ઇન્ડો-બ્રિટિશ શાયરો
ઇન્ડો-બ્રિટિશ શાયરોએ ભારતીય સાહિત્યમાં કરેલા પ્રદાન અંગે અનેક લેખકોએ મીમાંસા કરી છે. ભારતીય ભાષા અને એના ગઝલના છંદશાસ્ત્રને આત્મસાત કરી ભારતીય ગઝલકારોને મોંમાં આંગળા નાંખતા કરી દીધા છે.
એલેક્ઝેન્ડર હેડરલી 'આઝાદ' માટે એવું કહેવાય છે કે તેઓ મિર્ઝા ગાલીબના ભાણેજ અને શિષ્ય નવાબ ઝૈનુલઆબેદીન ખાં'આરીફ'ના શિષ્ય હતા. તેઓ એક સંપૂર્ણ ગઝલ સંગ્રહ છોડી ગયા છે. આ સંગ્રહમાં ગઝલ, મશનવી, કતાઅ અને તઝમીન સામેલ છે. માત્ર 32 વર્ષની આયુમાં આઝાદે શાયરીની દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો હતો. તેઓ રિયાસતે અલવરની ફોજમાં કપ્તાન હતા. તેમનો જન્મ 1829માં થયો અને 7,જુલાઈ 1861માં દુનિયાને અલવિદા કહી દીધી. તેમના ચુનીંદા શેર જોઈએ.
વાઈઝોં સે સુના કરતે થે જન્નત કા બયાં
જબકે તેહકીક કિયા તો કુચ એ જાના નિકલા
મેરી શામત થી કે ઝુલ્ફો મેં કિસી કી ફંસતા
આ પડી હૈ યે બલાએં મેરે સર આપ હી આપ
વો ના આયે તો મોત આ જાયે
હમકો દોનોં કા ઇંતેઝાર હૈ આજ
મેરે ખાને કો ભી થોડા-સા રહે ખુને જિગર
સબ કા સબ તુ હી ના અય દિદાએ ખૂં-બાર બહા
આઝાદના ગઝલ સંગ્રહને ગુરૂબંધુ થોમસ હેડરલીએ તેમના અવસાનઃ બાદ ફતેહપુરના મિત્ર શૌકત અલીની મદદથી પ્રકટ કર્યો હતૉ.નિમ્ન લિખિત બન્ને શેર સંગ્રહમાં નથી. હેડરલી કુટુંબ પાસેથી પ્રાપ્ય થઈ શક્યા હતા.
અય દીદાએ દર્દ તુમ ઇસે દિવાન ના સમઝો
હાલાંકી ઝ્યાદા હૈ ગૂલિસ્તા સે ભપન મે
દિવાન અમીરો કે હુઆ કરતે હૈં પર યે
'આઝાદ'કા તકીયા હૈ બયાબાને સુખન મે
આઝાદે 170 ગઝલ લખી હતી. મોટાભાગની ગઝલો ગાલીબ, ઝોક, ઇન્શા અને તે જમાનાના શાયરોની ગઝલો પર આધારીત હતી. ઉર્દુ પર હથોટી હોવાના કારણે આઝાદની શાયરી નોધપાત્ર બની શકી છે. તેમની રચનાઓ વાંચ્યા પછી કોઈ પણ કહી ન શકે કે આ કોઈ બિનઉર્દુની વ્યક્તિએ લખ્યું છે.
તલાશે રિઝક મેં યું દર બદર ફિરે આઝાદ
હઝાર હૈફ કે તુઝસા ગુલામે સરકારી
આઝાદ વૈદ્ય પણ હતા. તેઓ ગરીબોને નિ:શુલ્ક દવા આપતા હતા. કેટલાક અહેવાલોમા આવે છે કે તેઓ રોજી-રોટી માટે ખૂબ હેરાન અને પરેશાન રહેતા હતા. તેઓ ઝુઝરના નવાબની પણ પ્રસંશા કરવા સુધી પહોંચી ગયા હતા. ઉર્દુએ બિન ભારતીય એવા આઝાદના કલામો પર ગર્વ કરવાનું રહે છે.
કર્નલ શેડોલ પ્લોનો ફારસીમા એક જ મુક્તક મળી આવ્યું છે. આ મુક્તક તેમણે 1 જૂન,1898મા લખ્યું હતું.
બાઝ હવાએ ચમનમ આરઝ દસ્ત
જલવાએ સર્દ સમનમ આરઝ દસ્ત
નિકહતે ગુલ રાચા કુનમ અય નસીમ
બુએ અઝાને પીર હનમ આરઝ દસ્ત
સુલેમાન શિકવા ગાર્ડનર 'ફના' ઇન્ડો-બ્રિટિશ શાયરોમાં મહત્વનું સ્થાન ધરાવે છે. ગાર્ડનર ફેમિલીએ ઉર્દુને 6 થી 7 શાયરો આપ્યા છે. ગાર્ડનરનો જન્મ 1831મા થયો હતો અને 1902મા ગુજરી ગયા. તેઓ મુસ્લિમ માતાના સંતાન હતા. ભારતીય સંસ્કારમાં માનનારા હતા. તેઓ ભારતીય વસ્ત્રો જ પહેરતા હતા.
જબકે હર આંખસે પિન્હા હુઆ
જો નિહા થા વો આલાઉલ અલાં હુઆ
આંખેં જબસે લગી હૈં દેખો
આતી નહી અબ તો ખ્વાબમે નીંદ
તુમ હો અદદસે ખુશ, મેરી મિટ્ટી ખરાબ કી,
ખાલીક કરે કે કીસી પે કીસીકા ના આયે દિલ
યે મિસ્લ સચ હૈ વહી ઝુકતે હૈં
જો શજર બારાદર હોતે હૈં
પહેચાન લૅગે હમ તો તુમ્હે ચાલ-ઢાલ સે,
નાહક હી તુમને શકલ છુપાઈ નકાબમે
વાસ્તવમાં આઝાદ દાન-ધર્મ કરતા હતા. જેટલી પણ વારસાગત મિલ્કતો અને રૂપિયા હતા તે સઘળુ તેમણે મિત્રોમાં વહેંચી દીધું હતું. તેમને ઉર્દુ ઉપરાંત અંગ્રેજી,ફારસી, હિન્દી, અરબી અને પુશ્તો ભાષા પર ખાસ્સી પકડ હતી. 'કિસ્સા એ ચાર દરવેશ' અને મીર હસનની 'મશનવી સેહરુલબયાન'નું સંપૂર્ણ લખાણ લખ્યું હતું. તેમની લિખાવટ અદ્ભૂત હતી. આ પુસ્તકો પત્નીને ભેટરૂપે આપ્યા હતા.
તીર ઉસકા જો કરે દિલ કે નિશાને કો ખતા
ખુદ ઉઠા લાતા હું મરનેકી તમન્ના દેખો
આ શેર છે ડેનિયલ સોક્રેટિસ નેથનલ ગાર્ડનર 'શુકર'નો. તેઓ સુલેમાન શિકવા ગાર્ડનરના જ્યેષ્ઠ પુત્ર હતા. 1852માં જન્મ અને 1907માં અવસાન પામ્યા. પ્રારંભે પિતા પાસેથી ઇસ્લાહ કરાવતા બાદમાં મિર્ઝા અબ્બાસ હુસૈન 'હવસ લખનવી' પાસેથી ઇસ્લાહ કરાવી.
વો દર્દ કભી સીને મેં હૈ ઔર કભી દિલ મેં
જીસ દર્દ કા મશહુર થા દસ્તુર જિગર મેં
શુકરે ભેંસ પર મરશિયા લખી હતી. આ મરશિયા આ રીતે શરૂ થાય છે.
બડે દિલકે ક્યું કર ના અબ બેકરારી
જો મર જાયે યું ભેંસ લાલા તુમ્હારી
હાર્થર લોમીયો ગાર્ડનર 'સબર'નો દોર 1874થી 1933 સુધીનો છે. તેઓ પાર્થર લોમીયો ગાર્ડનર 'ઇસબક'ના નાના ભાઈ હતા. 17 વર્ષને ઉંમરમાં સબરે ખ્રિસ્તી ધર્મનો પ્રચાર પ્રસાર શરૂ કરી દીધો હતો.
હૈરત મેં કયું હુઝૂર હૈં આઈના દેખકર
સચ-સચ બતાયે કે નમુદાર કયા હુઆ
શબભર શબો વિસાલ રહા ચાંદની કા લુત્ફ
સોયા લિપટ કે વો મા-તાબાં તમામ રાત
સબરના મિઝાજમાં પરિપક્વતા દ્રષ્ટિગોચર થાય છે. તેઓ અત્યંત નેક હતા. તેઓ અમીર મીનાઈના શિષ્ય હતા.
રોબર્ટ ગાર્ડનર 'ઇસબક' સબરના મોટા ભાઈ હતા.1877મા જન્મ થયો. શુકરે તેમને સબર ઉપનામ રાખવાનું કહ્યું હતું પરંતુ એ ઉપનામ મોટાભાઈએ છીનવી લીધું હતું. ત્યારબાદ મોટા ભાઈએ શમીમ અને નસીમ ઉપનામ રાખવાનું કહ્યું. ઇસબકની કેટલીક ગઝલમાં આ ઉપનામ પણ જોવા મળે છે. તેમના શેરના નમૂના જોઈએ.
જબસે અય જાન કિયા વસ્લ કા વાદા તુમને
હાથભર કા હૈ ક્લેજા મેરે અરમાનો કા
ઉસ બુતે બેપીર કી કયા દોસ્તી કા એતબાર
આજ મેરા, ગૈર કા કલ આષના હો જાયેગા
ઇન્ડો- બ્રિટિશ શાયરોએ જે કંઈ પણ શાયરી લખી છે તે બેજોડ છે. શાયરીની દુનિયામાં તેઓ અમર છે. કોઈ પણ શાયર કદી મરતો નથી તે વાત આ શાયરોને પણ લાગૂ પડે છે.
પ્રિય વાચકો,
હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.
આભાર