એ ખાસ ડસ્ટબિનથી મારું ઘર ચોખ્ખું રહે છે

30 May, 2017
12:00 AM

જ્યોતિ ઉનડકટ

PC: sagennext.com

છેલ્લા ત્રણેક અઠવાડિયાથી એકમેકનાં મન સુધી વિશે અલગ-અલગ પ્રતિભાવો મળી રહ્યાં છે. અપરણિત દીકરાઓની મા-બાપ કેમ વૃદ્ધાશ્રમમાં નથી પછી લખ્યું કે, વદ્ધાશ્રમમાં માતાઓ નહીં સાસુઓ છે.

લેખમાં એવું લખ્યું હતું કે, મેટ્રો- મેગા સિટીમાં યુવક અને યુવતી મળે તો એકબીજાંના ઘરના વડીલો માટે કોઈવાર ડસ્ટબિન શબ્દ વાપરે છે. સંદર્ભે એક યુવાન યુગલે લખ્યું કે, હા, અમારા ઘરમાં ખાસ ડસ્ટબિનથી ઘર ચોખ્ખું રહે છે.

યુગલ પૂના શહેરમાં રહે છે. એમનું નામ સુષમા અને રુચિર છે. રુચિર એનાં બંને ટીન એજર સંતાનો પણ ઘરમાં મોટાં થઈ રહ્યાં છે. રુચિરે બારમા ધોરણનો અભ્યાસ પૂરો કર્યો પછી બેંગલૂરુ ભણવા ચાલ્યો ગયેલો. બે બહેનોનો લાડકો ભાઈ ભણીને મા-બાપ પાસે પાછો આવવા તરફડતો હતો. મા-બાપની મરજી એવી હતી કે, દીકરાને જો બેંગલૂરુમાં નોકરી મળી જાય તો ત્યાં સેટ થઈ જાય. પણ રુચિરની મરજી જુદી હતી. બેંગલૂરુમાં મા-બાપને ફાવશે નહીં એની એને ખબર હતી. ગમે તેમ કરીને એને મા-બાપ સાથે રહેવું હતું.

રુચિર કહે છે,’પેઈંગ ગેસ્ટ તરીકે બેંગલૂરુમાં રહ્યો, ભણ્યો. મા-બાપ બંને નોકરી કરતાં હતાં એટલે મને આર્થિક રીતે કોઈ તકલીફ હતી. અભ્યાસના પાંચ વર્ષ દરમિયાન મારે પપ્પાને કે મમ્મીને કોઈ દિવસ ફોન નથી કર્યો કે, મારે રૂપિયા જોઈએ છે. કારણ કે માગુ પહેલાં મારા ખાતામાં બેલેન્સ હોય . પપ્પા-મમ્મીએ આર્થિક રીતે એવું આયોજન કર્યું કે, બંને બહેનોના લગ્ન કરીને પણ મારા અભ્યાસમાં કોઈ અડચણ આવે. મોટી બહેન અમેરિકા સાસરે છે અને નાની બહેન ગુજરાતમાં રહે છે.

ભણવાનું પૂરું થયું એટલે હું મુંબઈ રહેતાં મમ્મી-પપ્પા પાસે આવી ગયો. મારી સાથે ભણતી સુષમા સાથે મને પ્રેમ થઈ ગયો. મમ્મી-પપ્પાને અમારી નાતની યુવતી સાથે મારા લગ્ન કરવા હતાં. પણ સુષમા માટેય લોકો પ્રેમથી રાજી થઈ ગયાં.

એક વાત નક્કી હતી કે, મારે મમ્મી-પપ્પા સાથે રહેવું હતું. સુષમા સાથે રહેવા માટે તૈયાર હતી. પણ લગ્ન પહેલાં મમ્મી-પપ્પા અને સુષમા ત્રણેયને સાથે બેસાડ્યાં. ત્રણેયને કહ્યું કે, મારી જિંદગીમાં અત્યારે તમારાં ત્રણથી વધારે કોઈ વ્યક્તિ મહત્ત્વની નથી. હું તમને ત્રણેયને બહુ પ્રેમ કરું છું. સુષમાને કહ્યું કે, અત્યારે તને મારા મા-બાપ બહુ સારાં લાગશે. પણ ફીલિંગને તારે આખી જિંદગી જીવવાની છે. કંઈ પણ બને તો એમાં કોઈ ફરક આવવો જોઈએ. મારી જિંદગી મારા મા-બાપને આભારી છે. તને કોઈ દિવસ હેરાન-પરેશાન નહીં કરે. તારે મારા મા-બાપને સમજવાની કોશિશ કરવાની રહેશે. હું એમ નથી કહેતો કે, મારા મા-બાપને તું તારા મા-બાપ જેવું સ્થાન આપ. કેમકે, મને ખબર છે કે, આપણાં મા-બાપની જગ્યા બીજી કોઈ વ્યક્તિ લઈ શકે. હા, એટલું જરૂર ચાહીશ કે તું એમને આદર આપે. એમની સાથે પ્રેમથી રહે. કંઈ ગમે તો એમને સ્પષ્ટ રીતે કહી દઈશ તો પણ એમને કંઈ ખરાબ નહીં લાગે. મારા મા-બાપની જિંદગી મુંબઈ શહેરમાં વીતી છે એટલે એમનામાં એક પ્રેક્ટિકલ એટિટ્યૂટ વણાઈ ગયો છે.

ભાવિ પત્ની સાથે આટલી વાતો કરીને મેં મમ્મી-પપ્પાને કહ્યું મારે તમને બંનેને કંઈ નથી કહેવું. હું તમને બહુ પ્રેમ કરું છું અને કરતો રહીશ. તમે છો તો હું છું, તમે છો તો મને જિંદગી પૂરી લાગે છે.’

સુષમા કહે છે, ’સાવ અજાણ્યાં પરિવારમાં મારો ગૃહ પ્રવેશ થઈ રહ્યો હતો. મારો પતિ મા-બાપને બહુ પ્રેમ કરે છે. એમને નથી ખોવા માગતો વાત મને સમજાઈ ગઈ. મેં મનથી સ્વીકારી લીધું કે, મારે ઘરના બંને વડીલોને સાચવવાના છે. અમે બંનેએ પૂનામાં નોકરી લીધી. મહિને દિવસે એકવાર અમે મુંબઈ આવતાં અને એક વખત મમ્મી-પપ્પા પૂના આવતાં. બંને રિટાયર્ડ થયાં પછી અમે એમને પૂના બોલાવી લીધાં. મુંબઈનું ઘર ભાડે આપી દીધું. આજની તારીખે અમે બંને અમારાં બંનેની સેલરી પપ્પા-મમ્મીને આપી દઈએ છીએ. મુંબઈના ઘરનું ભાડું, અમારી સેલરી, બંનેનું પેન્શન તમામ વ્યવહાર પપ્પા અને મમ્મી સંભાળે છે. મમ્મી એમની ઓફિસમાં ચીફ એકાઉન્ટન્ટ હતાં અને પપ્પા સીએ. અમે બંને પૈસાનું અને ઇનકમ ટેક્સનું મેનેજમેન્ટ કરવામાં બહુ નબળાં પડીએ. આથી અમે એમને બધું સોંપી દીધું.

સમયાંતરે અમારી જિંદગીમાં બે બાળકો આવ્યાં. બહુ સરળ અને કોઈ તકલીફ વગરની જિદંગી વહી જતી હતી એવું નહીં કહું. અનેક ઉતાર ચઢાવ આવ્યાં. અનેક વખત દલીલો થઈ. ઝઘડાંઓ થયાં. મતમતાંતર થયાં. પણ મતભેદોને અમે સભાનતાપૂર્વક મનભેદ સુધી નથી પહોંચવા દીધાં. કેટલીયવાર મમ્મી સાથે ઘરમાં સાફસફાઈથી માંડીને કિચનમાં નાનીમોટી વાતે મારે રકઝક થાય છે. પણ જે તે ક્ષણ પૂરતી હોય છે. પછી હું પણ ભૂલી જાઉં છું અને મમ્મી પણ મનમાં નથી રાખતાં. નથી મમ્મીને હું દબાવતી કે નથી મમ્મી મને દાબમાં રાખતાં. થોડું સમજે તો થોડું હું સમજું. હા, ઘણીવાર અબોલા થાય છે, નબળી પળ આવે ત્યારે મારા સસરા ફાયર ફાયટરનું કામ કરે છે. બધું સાચવી લે. કોઈનો પક્ષ લે પણ સાચું હોય સામેવાળી વ્યક્તિ સમજી જાય.’

રુચિર કહે છે, ‘હા મારા ઘરમાં બે-બે ડસ્ટબિન છે. પણ બે ખાસ ડસ્ટબિન છેને એટલે મારું ઘર ચોખ્ખું રહે છે. ઘર તો ચોખ્ખું રહે છે પણ અમારાં ઘરમાં બધાંના મન પણ સ્વચ્છ રહે છે. બે ડસ્ટબિનના પ્રતાપે છે. તમામ માટે માત્રને માત્ર સંવાદિતા જવાબદાર છે. કંઈ થાય એટલે વાત કરવાનું અને વ્યક્ત થવાનું બહુ અગત્યનું છે. જો મનની અંદર વાત ભરાયેલી રહે તો કચરો જમા થઈ જવાનો છે. પડ ચડતાં જાય તો ધૂંધવાટ વધતો જવાનો છે. પછી દિવસ બ્લાસ્ટ થાય તો સૌથી પહેલાં તમારા ઘરને બાળવાનો છે. એટલે ડસ્ટબિન મને કામ લાગે છે.’

વાંચીને થશે કે, રુચિરના મા-બાપ અને પત્ની સમજદાર છે એટલે ઘરમાં મા-બાપ અને બંને બાળકો સાથે રહી શકે છે. સાચી વાત છે કે, દરેક વ્યક્તિની થોડી સમજદારી અને થોડું જતું કરવાની ભાવના ઘરને જીવવા જેવું બનાવે છે. ઓફિસેથી ઘરે જતાં પહેલાં જો પગ થોડો વજનદાર ફીલ થાય તો સમજવાનું કે વજન પગમાં નથી મનમાં છે. મા-બાપ પાસે એને ખાલી કરી નાખો. આખરે દરેક મા-બાપને છેવટે તો એમના સંતાનની ખુશી જોઈતી હોય છે. ઘણી વખત મા-બાપ પાસે વ્યક્ત થઈએ ત્યારે એમાં ભૂલ આપણી હોય છે. મા-બાપની કોઈ મર્યાદા હોય તો પણ એમને મનની વાત કહેવાથી એટલિસ્ટ આપણાં મનનો બોજ હળવો થતો હોય છે, આપણાં મનનો કચરો લોકો વેક્યુમ બનીને લઈ લે છે. એટલે મનના ભારને હળવો કરવો જરૂરી છે. એટલે કેટલીક ખાસ ડસ્ટબિન શાતા આપતી હોય છે અને એમની હાજરીથી આપણને શાતા વળતી હોય છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.