ઉર્દુના પોર્ટુગીઝ શાયરો

17 Sep, 2017
12:01 AM

સૈયદ શકીલ

PC: wikiart.org

પોર્ટુગીઝ લોકો શાયરી કરે તો કેવા લાગે? ફિલ્મોમાં અંગ્રેજોને હિન્દી બોલતા બતાવાય છે ત્યારે કોમેડી જ થાય છે. પણ જ્યારે સાહિત્યમાં તેમના પ્રદાનની વાત આવે તો કોમેડી નહી પરંતુ એમના પ્રત્યે માન થાય છે. ઉર્દુમાં પોર્ટુગીઝ શાયરોએ પોતાના જોમ પાથર્યા છે.

ઉર્દુનાં પોર્ટુગીઝ શાયરોમાં નિમ્નલિખિત શાયરોના નામોનો ઉલ્લેખ કરવામાં આવે છે.

ડેન ડિસિલ્વા'ફિતરત', હકીમ જોસેફ ડિસિલ્વા, હકીમ ઇલયાસ પેડ્રો ડિસિલ્વા'ઇબરત', હકીમ એસ.ડિસિલ્વા'આસી',થોમસ બાપ્ટિસ્ટ'નફીસ', ડી-કોસ્ટા, હકીમ ઓગસ્ટેન ડિસિલ્વા'મફતુન',હકીમ જોકેમ ડિસિલ્વા'ફિતરત', હકીમ ફ્રાન્સીસ ડિસિલ્વા'ફિતરત',ફ્રાન્સીસ ફ્રાન્સીસ'લાગર', જોસેફ મેનોલ'જોસેફ', જોન ડિ-કોસ્ટા'સૈફ' જેવા શાયરોના નામોનો સમાવેશ થાય છે.

1થી લઈ 9 નંબર સુધી એક જ કુટુંબનાં શાયરો છે. ડિસિલ્વા કુટુંબ 18મી સદીમાં ભારત આવ્યું હતું. ખૂબ જ મશહુર અને પ્રતિષ્ઠિત કુટુંબ હતું. આ કુટુંબના સભ્યો કોઈને કોઈ દરબાર સાથે નાતો ધરાવતા હતા.

ડેનએલેસ ડિસિલ્વા'ફિતરત'નો સમયગાળો 1782થી 1845 સુધીનો છે. વ્યવસાયે ડોક્ટર હતા. તેમણે અનેક શેર કહ્યા છે અને લખ્યા છે પરંતુ તેમના સાથ-આઠ શેરથી વધારે કશું મળી શકયું નથી.

દર્દ એ ફુરક્ત સે તેરે શયદા જો ગર્મ નાલા થા

હર સિતારા ફિર લબે અફલાક પર બુતખાલા થા

ફુરક્ત - જુદાઈ, શયદા- આશિક,નાલા- ફરિયાદ,અફલાક-આકાશ, બુતખાલા-એક નિશાન, ડાઘ

જો શબ કો ખ્વાબ મેં આયા વો ચશ્માંએ હૈવાં,

બહાયે ચશ્મને રો-રો કે ખ્વાબ મેં દરિયા

દિલકો છેદા, સીના ચીરા, કાટ સર બાંધે હૈં હાથ,

તીરને, ખંજરને,તૈગો તુર્રા તર્રારને

ચશ્મ-આંખ, તુર્રા-વાળનો ગુચ્છો, તર્રાર-ચાલાક,હોશિયાર, તૈગ-તલવાર

પોર્ટુગીઝ શાયરોમાં હકીમ ઓગસ્ટીયન ડિસિલ્વા'મફતુન'નો સમયગાળો 1821થી 1856 સુધીનો છે. તેઓ ફિતરતના પુત્ર હતા અને મિર્ઝા ઇનાયત અલી'માહ'ના શાગિર્દ હતા. વ્યવસાયે તબીબ હતા. તેમનાં કેટલાક શેર જોઈએ.

કૂચા તેરા પસંદ હૈ,, હૈ તેરા મકાન પસંદ

આગે તેરી ઝમીન કે નહી આસમાન પસંદ

અજબ તેરે કશ્તે કા દીવાનાપન હૈ

સાબિત લહદ હૈ ના તારે કફન હૈ

કૂચા- ગલી,લહદ-કબર, કશ્તે - બરબાદ કરવું ,કત્લ કરવું,આશિક થવું

જોસેફ ડિસિલ્વા મફ્તુનનાં પુત્ર હતા. માફતુન પણ તબીબ હતા. તેમનો સમયગાળો 1838થી 1909 સુધીનો છે. એવું મનાય છે કે તેઓ શોખ ખાતર જ શાયરી કરતા હતા. તેમના કલામોમાં કોઈ વિશેષતા જોવા મળતી નથી.

આમીલ, જો બશર ઝીંદગીએ હકસે હૈ ગાફીલ

હૈવાન સે બદતર હૈ, વો ઇન્સાન નહી હૈ

ખુશ અબ હો ગુનેહગાર, મસીહ દુનિયા મેં આયા હૈ

મુબારક દોસ્તો, વો સુલેહ કા પૈગામ લાયા હૈ

જોકેમ ડિસિલ્વા'ફિતરત' પણ ડિસિલ્વા વંશના હતા. તેમની પણ બહુ ઓછી રચના હાથ લાગી શકી છે.

મુઝસે હર વક્ત સનમ ચાલ તુમ્હારી હૈ નઈ

કુછ લડાઈ ભી નહી ઔર ના બુરા મૈને કહા

હકીમ ઇલયાસ પેડ્રોઇડ ડિસિલ્વા'ઇબરત' ઉર્દુ-ફરસીનાં સ્કોલર હતા. શાયર તરીકે ઠીકઠીક હતા.

બરોઝ મહેશર મુઝકો કૌન બિસ્મિલ તેરા સમઝેગા

સનદ કે તૌર પર મુઝકો તુ દે અપના નિશાં કાતીલ

ફ્રાન્સીસ ડિસિલ્વા'ફિતરત'એ ભોપાલની રાણી શાહજહાઁ બેગમને ખુશ કરવા લાંબી લચક મશનવી લખી હતી. પરતું તે પ્રાપ્ય બની શકી નથી. બેગમ માટે પ્રસંશાનાત્મક કસીદા પણ લખ્યા હતા. હકીમ એસ.ડી.ડિસિલ્વા'આસી' ઇબર્ટના પુત્ર હતા. જબરદસ્ત શાયર હતા. તેમનાં કલામોમાં ધાર્મિકતા વધુ જોવા મળે છે.

ગુલોગૌહર તો ક્યા હર શય મે હૈ જલવા અયાં તેરા

ખુદા તુ બેનિશાં થા, પર મિલા હમકો નિશાં તેરા

ફ્રાન્સીસ ફ્રાન્સીસ'લાગર'એ ઉર્દૂ કરતા ફારસીમાં વધુ લખ્યું છે. તેમણે હાફીઝની જેમ જ એક તઝમીન લખી હતી. આ તઝમીન ભોપાલના હાકેમની વિરુદ્ધ કહી હતી.

ઐસે મુશ્તાકે સિતમ હો ગયે હક્કામે ઝમાં

સારી મખલુક ખુદા મિસ્લ જરસ હૈ નાલા

નહી લગાને દિલ કિસીસે સભીકો દિલસે હટા ચુકે હૈં

નહી હૈ દુનિયા સે કામ 'લાગર' ખુદાસે લવ અબ લગા ચુકે હૈ

થોમસ બાપ્ટિસ્ટ'નફીસ' એક અચ્છા શાયર હતા. મૂળભૂત તેઓ ખ્રિસ્તી હતા પણ તેમણે ઇસ્લામનો સ્વીકાર કર્યો હતો. મોટાભાગના તેમના કલામો ધાર્મિક છે અને જૂજ સંખ્યામાં જ છે. અહીં માત્ર તેમનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો છે.

જોસેફ મેનોલ'જોસેફ'ના સંગ્રહનું નામ 'ગૂંચ' એખાતીર' છે. 1868માં પ્રસિદ્ધ થયો હતો. તેમની કલમમાં પરિપક્વતા હતી. જેને ઉરુજની દ્રષ્ટિએ મુશ્કેલ ગણવામાં આવે તેવી ગઝલો પણ તેમણે લખી હતી. તેમના શેર જોઈએ.

ભૂલ જાતા તુ સનમ અપની યકતાઈ કો

મૈને આઈના અગર તુઝકો દિખાયા હોતા

પાની બરસ રહા થા કે બિજલી ચમક પડી

મૈ ઝાર-ઝાર રોને લગા,મુસ્કુરાએ આપ

મર જાઈએ ફિરાકમે પર દિલ ના દીજીએ

દિલ દે કે મૈને સદમે બહોતસે ઉઠાએ હૈં

નાહક કી મત કિયા કરો જોસેફ બૂતોસે છૅળ

તુમ એક ભી કહોગે તો વો દસ સુનાએગે

પોર્ટુગીઝ શાયરોમાં જોસેફ જ એવા શાયર નજર આવે છે કે જેમની પાસે અલગ-અલગ પ્રકારના ભાવ અને શાયરીનાં ભરપૂર રંગ જોવા મળે છે. જો તેમને યોગ્ય ઉસ્તાદ મળી ગયો હોત તો તેઓ ઉર્દુના બેમિસાલ શાયરોમાં અચૂક ગણના પામ્યા હોત.

પોર્ટુગીઝ શાયરોમાં અન્ય જે નામો છે તેમાં ડિકોસ્ટા અને સૈફ છે. 1827માં ડિકોસ્ટાની ગઝલો 'જામે જહાંનુમા'માં પ્રકટ થતી હતી. એવું કહેવાય છે કે કોલકાતામાં ગવાય છે.

કુછ રંજો ગમકા હાલ ન પૂછો કે કયા હુઆ

ઉલ્ફત કો હમ તો યાર નિભાતે ચલે ગયે

જોન ડિકોસ્ટા'સૈફ'નો સમયગાળો 1825થી 1855 સુધીનો છે. તેઓ એક સારા અનુવાદક હતા. ફારસી અને અરબીના અનેક પુસ્તકોનું તેમણે અનુવાદ કર્યો હતો.

તારિક હૈ મેરી આંખોં કે સામને

અય દિલ ખ્યાલે ઝુલ્ફકી તાસીર દેખલે

 

સૈફની શાયરી ઉસ્તાદી કક્ષાની હતી.ભારોભાર પરિપક્વતા અને ગઝલ સૌન્દર્યનું નિરૂપણ જોવા મળે છે.

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.