મનાં રે કર માઘૌં સે, પ્રીતિ...

22 Oct, 2017
01:48 AM

સૈયદ શકીલ

PC:

સુરદાસ...એક એવાં કાવ્ય વિશ્વનું નામ છે જેમાં જરા ડોકિયું કરો તો તેમની કાવ્ય વિભાવના અને કાવ્ય ભક્તિનાં અનેક પ્રકારનાં સ્ટાન્ઝા જોવા મળે છે. માત્ર ક્રિએટીવિટી નહી, કોઈ ખાનાબંધી નહી પણ સાત્વિક સહજતા નિરૂપણ થયેલી જોવા મળે છે. સુરદાસ અંગે ગુજરાતીનાં જાણીતા લેખક ડો.જશવંત મહેતાએ ઊંડાણપૂર્વકનો આલેખન કર્યું છે. તેમનાં આલેખનમાં સુરદાસ અંટળાયા છે, ભરપુર સુર સાથેનો તાદાતમ્ય મળે છે.

કિંધો સૂર કો સર લગ્યૌ, કિંધો સૂર કો પીર

કિંધો સૂર કો પદ સૂન્ધૌ, તન, મન ઘૂનત શરીર

જેમનાં પદો સાંભળી તન અને મન પ્રેમોર્મિ અને ભાવોર્મિથી સદા ધૂણી ઉઠે છે એવાં પુષ્ટિસંપ્રદાયનાં મહાકવિ સૂરદાસજી વ્રજભાષા સાહિત્યનાં જન્મદાતા અને ઉધ્ધારક હતા. સૂરદાસને હિન્દી ભાષાનાં વ્યાસમૂનિ અને વાલ્મિકી કહેવામાં આવે છે,

આમ તો હિન્દીભાષામાં અનેક કૃષ્ણ કાવ્યો લખવામાં આવ્યા છે. પરંતુ હિન્દીમાં સૌ પ્રથમ કૃષ્ણકાવ્ય લખવાનું શ્રેય કવિવર વિદ્યાપતિને જાય છે. કૃષ્ણલીલાનાં કાવ્ય વર્ણનોની કોઈ ખોટ નથી. ગુજરાતીમાં પણ લખલૂંટ કૃષ્ણ કાવ્યો રચાયા છે. કૃષ્ણલીલાને આજની આધુનિક વિવેચનની ભાષામાં કહીએ તો દ્રશ્ય-શ્રાવ્ય કાવ્યતત્વનો સુભગ સમન્વય જોવા મળે છે. જ્યારે હિન્દી ભાષામાં આ શ્રેય સીધી રીતે સંત કવિ સૂરદાસજીને જાય છે.

ભક્ત કવિ સૂરદાસજીની કાવ્યવિભાવનાને પોંખીએ તો તેમના જીવનની ફરતેની ઘટમાળ ખાસ્સી તેમાં ડોકાય છે. સૂરદાસજી વિશે જાત-જાતની કથાઓ, દંતકથાઓ, વાતો વગેરે વિવિધ પુસ્તકોમાંથી મળે છે. હિન્દી સાહિત્ય જગત માટે સૂરદાસજી એક સંશોધન અને રિસર્ચનો વિષય બની રહેવા પામ્યા છે. તેમનાં જીવન-કવન વિશે અનેક પદો, નિબંઘો અને વિવેચનાત્મક લેખન મળી આવે છે. પરંતુ પુષ્ટિમાર્ગી એવાં સંત સૂરદાસજી માટે એક જ પદ કાફી હતું કે....

શ્રી વલ્લભ સૌ મંત્ર લે, સાગર રચ્યો અપાર

સૂરસિધ્ધ કવિનૈ કિયો, હરિ લીલા વિસ્તાર

સૂરદાસજીનું સમગ્ર વૃત્તાંત 84 વૈષણ વોની વાર્તાઓમાંથી મળે છે. સૂર તુ આયો...અને સૂરદાસજી પણ શ્રી વલ્લભનાં શરણે ઢળી પડે છે. શ્રી મહાપ્રભુજીએ એમને ભક્તિનાં સૂર કહ્યા છે. ગોઘાટ અગાઉની કથા ગો.શ્રી હરિરાયજીનાં ભાવપ્રકાશ ગ્રંથમાંથી મળે છે. જેમાં દિલ્હી પાસેનાં સિંહી ગામનાં સારસ્વત બ્રાહ્મણને ત્યાં જન્મથી જ અંધ એવાં ત્રણ-ત્રણ સંતાનો બાપને ત્યાં ચોથા બાળક તરીકે એમનો જન્મ થાય છે. ગામનાં શ્રેષ્ઠીને ત્યાંથી આવેલી ખોવાયેલી સોનામહોરો અંધ સૂરદાસ એનાં મા-બાપને ઘર છોડવાની આજ્ઞા આપે એવી વિનંતી સામે શોધી આપે છે. 7-8 અંધ બાળક ઘર છોડી ચાલી નીકળે છે. નજીકનાં ગામનાં પીપળાનાં ઝાડ નીચે બેસે છે. એ જ એની શુકન વિદ્યાર્થી ગામનાં જમીનદારની ખોવાયેલી ગાયો ક્યાં છે એની માહિતી આપે છે. બાળપણથી જ સૂરદાસ કૃષ્ણભક્તિનાં ઉપાસક હતા. 

હ્રદય, કુચીલ ભૂ, તૃષ ના જલ કલિયલ હૈ પાત્ર

ઐસે કુમતી જાટ સૂરજ કૌ પ્રભુ બિન કૌન પાત્ર 

કિર્તન, સતસંગ,ભક્તિ એમની કાયા કણેકણમાં પરોવાઈ ગયા હતા. એક સંત કવિ તરીકેની ખ્યાતિ સમગ્ર વ્રજ મંડળમાં અઢાર વર્ષની ઉંમરમાં એવી તો પ્રસરી ગઈ હતી કે એમને ગુરુ બનાવી એમના હાથે કંઠી બંધાવી તેમનાં શિષ્યો બનવાની એક હેલી શરૂ થઈ હતી. સૂર સ્વામી તરીકે પંકાઈ ચૂકેલા ભક્તિજીવને ભક્તગણોનાં 24 કલાકનાં જમેલાથી કંટાળો આવી ગયો. એમનું પ્રભુ ભજન વિસરાવા માંડ્યું.

મેરે મન આનંદ ભયો, મૈં ગૌવર્ધન આયો

હો તો તેરે ઘર કો ઢાઢી સૂરદાસ મેરો નાવ

મૈં તે ઘર કો હૈ ઢાઢી મો મો સરી કોઉન ન આન 

એક રાત્રે પ્રભુ ભજન ન થવાનો તાપ એટલો તો વધી ગયો કે અડધી રાત્રે ગામ છોડીને મથુરા ભેગા થઈ ગયા. વિશ્રામ ઘાટે બેસી યમુનાજીની આરતી કરી. એમનાં વિનયનાં પળોની સુવાસ એમનાં આગમન પહેલા મથુરામાં પ્રસરી ગઈ હતી. એટલે મથુરામાં પણ માનવમેળો એમની આજુબાજુ ઉભરાવા માંડયુ. 

કાહે કું કુલતન ન વિચારત

અવિગત કી ગતિ કહીં પરતી હૈ

વ્યાધ અજામીલ તારત 

પ્રભુનો જીવ ફરી એક વખત મથુરાથી નીકળી ગૌઘાટની એકાંત જગ્યામાં આવીને સ્થિર થઈ ગયું. જ્યાં તેમણે શ્રી વલ્લભે શરણે લીધા. આ બધું કેટલું પ્રમાણિક છે એ પ્રશ્ન આજે પણ બૌધ્ધિકો, સંશોધકો તેમજ વિવેચકોને મૂંઝવે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.