-બાપના કપરા સમયની સંતાનોને જાણ હોવી જોઈએ?

23 Jun, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: blogspot.com

જિંદગીમાં તણાવને જો તમે મેનેજ કરી શકો તો તમે બેસ્ટ વ્યક્તિ છો. જિંદગીમાં સુખ અને શાંતિ એટલે તમારી ઉપર જે સ્ટ્રેસ છે એને કેવી રીતે જીવવો અને કેવી રીતે લેવું છે. મહાન લોકો કહે છે કે, સંપૂર્ણ સુખી તો કોઈ નહીં હોવાનું. ઘણાં લોકો તો સુખમાંય દુઃખી હોય છે. તો ઘણાં લોકોને કેટલાં બધાં દુઃખ હોય પણ એવી રીતે જીવે કે આપણને એમ થાય કે, યાર.. ગજબનો માણસ છે! આને કોઈ ફરિયાદ કેમ નથીઘણાં લોકો પાસે બધું હોય છતાંય ફરિયાદ સિવાય કંઈ મળે એમની પાસેથી.

આજના યુગમાં તણાવ કોને નથી. સ્કૂલ જતાં બાળકને પણ પોતાના પરિણામનો તણાવ છે. નેવું વર્ષના વડીલને પણ તણાવ છે કે, મેજર બીમારી આવે. ખાટલો આવશે તો કોઈ ધ્યાન રાખવાવાળું નથી. લગ્ન કરીને સાસરે ગયેલી દીકરીને તણાવ છે કે સાસરે સેટ થઈશ કે નહીં. પ્રેમમાં પડેલાં વ્યક્તિને તણાવ છે કે બેય પક્ષના વડીલો માનશે કે કેમ. ઝૂપડાંમાં રહેતા ગરીબને પણ તણાવ છે અને ભીખ માગતા ભિખારીને પણ તણાવ છે. નવા સવા નોકરીએ લાગેલાં યુવકને તણાવ છે કે, બોસ એના કામથી ઇમ્પ્રેસ થશે કે નહીં...  ભાત-ભાતના તણાવ સાથે આજે તમામ લોકોની જિંદગી વહી રહી છે.

તણાવ...  હું તમને કોઈને તણાવમાં નાખવા નથી માગતી. આસપાસ બનેલા કિસ્સાઓને કારણે આજે વિષય પર લખવાનું મન થઈ આવ્યું. ઘરમાં તણાવ છે વાતની બાળકોને ખબર હોવી જોઈએ કે નહીં?

આમ તો આજની જનરેશનનું નાનકડું બાળક પણ મા-બાપ અને ઘરના વડીલોના ચહેરા વાંચી લેતું હોય છે. ઘરમાં નાની સરખી ચડભડ થઈ હોય તો પણ આઠ-દસ વર્ષનું છોકરું મમ્મી અને દાદીની બોડી લેંગ્વેજ સમજી જાય છે. પણ વાત અહીં ઘરના ટેન્શનની નથી કરવી. વાત કરવી છે નોકરીની અને નોકરીમાં ટેન્શનની. વાંચીને તમે તરત બોલી ઉઠશો કે નોકરીમાં નહીં બિઝનેસમાં પણ એટલું ટેન્શન છે.

ઓકે...પણ ટેન્શનની તમારા બાળકોને ખબર હોવી જોઈએ?

સવાલનો જવાબ આપતાં પહેલાં જસ્ટ એકવાર વિચાર કરજો કે, તમે નાના હતા ત્યારે તમારા મા-બાપની જિંદગીમાં કોઈ તણાવ હતા ત્યારે તેની ગંધ તમને કેટલીવાર આવી હતી?

વાંચનારામાંથી ભાગ્યે કોઈ એવું હશે જેને પોતાના મા-બાપની જિંદગીમાં આવેલાં તણાવ કે યુદ્ધ વિશે કંઈ અંદાજ સુદ્ધાં આવ્યો હોય.

એક યુગલની વાત છે. બંને પ્રાઇવેટ ફર્મમાં બહુ સરસ પોસ્ટ ઉપર નોકરી કરે. વાત ત્યારની છે જ્યારે ભારતમાં મંદીનું ગ્રહણ આવ્યું હતું. કોર્પોરેટ કંપનીમાં નોકરી કરતાં યુગલમાંથી એકની નોકરી ચાલી ગઈ. ઇન્ટરનેશનલ કંપની હતી એટલે નોટિસ પિરીયડનો પગાર ચૂકવીને બહુ માનભેર ભાઈને છૂટા કર્યાં. બનાવ બન્યો દિવસોમાં ભાઈની પત્ની ઓફિસના કામથી વિદેશ એક ડીલ કરવા ગયેલી. નોકરી નથી વાત ભાઈએ પત્નીને કહી દીધી હતી. દિવસની વહેલી સવારે બહેન વિદેશથી ઘરે આવ્યાં. પતિ-પત્નીએ થોડીવાર વાત કરી અને પછી સાથે રહેતાં મા-બાપને કહ્યું કે, હવે તમારા દીકરાની નોકરી નથી રહી. મા-બાપને થોડો આઘાત લાગ્યો. લગ્નને હજુ બે વર્ષ થયેલાં એમાં દીકરાની નોકરી ગઈ એટલે બધાં બહુ દુઃખી થયાં. પણ મા-બાપને દીકરા માથે બહુ ભરોસો એટલે એમણે કહ્યું, ગોડ મસ્ટ હેવ બેટર પ્લાન્સ ફોર યુ. દિવસે થોડીવાર પછી યુગલ ફુલફટાક તૈયાર થઈને હોટલમાં લંચ લેવા ગયું. પરિસ્થિતિ જેવી છે એવી સ્વીકારીને હવે આગળ શું કરશું વાતો કરીને ફરી પોતપોતાના મૂડમાં લોકો જીવવા માંડ્યા. વીસ દિવસમાં યુવકને છેલ્લો પગાર હતો કરતાં ઉંચા પગારે બીજી નોકરી મળી ગઈ.

હવે, જનરેશનના એક યુગલની વાત કરીએ. યુગલના તો હજુ લગ્ન પણ બાકી હતાં. એરેન્જડ મેરેજ હતું. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. લગ્નના થોડાં મહિનાઓ અગાઉ યુવકની નોકરી ચાલી ગઈ. બંને તરફના મા-બાપને જણાવ્યું નહીં કે નોકરી જતી રહી છે. એકાદ વખત અકસ્માતે બહારગામ રહેતાં યુવકના દાદા ઘરે પહોંચ્યા ત્યારે આખી વાતની ખબર પડી. દાદાએ તો પૌત્રને રીતસર ધમકાવી નાખ્યો. પૌત્રને પીડાતો જોઈ શક્યા દાદા. એમણે પૌત્રને કહ્યું કે, નોકરી ગઈ તો ભલે ગઈ. પણ નોકરી વગરનો તું ઘરે બેઠો છે વાત તારે અમને કરવી જોઈએ. મા-બાપ, દાદા-દાદી કે નિકટના પરિવારજનો-વડીલો તમારી પીડા ઓછી નથી કરી શકવાના પણ તમારા દુઃખે દુઃખી ચોક્કસ થવાના છે. તને એમ હોય કે ઘરના લોકોને ટેન્શન નથી આપવું. પણ બેટા અમે લોકો વડીલો શા માટે છીએ? તમારી જિંદગીને આસાન કરવા માટે તો. સમસ્યા સૌને આવવાની છે પણ સમસ્યાને તમે કઈ રીતે લો છો સૌથી વધુ મહત્ત્વનું છે. પડકાર આવે પણ પડકારમાંથી પસાર થઈને કેવી રીતે જીવવું એમાં સાચી સમજદારી રહેલી છે.

હવે, એક ત્રીજા યુગલની વાત કરીએ. ઉપરના બંને સાચા કિસ્સામાં બાળકો હતા. પણ કિસ્સામાં બાળકો છે. વાત એમ છે કે, યુગલમાં પત્ની હોમ મેકર છે. બંને દીકરાઓ દસ અને બાર વર્ષના છે. મેટ્રો સિટીમાં યુગલ રહે છે. બેંકમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરતા યુવકની નોકરી કોઈ બીજાની ભૂલના કારણે ગઈ. રાતોરાત ઘરમાં એક આવક હતી બંધ થઈ ગઈ. મેટ્રો સિટીની લાઇફ સ્ટાઇલ અને બાળકોના અભ્યાસમાં એટલો ખર્ચ થતો કે ભાગ્યે કંઈ બચવા પામતું. પરિવારના એકના એક દીકરાને આધારે બિમાર અને વૃદ્ધ પિતા પણ ઘરમાં રહે છે.

હવે, હાલત છે કે પરિવારની સ્ત્રી દિવસ-રાત ટેન્શનમાં રહે છે. કુમળી વયના બાળકોને પણ પિતાની નોકરી નથી એવું કહીને વિચારતાં કરી મૂકે છે. ઘરમાં કે પરિવારની જાળવણીમાં એનો જીવ નથી લાગતો. નાની વયના બાળકો આડાતેડા સવાલો કરીને ઘરે બેઠેલાં પિતાને મૂંઝવી દે છે. કોઈ કારણ વગર  સ્ત્રી બાળકો ઉપર હાથ પણ ઉપાડી લે છે. ઘરમાં નથી જમવાના ઠેકાણાં કે નથી કોઈના મૂડના ઠેકાણાં. નેગેટિવ વિચારો દંપતી ઉપર એટલાં હાવી થઈ ગયા છે કે, એમને કોઈ રસ્તો સૂઝતો નથી. સરવાળે આમાં સૌથી વધુ ખરાબ હાલત મોટી ઉંમરના દાદા અને કુમળી વયના બાળકોની થઈ રહી છે. ક્યાંયથી એમને સંતોષકારક જવાબ મળતો નથી. ઘરનું ટેન્શન હળવું થતું નથી અને ઘરમાં રોજેરોજ એક અજંપાભરી સ્થિતિ હોય છે.

માતા એવું નથી વિચારતી કે, આજે જે વાતો એના બાળકો સામે કરી રહી છે એમના માનસ પર એટલી અસર છોડવાની છે કે એના લિસોટા બહુ લાંબા સમય સુધી રહેશે. મા-બાપની આર્થિક હાલત કે નોકરીમાં ટેન્શન હોય એનાથી ભણી રહેલાં બાળકોને શું ફરક પડવાનો છે? બાળકો મોટા હોય અને સમજદાર હોય તો એમની સાથે વાત શેર કરવાનો કોઈ મતલબ રહે છે. બાળકોને કહેવું કહેવું દરેકે દરેક મા-બાપે નક્કી કરવાનું છે. ધ્યાન એટલું રાખવાનું છે કે કુમળા માનસ ઉપર તમે જે કંઈ પોઝિટીવ કે નેગેટીવ વર્તન કરવાના છો લાંબા ગાળા સુધી રહેવાનું છે. વર્તનની અસર કદાચ એની નોકરી અને કરિયરમાં ઇનસિક્યોરીટી બનીને રહી જાય. જે એની જિંદગી અને કરિયર બંને માટે ખતરનાક પુરવાર થઈ શકે એમ છે. બાળકમાં દુનિયાદારીની સમજ આવે ત્યાં સુધી તો મા-બાપના વર્તનને સત્ય સમજતું હોય છે અને ગ્રહણ કરતું હોય છે. તમે તમારા સંતાનને તમારી અસલામતી પણ આપતા હો તો વાંક તમારી સમજદારીનો છે. સંતાનોથી વાસ્તવિકતા છૂપાવવાનું નથી કહેતી પણ કડવી વાસ્તવિકતા કેવી રીતે કહેવી તમારે નક્કી કરવાનું છે. પોતાની જિંદગીનો ટફ પિરિયડ બાળકોની સામે કેવી રીતે જીવવો તમારે નક્કી કરવાનું છે. તમારી કરિયર પાટા પરથી ઉતરી ગઈ હોય ત્યારે સંતાનોમાં ઇનસિક્યોરિટી ઘર કરી જાય તો તો તમારે જોવાનું રહે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.