મૈં જીસ મકાન મેં રહેતા હું ઉસે ઘર કર દે...

19 Nov, 2017
12:15 PM

સૈયદ શકીલ

PC: moneycontrol.com

માણસ ઘરે પહોંચે તો એને સૌ પ્રથમ જે વસ્તુની અપેક્ષા હોય છે તે ખુશહાલ ચહેરા જોવાની. પણ જ્યારે આ આશા ફળીભૂત થતી ન હોય તો શાયરની કલમ ક્યાંકથી દર્દનાક કેફિયત નિરૂપે છે. કવિતા, ગઝલ એ સ્વાનુભવનાં પડઘા ઝીલે છે. કહેવાનાં અંદાજને લોકભોગ્ય બનાવવાની એક તરેહ છે. આ તરેહમાં લાખો શાયરમાંથી કોઈ એકને કુદરત નવાજેશ કરે છે.

મેરે ખુદા મુઝે ઈતના તો મોઅતેબર કર દે

મૈં જીસ મકન મેં રહેતા હું ઉસે ઘર કર દે

આ શેરમાં શાયરે મકાન અને ઘરની વ્યાખ્યાને સદંતર રીતે બહુ સૂક્ષ્મ રીતે વ્યક્ત કરી છે. મકાન અને ઘરમાં વળી કોઈ ફરક હોય છે. પરંતુ શાયરે મકાન અને ઘરને અલગ-અલગ રીતે વર્ણવ્યા છે. મકાનને ઘરમાં તફાવત એ છે મકાન વિશાળતમ છે પરંતુ એ ઘર ત્યારે જ થાય છે જ્યારે એમાં ખરેખર ઘરનું સુકુનવાળું પ્રતિબિંબ પડતું હોય. ઘર ત્યારે જ ઘર હોય છે જ્યારે ખરેખર તેમાં ઘરની લાગણી, સંબંધોની પ્રગાઢતા, એકબીજાના સુખ, દુખનો અહેસાસ અને એકબીજા માટે ફના થવાની ભાવના, ત્યાગ, બલિદાન અને સમર્પણ હોય. બાકી એ એક ખાલી ભવ્ય મકાનથી વિશેષ નથી. શાયરે મકાનની ભવ્યતાની સામે પોતાની જાતને શ્રદ્વેય બતાવવાની કોશિશ કરી છે. એ જ બાબત દર્શાવે છે શાયરને ભવ્ય ઝાકમઝોળનાં બદલે ઓછું આપ પણ કાયમી અને સુકુનવાળું આપ. શાયરની વિભાવના આમ શોહરત અને પ્રતિષ્ઠાને પણ સિમ્બોલાઈઝ્ડ કરે છે.

પીછું ખર્યું આકાશથી એની કલમ કરી

લખનાર પોતા સિવાય સૂઝતું નથી

અહેસાસ એટલો તો પીંછાને થઈ ગયો

મારી સફરની વાત કોઈ પૂછતું નથી

માણસને શાહુડીનું પીંછુ મળ્યું. પીંછાનાં રૂંવાડા વગરનું પીંછું. એની અણી પર આંગળીનું ટેરવું ફેરવ્યું હશે. તે પછી આખા પીંછા પર એ ક્યા તત્વોનું બનેલું છે, એની શોધમાંથી કચકડાની શોઘ કરી હશે. આવી અલેલ ટપ્પુ કલ્પના મારો દુર દુરનો પૂર્વજ વાનર હોવાથી કરી હતી. આ અણિયાણી કલમ તે પીંછું. શાહુડીનું પીંછું, પીંછાની વ્યાખ્યા જ બદલી નાંખે છે. એના પીંછાને રેશમી સૂંવાળા રેષા નહી લીસી સપાટી ચીસ પાડતી જગાડતા બારણાનાં બેલને આંગળીનું ટેરવું દાબવા કરતા એ પીંછાની અણી અને દેહ પર આંગળીનું ટેરવું ફેરવવાનો આનંદ. 

વ્યાકરણનો વિષય હવે પાઠય પુસ્તકોમાં સત્તાવાર રહ્યો નથી. છતાં કોઈ કોઈ વાર શબ્દનાં પ્રત્યય વિશે કહેતા તો હશે જ. બક્ષીપંચનો અહેવાલ વાસ્તવમાં પ્રત્યયનો અહેવાલ છે. પ્રત્યયને અગ્રજ કરવા માટે શું કરવું એની સૂચના એમાં હોવાનું માનવામાં આવે છે. પ્રત્યયનો અભ્યાસ ડો.બાબાસાહેબ આંબેડકરે કર્યો અને પ્રત્યયને નવબૌદ્વ બનાવ્યો. શાહુડીનો પ્રત્યય અણિયાળો હોય છે. એ જે જાણે છે તે જ ડો.બાબાસાંહેબ આંબેડકરની ભાષા સમજી શકે.

હજી આટ-આટલા 2017નાં વિકાસ પછી પણ સંસ્કારી સ્વામીઓ પછાત શબ્દ પ્રયોજ્યા કરે છે. સંસ્કારને હજી પ્રત્યય જોડાયો જ નથી. હવે આપણને જરા વૈયાકરણની થઈને પીંછા-પછાત, આદિને પ્રત્યય કહેતા શીખીએ તો ? પણ માણસને પીંછાને પીંછું કહેતા પોતાની ઉચ્ચતાની શરમ નડી હશે. એટલે મોં ફાટ થઈને પીંછુ લગ્ગુ શબ્દ બોલી નાંખ્યો...રતિલાલ અનિલ કહે છે કે અંગભૂતની ઉચ્ચતા અને યાત્રા વગરનું ગૌરવ પાછળ પડેલાને શી રીતે આપી શકાય. આવી ન્યાયી મૂંઝવણ થાય ખરી.

ઉડતા પક્ષીનું પીંછું ખરી પડે છે. પછી એ પીંછું સીધું જમીન પર આવતું નથી. હવાનાં લય દોરે એ નૃત્ય કરતું કરતું દુર દુરની જ જમીન પર આવે છે. ના, શાંત થઈને હવા અને જમીન ઠરી જાય છે. ખરેલા પીંછાનું એ આકાશી હવાઈ નૃત્ય એક લયાત્મક કવિતા હોય છે. ખરેલા પીંછાની સફર છૂટી ગયેલા સાથી મિત્રો દુર દુર આડા-અવળા ઉંચે-નીચે થતાં ડૂંગરીયા મહેલ જેવા બની જાય છે. 

આજકાલ તો કલમ અને કલ્પનોમાં કોઈ ભેદરેખા શોધવી હોય તો ઝઝુમવું પડે છે. સપાટી પરનું વિહંગાવલોકન થઈ રહ્યું છે. ઉંડાણ અને કવિતાનાં નેપ્થ્યનો વિસ્તાર સાંકડો થતો ચાલ્યો છે. કવિઓ મર્યાદા ચૂકીને લખી રહ્યા છે તો કેટલા ખાનાપૂર્તિ માટે લખી રહ્યા છે. ચબરાકીઓ શબ્દ અને છંદોલયનાં મિજાજની મીંમાસામાં ભાન ભૂલીને લખી રહ્યા છે. ગુજરાતી ગઝલનો આધુનિક કાળ છતે કવિએ વિધવા થયો છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.