અના દહેલ્વી: અકેલી હું મૈં, ઔર નિશાને બહોત હૈ...

10 Dec, 2017
07:01 AM

સૈયદ શકીલ

PC:

ઉર્દુની પ્રથમ શાઈરા કોણ હતા તે અંગે મતભેદ છે પરંતુ ઉર્દુમાં જેમનો પ્રથમ ગઝલસંગ્રહ પ્રસિધ્ધ થયો હતો તે શાઈરાનું નામ મનચંદા બાઈ હતું. ઉર્દુ સાહિત્યની સેવામાં એક તરફ શાયરોએ પોતાનું યોગદાન આપ્યું તો તેવી જ રીતે શાઈરા(કવિયત્રી) પણ પોતાનો સિંહફાળો આપ્યો છે. પ્રાચીનકાળ હોય કે વર્તમાન સમય હોય, શાઈરાઓએ શાયરીમાં કાઠું કાઢ્યું છે. જો વર્તમાન સમયની શાઈરા પર દૃષ્ટિ નાંખીએ તો દિલ્હીની શાઈરા અના દહેલ્વીનું અચૂક ઉભરી આવે છે. પોતાની લોકભોગ્ય શૈલી, અનોખી અદા અને શબ્દો સાથેની જમાવટ તેમને એક વૈવિધ્યપૂર્ણ શાઈરા હોવાની ઓળખ આપી જાય છે. દેશ-વિદેશમાં અનેકાવિધ મુશાયરાની અના દહેલ્વી રોનકે બઝ્મ છે.

નયા ફરમાન આયા હૈ, મોહબ્બત છોડની હોગી

અગર યે હુક્મે દુનિયા હૈ તો મૈં ઈન્કાર કરતી હું

અનાએ પ્રેમનાં વિષયને બહુ જ ગહનતાથી અને આધુનિક રીતે વણી લેવાનો પ્રયાસ કર્યો છે સાથો સાથે તેમની ભાષામાં ક્યાંય પણ આછાપણું જણાઈ આવતું નથી.

કુછ સાયે મયસ્સર હૈ અબ બાલ સુખાને કો

મૈં ધૂપ કી બારીશ મેં એક ઉમ્ર નહાઈ હું

એક સમય હતો કે ઉર્દુમાં ઈશ્ક અને હુશ્નની વાતો જ શાયરીમાં પ્રચલિત હતી. આ ચલણ એટલું મજબૂત બની ગયું હતું કે કોઈ પણ શાયર ઈશ્ક અને હુશ્નની શાયરી ન કહે તો એ શાયર ગણાતો ન હતો. પણ અના દહેલ્વી જેવી શાઈરા સહિત અનેક શાઈરા અને શાયરોએ આ દકિયાનુસી પાંરપારિક સિલસિલાને ફગાવ્યો અને નવા પરિમાણો પણ હાસલ કર્યા.

રખ કે સર પાની પે દમ તોળ રહા હૈ સૂરજ

ખીંચ લેતા કોઈ ઈસ આખરી પલ કી તસ્વીર

સૂરજ-ચાંદ સિતારે મેરે પીછે થે,

ઔઢે હુએ થી દુનિયા કી રુસ્વાઈ મૈં

જો ઉર્દુ ભાષા માટે માત્ર શાઈરાનાં યોગદાનની વાત કરાય તો એક વાત દિવા જેવી સ્પષ્ટ છે કે શાઈરાનાં કલામાં ઈશ્ક અને હુશ્નની જૂગલબંધી ન હોય તો શાઈરા માટે મુશ્કેલી સર્જાઈ જાય છે. આજે પણ મોટાભાની શાઈરા મુશાયરામાં વિયોગ, પ્રેમ, ઈશ્ક-હુશ્ન, જુદાઈ, આંખો, આંસુ, હંસી, કંગન, ચૂડી અને પાયલ વગેરેની શાયરી જ કરે છે, અનાનાં મિજાજમાં ઈશ્ક અને હુશ્ન આવે છે પણ તે સાંપ્રત સ્થિતિ અને આધુનિક પ્રયોગો કરવામાં પણ માને છે એવું તેમનાં શેર જોતાં કહી શકાય છે.

હમ એશિયાવાલોં કી તકદીર નિરાલી હૈ

સોના ભી હૈ ધરતી ઔર હાથ ભી ખાલી હૈ

દુનિયા કા ઉજાલા સબ, કબ્ઝે મેં હૈં ગૈરોં કે,

જો હૈ મેરે હિસ્સે મેં વો ચાંદની કાલી હૈ

સબ આજ કે હૈં ઉજાલે મેં ખોયે ખોયે સે,

કિસી કો કલ કા અંધેરા નઝર નહી આતા

મીલ જાયે કહીં સૂરજ તો ઉસકો બતા દેના

મગરીબ મે ઉજાલા હૈ, મશરીક મેં અંધેરા હૈ

અના દહેલ્વીએ એવું નથી કે આધુનિક કલ્પનો, પ્રતીકોની વચ્ચે પરંપરાની શાયરીને છોડી દીધી છે. પણ અનાએ પોતાની રીતે એક આગવો ગઝલ વૈભવ ઉભો કર્યો છે. 

અના દહેલ્વી દિલ્હી દુરદર્શન પર આવતા મુશાયરાના એન્કર છે. હાલમાં પણ તો ડીડી ઉર્દુ પર પ્રોગ્રામ આપી રહ્યા છે. અનેક વખત સુરત અને અમદાવાદનાં મુશાયરાઓમાં હાજરી આપી ચૂકયા છે.

કહાં તક બચૂંગી મૈં રુસ્વાઈયોં સે,

 

અકેલી હું મૈં, ઔર નિશાને બહોત હૈ

પ્રિય વાચકો,

હાલ પૂરતું મેગેઝીન સેક્શનમાં નવી એન્ટ્રી કરવાનું બંધ છે, દરેક વાચકોને જૂનાં લેખો વાચવા મળે તેથી આ સેક્શન એક્ટિવ રાખવામાં આવ્યું છે.

આભાર

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.