ક્યારેય સાંભળી છે ગઝલોની અંતાક્ષરી?
મારા કવિ મિત્ર અને છંદશાસ્ત્રનાં નિષ્ણાત એવાં વડોદરા નિવાસી શકીલ કાદરીએ શનિવારે એક પોસ્ટ શેર કરી. આ પોસ્ટમાં તેમણે ગઝલ અંતાક્ષરી વિશે મસ્ત મજાનો વીડિયો પણ અપલોડ કર્યો. ગઝલ અંતાક્ષરી રજૂ કરવાની લાલચ રોકી શક્યો નહી. શકીલ કાદરીની પોસ્ટ પરથી ટપકાવેલા ગઝલ અંતાક્ષરીનાં કેટલાક શેર રજૂ કરવામાં આવ્યા છે. આ અંતાક્ષરીના દરેક શેર અફલાતૂન છે. ગીતોની અંતાક્ષરી બહુ માણી હશે. કદી નહી સાંભળી હોય કે વાંચી ન હોય તેવી અંતાક્ષરી અહીં પ્રસ્તુત છે.
મખ્તાર સિદ્દીકીનાં શેર સાથે આ મુકાબલો શરૂ કરવામાં આવ્યો હતો.
નુક્તાવરોંને હમકો સુઝાયા, ખાસ બનો ઔર આમ રહો
મહેફીલ મહેફીલ સોહબત રખ્ખો દુનિયામે ગૂમનામ રહો
અહીંયા ઉર્દુ પ્રમાણે વાવ શબ્દ આખરી આવે છે..વાવ એટલે વ થી શરૂ થતો શેર...( નુક્તવર એટલે કે વિવેચનકર્તા, સોહબત-સંગત, સાથ)
વો તેરે પાસ સે ચૂપચાપ ગુઝર કૈસે ગયા
દિલે બેતાબ ક્યામત ન ઉઠા દી તૂને
આ શેરમાં ઉર્દુ પ્રમાણે યે શબ્દ આખરીમાં આવે છે એટલે યે એટલે ય થી શરૂ થતો શેર...
યહી વફા કા સિલા હૈ તો કોઈ બાત નહી
યે દર્દ તુમસે મીલા હૈ તો કોઈ બાત નહી
અહીં નહી શબ્દ આખરી છે. નહી સંયુક્ત રીતે હોય છે એટલે સીધા આખા શબ્દથી બીજો શેર શરૂ થાય છે.
નહી બેહિજાબ વો ચાંદસાર કી નઝર કા કોઈ અસર ન હો
ઉસે ઈતની ગરમીએ શૌક સે બડી દેર તક ન તકા કરો
આ શેરમાં વાવ આખરી શબ્દ છે. વ એટલે વ થી શરૂ થતો શેર...
વો થા ફાસલા દુઆ ઔર મુસ્તજાબી મેં
ધુપ માંગને જાતે તો અબર આ જાતા
વો મુઝે છોડકે જીસ શખ્સ કે પાસ ગયા
બરાબરી કા ભી હોતા તો સબર આ જાતા
આ શેરમાં ઉર્દુ પ્રમાણે અલીફ શબ્દ આખરીમાં આવે છે. અલીફથી શરૂ થતો શેર જૂઓ...
ઈકરાર કર ગયા કભી ઈન્કાર કર ગયા
હર બાર ઈક અઝાબ સે દો-ચાર કર ગયા
રસ્તા બદલ ભી કે દેખા મગર વો શખ્સ
દિલ મેં ઉતર કે સારી હદેં પાર કર ગયા
આ શેરમાં પણ અલીફ આખરી શબ્દ છે. અલીફથી શરૂ થતો શેર જોઈએ...
અપના હી સમઝતે હૈં દિલેજાના તુમ્હે હમ
દુશ્મન તો કભી દિલ મે બસાયે નહી જાતે
યે ચાંદ સિતારે મુઝે કરતે હૈં નસીહત
રાતોં કો ફિરા કરતે હો સો ક્યૂં નહી જાતે
આ શેરમાં યે અંતિમ શબ્દ છે. યે થી શરૂ થતો શેર....
યે આજ કૌન મેરી નિગાહ કે હિસાર મે હૈ
મુઝે યૂં લગા ઝમીં મેરે ઈખ્ત્યાર મેં હૈ
આ શેરમાં પણ યે અંતિમ શબ્દ છે. યે થી શરૂ થતો શેર...
યહાં કે લોગ અપને ખ્વાબ દિલ મે રખતે હૈં
તેરે શહેર કી યે અદા અચ્છી લગી હમ કો
અંતિમ શબ્દ વાવ છે. વાવ થી શરૂ થતો શેર...
વો ગૂફતગૂ તો સલીકે સે કર રહા થા હીના
મગર યે ઔર બાત કે લહેજે મે એક ચૂભન લેકર
રે અંતિમ શબ્દ છે. રે એટલે ર થી શરૂ થતો શેર જોઈએ.
રસ્મે ઉલ્ફત હૈ કે મિલતે હૈ બિછડને કે લિયે
ઐસે મત ચાહો કે જુદાઈ કી રવાયત ન રહે
યે આખરી શબ્દ છે. યે થી શરૂ થતો શેર જોઈએ.
યા રબ વો ન સમઝે હૈં ન સમઝેંગેં મેરી બાત
દે ઔર દિલ ઉનકો જો ન દેં મુઝકો ઝૂબાં ઔર
રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શબ્દ જોઈએ.
રિવાયતોં કો નિભાને કા થા સલીકા ઉસકો
વો બેવફાઈ ભી કરતા રહા વફા કી તરાહ
હ અંતિમ શબ્દ છે. હ થી શરૂ થતો શબ્દ જોઈએ.
હદેં ઈશ્ક કી વો કર રહે હૈં કાયમ
કભી પાસ આકર કભી દુર જાકર
રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શેર જોઈએ.
રુક જાયેં જો કુછ દેર તો હમ બૈઠ કે દમ લેં
બદલે હી ચલે જાતે હૈં હાલાત મુસલસલ
લામ અંતિમ શબ્દ છે. લામ એટલે લ થી શરૂ થતો શેર જોઈએ
લાઝીમ થા કે દેખો મેરા રસ્તા કોઈ દિન ઔર
તન્હા ગયે ક્યૂં અબ રહો તન્હા કોઈ દિન ઔર
રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શેર જોઈએ.
રૂબરૂ મંઝર ન હો તો આઈને કીસ કામ કે
હમ નહી હોંગે તો દુનિયા ગર્દેપા રેહ જાયેગી
યે અંતિમ શબ્દ છે. યે થી શરૂ થતો શેર જોઈએ. ( ગર્દેપા-પગની ધૂળ)
યાદ કે સહેરા મેં કુછ તો ઝીન્દગી આયે નઝર
સોચતા હું અબ બનાલું રેત હી પર કોઈ ઘર
રે અંતિમ શબ્દ છે. રે થી શરૂ થતો શેર જોઈએ.
રેહતા હૈ રાત દિન મુઝે એક મુલાકાત કા ખ્યાલ
હો જાયે ખ્વાબ કાશ ઈસ દિન રાત કા ખ્યાલ
લામ અંતિમ શબ્દ છે. લામ થી શરૂ થતો શેર જોઈએ.
લો ચલ દિયે વો હમકો તસલ્લી દિયે બગૈર
ઈક ચાંદ છિપ ગયા હૈ ઉજાલા કીયે બગૈર
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર